Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર

gujaratex@gmail.com March 16, 2026
1

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં નાની તકરારને કારણે ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચાર સગીરોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલો વિદ્યાર્થી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની બોર્ડની મહત્વની પરીક્ષા છૂટી જતાં એક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, ઘટના થોડા દિવસ પહેલાં બની હતી. વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત રીતે બેઠેલા ચાર સગીરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી છે.

વિદ્યાર્થીના પિતાએ આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે કે હુમલો કરનાર સગીરોએ અગાઉની નાની ટક્કરનો ખાર રાખીને ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ચપ્પુ મંગાવ્યા હતા. તેમણે કહ્યું કે આ સગીરોમાં ગુનાહિત માનસિકતા વિકસી રહી છે અને આવા હુમલા રોકવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.

Join Our WhatsApp Group

પાંડેસરા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી અને હુમલો કરનારા ચારેય સગીરોને ઝડપી લીધા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આમાંથી બે સગીરો હાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, જ્યારે બાકીના બે રખડતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ હથિયારો ખરેખર ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં.

પરિવારજનોની માંગ છે કે આવા હિંસક માનસિકતા ધરાવતા સગીરો સામે સખત કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકી શકાય. આ ઘટના ફરી એક વખત શાળા આસપાસની સુરક્ષા અને યુવાનોમાં વધતી હિંસક વૃત્તિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ પણ વાંચો – ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ: 23 દર્દીઓમાંથી 10ના મોત, ઓડિશામાં શોકનો માહોલ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ: 23 દર્દીઓમાંથી 10ના મોત, ઓડિશામાં શોકનો માહોલ
Next: ગ્રામિણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમ અંગે પ્રશ્નો: સોલ્ડી ગામની Cosmos Feed Care ફેક્ટરી પર નિયમન અને પર્યાવરણ મુદ્દે ચર્ચા

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.