Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ: 23 દર્દીઓમાંથી 10ના મોત, ઓડિશામાં શોકનો માહોલ

ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ: 23 દર્દીઓમાંથી 10ના મોત, ઓડિશામાં શોકનો માહોલ

gujaratex@gmail.com March 16, 2026
1

કટક : ઓડિશાના SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 10 દર્દીઓના મોત નીપજ્યા છે અને અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આગની લપેટમાં ICU વોર્ડ પણ આવી ગયો હતો, જ્યાં ઘણા દર્દીઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

મળતી માહિતી અનુસાર, સવારે લગભગ 3 વાગ્યે આગ લાગી હતી. જોતજોતામાં આગની લપેટમાં ટ્રોમા કેર સેન્ટરનો મોટો ભાગ આવી ગયો હતો. આ વોર્ડમાં 23 દર્દીઓ દાખલ હતા, જેમાંથી બચાવ અભિયાન શરૂ થાય તે પહેલાં જ 7 દર્દીઓના મોત નીપજ્યા હતા. બાકીના ત્રણ દર્દીઓ ગુંગળામણ અને દાઝવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક પહોંચીને અનેક દર્દીઓને બચાવી શકી હતી.

મુખ્યમંત્રી મોહન માઝીએ ઘટનાસ્થળે પહોંચીને પીડિત પરિવારોને મળીને સાંત્વના આપી હતી. તેમણે રેસ્ક્યૂ અને સારવારના કાર્યોનું નિરીક્ષણ કર્યું અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તમામ સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ આ ઘટનાની ઊંડી તપાસના આદેશ પણ આપ્યા છે અને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

Join Our WhatsApp Group

આ ઘટના ફરી એક વખત હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઈમર્જન્સી વ્યવસ્થાની ગંભીરતા પર પ્રશ્નો ઉભા કરે છે. ઓડિશા સરકારે તાત્કાલિક રાહત અને સારવારના તમામ પ્રયાસો શરૂ કર્યા છે.

આ પણ વાંચો – Exclusive breaking : ગુજરાત પોલીસમાં મોટા પાયે હલચલ, અંદાજે 850 PIના જિલ્લા ફેરબદલના આદેશ ટૂંક સમયમાં

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: Exclusive breaking : ગુજરાત પોલીસમાં મોટા પાયે હલચલ, અંદાજે 850 PIના જિલ્લા ફેરબદલના આદેશ ટૂંક સમયમાં
Next: સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.