Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઓડિશા: બેંકના નિયમોની જડતા સામે એક ભાઈની લાચારી, મૃત બહેનનું કંકાલ લઈને બેંક પહોંચતા મચ્યો ખળભળાટ

ઓડિશા: બેંકના નિયમોની જડતા સામે એક ભાઈની લાચારી, મૃત બહેનનું કંકાલ લઈને બેંક પહોંચતા મચ્યો ખળભળાટ

gujaratex@gmail.com April 28, 2026
BABA (12)
  • ઓડિશા: સિસ્ટમની ક્રૂરતા! મૃત બહેનના ખાતામાંથી પૈસા કાઢવા માટે પુરાવો માંગ્યો, તો ભાઈ કબર ખોદીને ‘કંકાલ’ બેંકમાં લઈ આવ્યો

નવી દિલ્હી/ક્યોંઝર: ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં સોમવારે (૨૭ એપ્રિલ) એક એવી ઘટના બની જેણે વહીવટી તંત્ર અને બેંકિંગ વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક આદિવાસી વ્યક્તિ પોતાની મૃત બહેનના બેંક ખાતામાં જમા થયેલા પૈસા કાઢવા માટે પુરાવા તરીકે બહેનનું કંકાલ (હાડપિંજર) લઈને બેંક પહોંચ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

ક્યોંઝર જિલ્લાના પટના બ્લોક સ્થિત ઓડિશા ગ્રામીણ બેંકની માલીપોસી શાખામાં ૫૦ વર્ષીય જીતૂ મુંડા નામના વ્યક્તિ પોતાની મોટી બહેન કાલરા મુંડાના ખાતામાંથી ૨૦,૦૦૦ રૂપિયા ઉપાડવા માંગતા હતા. કાલરા મુંડાનું મૃત્યુ ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ થઈ ગયું હતું. જીતૂ મુંડા અભણ હોવાથી તેમને કાયદેસરના વારસદાર કે નોમિનીની પ્રક્રિયા વિશે કોઈ જાણકારી નહોતી.

Join Our WhatsApp Group

લાચારીમાં ઉઠાવ્યું મોટું પગલું

જીતૂ મુંડાએ પત્રકારોને જણાવ્યું કે, ‘હું અનેકવાર બેંકમાં ગયો, પરંતુ અધિકારીઓએ કહ્યું કે પૈસા કાઢવા હોય તો ખાતાધારકને સાથે લાવો. મેં તેમને ઘણી વિનંતી કરી કે મારી બહેન મરી ગઈ છે, પણ તેઓ માન્યા નહીં અને બહેનને બેંક લાવવા પર ભાર મૂકતા રહ્યા. અંતે મજબૂરીમાં મેં કબર ખોદી અને પુરાવા તરીકે બહેનનું કંકાલ બેંકમાં લઈ આવ્યો.’

બેંકમાં મચી ગઈ નાસભાગ

જ્યારે જીતૂ મુંડા કંકાલ સાથે બેંકમાં પ્રવેશ્યા અને પ્રદર્શન શરૂ કર્યું, ત્યારે બેંક અધિકારીઓ ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે બેંક અધિકારીઓ જીતૂને યોગ્ય રીતે પ્રક્રિયા સમજાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ જીતૂ પાસે મૃત્યુનું પ્રમાણપત્ર માંગતા હતા, જે તે સમજી શક્યો નહોતો.

પોલીસ અને તંત્રની મધ્યસ્થી

ઘટનાની જાણ થતા પટના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કિરણ પ્રસાદ સાહુ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જીતૂ મુંડાને આશ્વાસન આપ્યું છે કે પોલીસ અને વહીવટી તંત્ર તેમને બહેનના ખાતામાંથી પૈસા અપાવવામાં મદદ કરશે. પોલીસની હાજરીમાં કંકાલને ફરીથી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યું છે.

એકમાત્ર વારસદાર જીતૂ મુંડા

બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલરા મુંડાના ખાતામાં જે નોમિની હતા તેમનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે, જેના કારણે જીતૂ મુંડા જ આ રકમના એકમાત્ર કાયદેસરના દાવેદાર છે. સ્થાનિક બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) એ પણ આ મામલે તપાસ કરી જીતૂ મુંડાને વહેલી તકે રકમ મળી રહે તે માટે બેંકને નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો – બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બંગાળ ચૂંટણીમાં મોદીનો છેલ્લો દાવ : મતદારોને પત્ર લખી રામ મંદિર અને ‘વિકસિત બંગાળ’નો સંકલ્પ દોહરાવ્યો
Next: દિલ્હી : ભાજપા સરકાર બન્યાના એક વર્ષ પછી પણ મહિલાઓને ન મળ્યા મોદીની ગેરંટીના ૨,૫૦૦ રૂપિયા

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.