Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

gujaratex@gmail.com April 16, 2026
1

Ahmedabad Civic Poll 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ગંઈકાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જો કે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઘણી જગ્યાએ રાજકીય ડ્રામા સર્જાયો હતો. જો અમદાવાદની જ વાત કરીએ તો મનપાના ચારેક વોર્ડમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે મતદાન પૂર્વે જ કોંગ્રેસના હાથમાંથી 6 બેઠકો સરકી ગઈ છે.

આ સંદર્ભે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, ભાજપના ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ધાક-ધમકી આપવામાં આવી રહી છે.

એવામાં શહેરના થલતેજ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર રમિલાબેન ઠાકોર અને સરખેજ વોર્ડના વારિસ સૈયદે અંતિમ ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેના કારણે આ બન્ને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.

Join Our WhatsApp Group

અગાઉ સરખેજ વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે પણ ફોર્મ પરત ખેંચીને ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા છે. આમ આ ત્રણેય બેઠકો કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે.

આવી જ રીતે ચાંદલોડિયા વોર્ડમાંથી ઉભા રહેલા કોંગ્રેસ ઉમેદવાર પ્રદીપ પટેલે એક દિવસ અગાઉ ફોર્મ પરત ખેંચવા માટે પોતાને ધમકી મળી રહી હોવાના વીડિયો વાયરલ કર્યાં હતા. જો કે બુધવારે તેમણે ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. આ સિવાય વાસણા બેઠક પર OBC મહિલા અનામતની બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે સમયસર ફોર્મ જ નહતુ ભર્યું. આમ અમદાવાદ મનપાની આ 6 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો ના લડવાની સ્થિતિમાં આ બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં 18 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં, પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે
Next: શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.