Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ચાંદખેડામાં વહીવટદારોના આશીર્વાદથી દારૂ-હુક્કા બારનો કારોબાર બેફામ?

ચાંદખેડામાં વહીવટદારોના આશીર્વાદથી દારૂ-હુક્કા બારનો કારોબાર બેફામ?

gujaratex@gmail.com May 27, 2026
BABA (97)
  • પોલીસ ઊંઘમાં કે હપ્તાખોરીમાં? ચાંદખેડામાં દારૂ-હુક્કાબારના ગોરખધંધાથી સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદ: ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે દારૂના કારોબાર સાથે હુક્કાબારની ધમધમતી પ્રવૃત્તિઓ હવે સ્થાનિકોમાં ખુલ્લી ચર્ચાનો વિષય બની ગઈ છે. એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે બુટલેગરોથી લઈને હુક્કાબારના સંચાલકોને કોઈક અદૃશ્ય ‘પ્રોટેક્શન’ મળી રહ્યું છે.

ચાંદખેડા વિસ્તારમાં ‘વહીવટદાર’ તરીકે ચર્ચામાં આવેલા વિશાલ વાઘેલાનું નામ હવે દારૂના એક સુવ્યવસ્થિત નેટવર્ક સાથે જોડાઈ રહ્યું છે. સ્થાનિક માહિતી મુજબ, વિસ્તારમાં દારૂના અડ્ડા, સપ્લાય ચેઇન અને હુક્કાબારના સંચાલન પાછળ એક મોટું મેનેજમેન્ટ કાર્યરત હોવાના દાવા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડી.ડી. સોલંકી નામનો વ્યક્તિ આ સમગ્ર વિસ્તારમાં “સેટિંગ” અને “મેનેજમેન્ટ” સંભાળતો હોવાની વ્યાપક ચર્ચાઓ છે. ખાસ કરીને દારૂના વેચાણ અને મોડી રાત સુધી ચાલતા હુક્કાબાર અંગે સ્થાનિકોએ અનેકવાર ફરિયાદો કરી હોવા છતાં, કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પોલીસ તંત્રની કામગીરી સામે શંકાઓ સેવાઈ રહી છે.

Join Our WhatsApp Group

સ્થાનિક રહેવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે ચાંદખેડા જેવા ઝડપથી વિકસતા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે, છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે. અનેક વિસ્તારોમાં રાત્રિના સમયે દારૂની ડિલિવરી, નશામાં ધૂત યુવાનોની ભીડ અને હુક્કાબારમાં થતી અવરજવર હવે જાણે સામાન્ય બાબત બની ગઈ છે.

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, શું તે તંત્રને ખરેખર આ ગેરકાયદે પ્રવૃત્તિઓની જાણ નથી? અને જો જાણ છે, તો પછી કાર્યવાહી કેમ નથી થઈ રહી? શું આ બધું મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે.

ચાંદખેડા વિસ્તારમાં દારૂ અને હુક્કાબારના આ કાળા કારોબારને લઈને હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ કોઈ નિષ્પક્ષ તપાસ કરશે કે પછી ‘વહીવટી સેટિંગ’ના પડછાયામાં બધું આમ જ ચાલતું રહેશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો – DGPએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ: ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાના બદલે ઓનલાઈન જુબાની આપી નવો રાહ ચીંધ્યો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: DGPએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી ઉદાહરણ: ગાંધીનગરથી કચ્છ સુધી લાંબી મુસાફરી કરવાના બદલે ઓનલાઈન જુબાની આપી નવો રાહ ચીંધ્યો
Next: ખેતરમાં તારની વાડ બનાવવા હવે મળશે વધુ સહાય: પ્રતિ મીટરનો દર રૂ. 200થી વધારી રૂ. 300 કરાયો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.