Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ન્યૂયોર્ક લાગાર્ડિયા એરપોર્ટ પર ભયાનક અકસ્માત : ફાયર ટ્રક સાથે વિમાન ટકરાયું, પાયલટ-કો-પાયલટનું મોત

ન્યૂયોર્ક લાગાર્ડિયા એરપોર્ટ પર ભયાનક અકસ્માત : ફાયર ટ્રક સાથે વિમાન ટકરાયું, પાયલટ-કો-પાયલટનું મોત

gujaratex@gmail.com March 23, 2026
1

અમેરિકાના ન્યૂયોર્કમાં એક ભયાનક વિમાન હાદસો થયો છે. સોમવારે (23 માર્ચ 2026) ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર એર કેનેડા એક્સપ્રેસનું વિમાન રનવે પર ઊભેલા ફાયર ટ્રક સાથે ટકરાઈ ગયું. ટક્કર એટલી ભયંકર હતી કે વિમાનનું કોકપિટ પૂરેપૂરું તૂટી ગયું. આ અકસ્માતમાં પાયલટ અને કો-પાયલટનું મોત થયું છે, જ્યારે બીજા કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે.

NBC News અને અન્ય અમેરિકી મીડિયા મુજબ, જે ફાયર ટ્રક સાથે વિમાન ટકરાયું તે એક અલગ ઘટનાના રિસ્પોન્સમાં જઈ રહ્યું હતું. વિમાનમાં 76 મુસાફરો અને 4 કેબિન ક્રૂ હતા. તપાસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલા બે લોકો પાયલટ અને કો-પાયલટ છે. હજુ આધિકારિક પુષ્ટિ નથી થઈ પણ મૃત્યુ અને ઘાયલોની સંખ્યા આ જ છે.

લાગાર્ડિયા એરપોર્ટે તેના ઓફિશિયલ X (ટ્વિટર) હેન્ડલ પર જણાવ્યું કે “એર કેનેડા તરફથી ઓપરેટ થતી જેઝ એવિએશનની એક ફ્લાઈટ લાગાર્ડિયા એરપોર્ટના રનવે 4 પર અકસ્માતનો શિકાર થઈ. વિમાને પોર્ટ ઓથોરિટીના એરક્રાફ્ટ રેસ્ક્યુ અને ફાયરફાઈટિંગ વાહનને ટક્કર મારી, જે એક અલગ ઘટના પર રિસ્પોન્ડ કરી રહ્યું હતું.

Join Our WhatsApp Group

ઈમર્જન્સી રિસ્પોન્સ પ્રોટોકોલ તરત ચાલુ કરાયા. પોર્ટ ઓથોરિટી પોલીસ, એજન્સીના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાથે ઘટના સ્થળ પર છે. તપાસ અને રિસ્પોન્સને સરળ બનાવવા એરપોર્ટને હાલ બંધ કરી દેવામાં આવ્યું છે.”

એરપોર્ટે વધુ જણાવ્યું કે પોર્ટ ઓથોરિટી પોલીસ, એરલાઈન પાર્ટનર્સ અને ફેડરલ અથોરિટીઝ સાથે મળીને કામ કરી રહી છે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD)એ લાગાર્ડિયા એરપોર્ટ જતા બધા રસ્તાઓ અને હાઈવેને આગળની સૂચના સુધી બંધ કરી દીધા છે. પોલીસે આ વિસ્તારમાં જવાથી બચવાની સલાહ આપી છે.

આ પણ વાંચો – પશ્ચિમ એશિયા યુદ્ધ પર પીએમ મોદીનું સંબોધન : ‘ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા, તેલ-અનાજનો પૂરો પ્રબંધ’

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પશ્ચિમ એશિયા યુદ્ધ પર પીએમ મોદીનું સંબોધન : ‘ભારતીયોની સુરક્ષા પ્રાથમિકતા, તેલ-અનાજનો પૂરો પ્રબંધ’
Next: હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન : જાણો શું કહ્યું

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.