Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાતમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, જન્મથી કિશોરાવસ્થા સુધીની મેડિકલ હિસ્ટ્રી સચવાશે

ગુજરાતમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’, જન્મથી કિશોરાવસ્થા સુધીની મેડિકલ હિસ્ટ્રી સચવાશે

gujaratex@gmail.com July 2, 2026
BABA (38)

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વસ્થ ભારત’ અને ‘સ્વસ્થ બાળપણ’ ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે બાળકોની હેલ્થકેર સુવિધાઓને સ્માર્ટ બનાવવા એક મોટી પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હવે જન્મથી લઈને 18 વર્ષ સુધીના દરેક બાળક માટે ‘હેલ્થ પાસપોર્ટ’ બનાવવામાં આવશે.

આ પાસપોર્ટ કોઈ સામાન્ય હેલ્થ કાર્ડ નથી, પરંતુ તે બાળકના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી દર્શાવતો એક માસ્ટર દસ્તાવેજ બની રહેશે. આ રાજ્યવ્યાપી કાર્યક્રમનું લોકાર્પણ ગત 27 જૂન, 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

1.89 કરોડ બાળકોને મળશે લાભ, 992 મોબાઇલ ટીમો મેદાનમાં

Join Our WhatsApp Group

સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (SH-RBSK) હેઠળ ગુજરાતમાં દર વર્ષે અંદાજે 1.89 કરોડ બાળકોનું હેલ્થ ચેકઅપ 992 મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી આ ચેકઅપનો રેકોર્ડ માત્ર ડિજિટલ પોર્ટલ પર જ રહેતો હતો, જેના કારણે વાલીઓ પાસે રૂટિન ચેકઅપ કે સારવાર વખતે કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટ રહેતું નહોતું. પરંતુ હવે આ નવો ‘હેલ્થ પાસપોર્ટ’ બાળકોના મેડિકલ રેકોર્ડને ખૂબ જ સરળ ફોર્મેટમાં વાલીઓના હાથમાં સોંપશે.

‘હેલ્થ પાસપોર્ટ’માં કઈ માહિતી હશે?

આ પાસપોર્ટ બાળકની પર્સનલ મેડિકલ હિસ્ટ્રીનો સંપૂર્ણ ચિતાર આપશે. તેમાં નીચે મુજબની વિગતો હશે:

જન્મથી 18 વર્ષ સુધીના તમામ હેલ્થ ચેકઅપનો રેકોર્ડ.

4D ટ્રેકિંગ: જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઉણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતાની સંપૂર્ણ અપડેટ.

બાળકની શારીરિક અને માનસિક વૃદ્ધિ, પોષણનું સ્તર અને રેફરલ સર્વિસીસની વિગતો.

સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લગતી ટિપ્સ તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર.

કેવી રીતે બનશે આ પાસપોર્ટ? (પ્રક્રિયા ખૂબ જ સરળ)

વાલીઓની સુવિધા માટે આ પ્રક્રિયાને ડોક્યુમેન્ટ-ફ્રી રાખવામાં આવી છે.

પાસપોર્ટ બનાવવા માટે માતા-પિતાએ કોઈ અલગથી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહીં.

SH-RBSK ની મોબાઇલ હેલ્થ ટીમો આંગણવાડી, શાળા, મદરેસા, ગુરુકુળ અને સ્પેશિયલ સ્કૂલોમાં જઈને બાળકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરશે.

ડિજિટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી કર્યા બાદ સ્થળ પર જ બાળકોને આ પાસપોર્ટ આપી દેવામાં આવશે.

રિન્યૂ કરવાની પ્રક્રિયા

5 વર્ષ સુધીના અથવા શાળાએ ન જતા બાળકોનો હેલ્થ પાસપોર્ટ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના મેડિકલ ઓફિસર દ્વારા દર વર્ષે રિન્યૂ કરવામાં આવશે. જ્યારે, વિદ્યાર્થીઓના કાર્ડ જે-તે શાળાના આચાર્ય દ્વારા રિન્યૂ કરી આપવામાં આવશે.

ડિજિટલ ઇન્ટિગ્રેશનથી ડેટા રહેશે સુરક્ષિત

આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા તેનું ડિજિટલ ઇન્ટિગ્રેશન છે. પાસપોર્ટની ફિઝિકલ કૉપી વાલીઓ પાસે રહેશે, પરંતુ તેનો તમામ ડેટા SH-RBSK ડિજિટલ પોર્ટલ સાથે લિંક હશે. જેથી જો કોઈ કારણસર પાસપોર્ટ ખોવાઈ જાય કે ફાટી જાય, તો મોબાઇલ હેલ્થ ટીમની મદદથી નવો પાસપોર્ટ સરળતાથી મેળવી શકાશે.

ગુજરાત સરકારની આ નવી સિસ્ટમથી બાળકો, વાલીઓ અને હેલ્થકેર સિસ્ટમ વચ્ચે એક મજબૂત કડી બંધાશે અને ભવિષ્યમાં બાળકોની યોગ્ય સારવાર વધુ ઝડપી અને સચોટ રીતે થઈ શકશે.

આ પણ વાંચો – તમિલનાડુમાં વિજય સરકાર ઉથલાવવાનું કાવતરું? TVK ધારાસભ્યને 35 કરોડની ઓફર, 3 લોકોની ધરપકડ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: તમિલનાડુમાં વિજય સરકાર ઉથલાવવાનું કાવતરું? TVK ધારાસભ્યને 35 કરોડની ઓફર, 3 લોકોની ધરપકડ
Next: ભારતીય સશસ્ત્ર દળોમાં મોટી નિમણૂકો: સેનાને મળ્યા બે નવા કમાન્ડર, CISC ના નવા ચીફની પણ કરાઈ નિમણૂક

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.