Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત પોલીસનો સપાટો: ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, ૫ હજારથી વધુ ડ્રગ માફિયાઓ જેલહવાલે

ગુજરાત પોલીસનો સપાટો: ૫ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત, ૫ હજારથી વધુ ડ્રગ માફિયાઓ જેલહવાલે

gujaratex@gmail.com July 1, 2026
BABA (35)
  • આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટની કમર તોડતી ગુજરાત પોલીસ: ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય

ગાંધીનગર: ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ‘ડ્રગ ફ્રી સ્ટેટ’ બનાવવા અને નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસે ડ્રગ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. પરિસ્થિતિ એ છે કે, આજે ગુજરાતના માર્ગે અન્ય રાજ્યોમાં નશાનો માલ સપ્લાય કરતા ડ્રગ માફિયાઓ પણ ધ્રુજી રહ્યા છે.

પાંચ વર્ષમાં ૧૩,૬૦૦ કરોડના ડ્રગ્સનો પર્દાફાશ

રાજ્યમાં નશાના કારોબારને ડામવા માટે છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ કડકાઈથી અમલી બનાવી છે.

Join Our WhatsApp Group

ગુનાઓ અને ધરપકડ: છેલ્લા પાંચ વર્ષમાં ડ્રગ્સની હેરાફેરીના ૩,૭૦૦થી વધુ કેસ નોંધીને કુલ ૫,૩૪૬ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

જંગી જપ્તી: પોલીસે ૧.૩૬ લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ થાય છે.

દેશમાં પ્રથમ: ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અને ‘આઉટ ઓફ ટર્ન’ પ્રમોશન

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે.

આ નીતિ હેઠળ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરનારા પોલીસ કર્મચારીઓ અને ચોક્કસ બાતમી આપનારા નાગરિકોને મોટું આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે.

જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ પકડનારા અધિકારીઓ માટે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ (સીધી બઢતી) આપવાની ઐતિહાસિક નીતિ પણ લાગુ કરાઈ છે, જેનાથી પોલીસ વિભાગનો જુસ્સો આસમાને પહોંચ્યો છે.

AI આધારિત ‘NARIT’ સોફ્ટવેરનું હાઈટેક હથિયાર

આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરે છે, તેની સામે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે જેણે ડ્રગ્સના ગુનેગારોના પ્રોફાઈલિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ સોફ્ટવેર તૈયાર કર્યું છે.

આ સોફ્ટવેર ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ, આંતરરાષ્ટ્રીય કનેક્શન, ડાર્ક વેબની લિંક અને નાણાકીય વ્યવહારો ગણતરીની સેકન્ડોમાં સ્કેન કરી લે છે.

NDPS એક્ટ હેઠળ ગુનેગારોને કડક સજા અપાવવા અને રાજ્યનો ‘કન્વિક્શન રેટ’ વધારવા માટે ચાર્જશીટ અને સાયન્ટિફિક પુરાવાઓ આ સોફ્ટવેર દ્વારા એનાલાઈઝ કરવામાં આવે છે.

ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનો વ્યુહાત્મક એક્શન પ્લાન

ANTF ની સ્થાપના: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સપ્લાય ચેઈનને તોડવા ખાસ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ કાર્યરત કરાઈ છે.

સ્થાનિક પોલીસને સત્તા: હવે માત્ર SOG કે ATS જ નહીં, સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ નાર્કોટિક્સના કેસ નોંધી તેની સીધી તપાસ કરવાની સત્તા અપાઈ છે.

માઇક્રો-લેવલ એન્ટી-નાર્કોટિક્સ સેલ: છેવાડાના ગામડાઓ સુધી નશાનું દૂષણ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.

પોલીસની આક્રમકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ ૨૦૨૦માં આખા વર્ષમાં માત્ર ૩૧૫ કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષે માત્ર પ્રથમ પાંચ મહિનામાં જ ૫૮૪ કેસ નોંધાઈ ચૂક્યા છે.

નશામુક્તિ માટે સરકારનો માનવીય અભિગમ

માત્ર કાર્યવાહી જ નહીં, સરકારનો અભિગમ સંવેદનશીલ પણ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના મતે, આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે. આ માટે વ્યસનમુક્તિ કેન્દ્રોને આધુનિક બનાવી યુવાનોને યોગ્ય કાઉન્સિલિંગ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

આમ, ગુજરાત પોલીસની આક્રમક નીતિઓ અને સરકારનો મક્કમ ઈરાદો આજે દેશભર માટે એક ‘રોલ મોડેલ’ બની ચૂક્યા છે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થાય છે વ્યસનની સફર, MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના બાળકો?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-3): કફ સિરપથી શરૂ થાય છે વ્યસનની સફર, MDMA સુધી કેવી રીતે પહોંચે છે અમદાવાદના બાળકો?
Next: અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક: રથયાત્રા પહેલાં સરકારે લીધો મોટો નિર્ણય

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.