Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

gujaratex@gmail.com April 16, 2026
Raghav Chadha BJP

હાલના દિવસોમાં રાજકીય વર્તુળોમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને સંસદમાં પોતાના પ્રશ્નોને લઈને રાઘવ ચઢ્ઢાની ચર્ચા થઈ રહી છે. જો કે પાછળથી આમ આદમી પાર્ટી દ્વારા રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર પદેથી હટાવી દેવામાં આવતા તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.

જો કે હજુ સુધી રાઘવ ચઢ્ઢાએ આ સંદર્ભે કોઈ સત્તાવાર એલાન નથી કર્યું, પરંતુ ભાજપ તરફથી પહેલીવાર અટકળોનો જવાબ આપવામાં આવ્યો છે.

હકીકતમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનોજ તિવારાને પૂછવામાં આવ્યું હતું કે, શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં આવી રહ્યા છે?

Join Our WhatsApp Group

આ પ્રશ્નનો જવાબ આપતા મનોજ તિવારીએ જણાવ્યું કે, આમ તો ભાજપના દરવાજા ખુલ્લા જ છે, પરંતુ રાઘવ ચઢ્ઢા વિશે પૂછવામાં આવતા, ભાજપ સાંસદે જણાવ્યું હું નથી જાણતો.

આમ પણ લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. જે બાદ તરત જ કેન્દ્ર સરકારે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપી દીધી. આ પગલાં પછી રાઘવ ચઢ્ઢા અને આપ વચ્ચે મતભેદ સ્પષ્ટ દેખાવા લાગ્યા છે, જ્યારે ભાજપ અને રાઘવ વચ્ચે સંબંધો સુધરતા જણાઈ રહ્યા છે.

મનોજ તિવારીએ આમંત્રણ આપતા કહ્યું કે, રાજ્યસભામાં સાથી તરીકે તેઓ આવે અને સપોર્ટ કરે—તેમનું સ્વાગત છે. તેમણે હળવાશમાં કહ્યું કે, કોઈ દિવસ ચા પીવા આવશે તો વાત કરીશું; ચા પછી ઘણી બાબતો થઈ જાય છે.

જ્યારે મનોજ તિવારીને પૂછવામાં આવ્યું કે, રાઘવ ચઢ્ઢા આપ પાર્ટીમાંથી દૂર કેમ જઈ રહ્યા છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, તેની પાછળ અરવિંદ કેજરીવાલની કામ કરવાની નીતિ હોઈ શકે છે. બન્ને વચ્ચે કંઈક તો ગરબડ છે, પરંતુ તે હજુ સુધી સામે નથી આવી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ
Next: “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Related News

BABA (70)

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે

gujaratex@gmail.com July 15, 2026
BABA (64)

અયોધ્યા બાદ હવે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં દાનચોરી : શરૂ કરાયું પૈસા ગણતરીનું લાઈવ પ્રસારણ

gujaratex@gmail.com July 13, 2026
BABA (62)

ઓસ્ટ્રેલિયામાં વડતાલધામ સીડનીની સેવાઓનું સન્માન : ધારાસભ્ય વોરેન કીર્બીએ સંસ્થાને અર્પણ કરી $૧ લાખની કોમ્યુનિટી વાન

gujaratex@gmail.com July 12, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.