Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • DGPએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ: ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાના બદલે ઓનલાઈન જુબાની આપી નવો રાહ ચીંધ્યો

DGPએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ: ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાના બદલે ઓનલાઈન જુબાની આપી નવો રાહ ચીંધ્યો

gujaratex@gmail.com May 26, 2026
BABA (96)
  • ડિજિટલ ન્યાય પ્રણાલી તરફ કદમ: વીડિયો કોન્ફરન્સિંગ સુવિધા પોલીસ અને ન્યાયતંત્ર માટે આશીર્વાદરૂપ, DGPનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ

ન્યાયતંત્ર અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સામાન્ય નાગરિકો, સાક્ષીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કિંમતી સમય બચાવવા તથા ઇંધણની મોટી બચત કરવાના આશયથી કોર્ટમાં જુબાની આપવા માટે વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર (Formal Witness Deposition Centre)ની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત આજે રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પોતે આ આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ સમાજ અને પોલીસ વિભાગ સમક્ષ એક ઉત્કૃષ્ટ અને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવ વર્ષ ૨૦૨૧ના એક એસીબી (ACB)ના કેસમાં પ્રોસિક્યુશન મંજૂરી આપવાના અનુસંધાને આજે મહત્વની જુબાની આપવા માટે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના વીડિયો કોન્ફરન્સ કેન્દ્ર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેસની સુનાવણી કચ્છ-ગાંધીધામની કોર્ટમાં ચાલી રહી હોવાથી, DGPશ્રીએ ગાંધીનગરથી જ ઓનલાઈન માધ્યમ દ્વારા કચ્છની કોર્ટમાં હાજર થઈને પોતાની જુબાની નોંધાવી હતી. ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાને બદલે ટેક્નોલોજીના માધ્યમથી ગણતરીના સમયમાં જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

આ સુવિધાને કારણે દૂર-દૂરની કોર્ટોમાં ધક્કા ખાવામાંથી મુક્તિ મળતા કલાકોનો સમય બચે છે અને સરકારી તેમજ વ્યક્તિગત ઇંધણની મોટી બચત થાય છે. સાક્ષીઓ કે અધિકારીઓની ભૌગોલિક ગેરહાજરીને કારણે કેસમાં તારીખો પડતી નથી, જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ લાંબી મુસાફરી કરવાને બદલે કાયદો અને વ્યવસ્થાની પોતાની મૂળભૂત ફરજો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ ઉપરાંત વિવિધ જેલોમાં બંધ કેદીઓને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવા-લઈ જવાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે, જેનાથી પોલીસ જાપ્તાનો ખર્ચ ઘટે છે અને સુરક્ષાના જોખમો નિવારી શકાય છે.

Join Our WhatsApp Group

રાજ્યના પોલીસ વડાએ પોતે આ સુવિધાનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ટેક્નોલોજીનો સ્વીકાર એ આજના સમયની માંગ છે. સમય, શક્તિ અને રાષ્ટ્રીય સંપત્તિ સમાન ઇંધણની બચત કરતી આ ઉત્તમ ડિજિટલ સુવિધાનો રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો મહત્તમ ઉપયોગ કરે તેવો અનુરોધ ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ગુજરાત એક્સક્લૂસિવ ઈમ્પેક્ટ: ક્રાઇમ બ્રાંચની રેડ બાદ મુંગડાનું જુગારધામ બંધ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત એક્સક્લૂસિવ ઈમ્પેક્ટ: ક્રાઇમ બ્રાંચની રેડ બાદ મુંગડાનું જુગારધામ બંધ
Next: ચાંદખેડામાં વહીવટદારોના આશીર્વાદથી દારૂ-હુક્કા બારનો કારોબાર બેફામ?

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.