Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • લાયકાત વગરના ડોક્ટરોને રોકવા માટે સરકારનું મહત્ત્વનું પગલું : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ પાસ

લાયકાત વગરના ડોક્ટરોને રોકવા માટે સરકારનું મહત્ત્વનું પગલું : ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સુધારા બિલ પાસ

gujaratex@gmail.com March 25, 2026
BABA (22)

ગાંધીનગર : રાજ્યમાં તબીબી સેવાઓની ગુણવત્તા સુધારવા અને લાયકાત વગરના ડોક્ટરો તથા નકલી ક્લિનિકો સામે કડક કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વનું પગલું ભર્યું છે. વિધાનસભામાં ‘ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) (સુધારા) વિધેયક-2026’ વિના વિરોધે પસાર થઈ ગયું છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિધેયક રજૂ કરતાં જણાવ્યું કે, વર્ષ 2021માં આ કાયદો લાવવાનો મુખ્ય હેતુ લાયકાત વગરના ‘લેભાગુ’ તત્ત્વો દ્વારા થતી તબીબી પ્રેક્ટિસને રોકવાનો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 41,000 કામચલાઉ (પ્રોવિઝનલ) રજિસ્ટ્રેશન થયા છે અને 2,000 કાયમી રજિસ્ટ્રેશન પૂર્ણ થયા છે.

પરંતુ અત્યાર સુધીની વહીવટી પ્રક્રિયા અને કાયદાકીય મર્યાદાઓને કારણે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ખૂબ જટિલ અને સમયમર્યાદિત બની ગઈ હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે કલમ-9 અને કલમ-18માં મહત્ત્વના સુધારા કર્યા છે.

Join Our WhatsApp Group

મુખ્ય સુધારાઓ

રજિસ્ટ્રેશન માટેની મુદત (હાલ 30 એપ્રિલ 2026 સુધી મર્યાદિત) હવે સરકાર જાહેરનામા દ્વારા ગમે ત્યારે નક્કી કરી શકશે.

પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન જે 12 સપ્ટેમ્બર 2026 પછી બંધ થવાનું હતું, તેને પણ સરકાર જાહેરનામા દ્વારા વધારી શકશે.

વહીવટી પ્રક્રિયામાં જટિલતા ઘટાડવા માટે ગેઝેટ નોટિફિકેશન દ્વારા ફેરફાર કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી પ્રક્રિયા વધુ ઝડપી અને લવચીક બને.

આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સુધારાનો અંતિમ હેતુ નાગરિકોને છેતરપિંડીથી બચાવવાનો છે. હવે હોસ્પિટલ, ક્લિનિક અને લેબોરેટરીઓનું ફરજિયાત રજિસ્ટ્રેશન થવાથી દર્દીઓને ખાતરી થશે કે તેઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે સંસ્થા સરકારના માપદંડો અનુસાર ચાલે છે અને ત્યાં કામ કરતા તબીબો યોગ્ય લાયકાત ધરાવે છે.

આ સુધારા પછી રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ સરળ અને સમયસર થઈ શકશે. આનાથી લાયકાત વગરના વ્યક્તિઓ દ્વારા તબીબી પ્રેક્ટિસ પર અંકુશ આવશે અને દર્દીઓની સુરક્ષા વધશે. આ બિલ વિના વિરોધે પસાર થવાથી સરકારે તબીબી ક્ષેત્રે સુધારાની દિશામાં મહત્ત્વનું પગલું ભર્યું છે. હવે આ બિલને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ તે અમલમાં આવશે.

આ પણ વાંચો – મુનીરે ટ્રમ્પ સાથે વાત કરી : પાકિસ્તાન અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીની તીવ્ર કોશિશમાં- FT રિપોર્ટ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મુનીરે ટ્રમ્પ સાથે વાત કરી : પાકિસ્તાન અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીની તીવ્ર કોશિશમાં- FT રિપોર્ટ
Next: LPG સિલેન્ડરને રિફિલ કરાવવાની ટાઈમલાઈન પર સરકારે શું કરી સ્પષ્ટતા ?

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.