Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઇઝરાયલની સંસદમાં વિપક્ષે વોકઆઉટ કર્યું પરંતુ PM મોદી સાથે મિલાવ્યો હાથ

ઇઝરાયલની સંસદમાં વિપક્ષે વોકઆઉટ કર્યું પરંતુ PM મોદી સાથે મિલાવ્યો હાથ

gujaratex@gmail.com February 26, 2026
Nabanna1

ઇઝરાયલની સંસદ (નેસેટ)માં ભારતના પીએમ નરેન્દ્રના ઐતિહાસિક સંબોધન પૂર્વે એક અભૂતપૂર્વ રાજકીય વળાંક જોવા મળ્યો હતો. પીએમ મોદીના ભાષણની ગણતરીની મિનિટો પહેલા જ ઇઝરાયલના વિપક્ષી સાંસદોએ સદનમાંથી વોકઆઉટ કરી દેતા એક સમયે વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે, વિપક્ષે તુરંત સ્પષ્ટતા કરી હતી કે આ નારાજગી પીએમ મોદી સામે નહીં, પણ પોતાની સરકાર સામે છે.

કેમ સર્જાયો વિવાદ?

ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ સંસદના સ્પીકર અમીર ઓહાનાનો એક નિર્ણય હતો. પરંપરા મુજબ આવા વિશેષ સત્રમાં સુપ્રીમ કોર્ટના અધ્યક્ષને આમંત્રણ આપવાનું હોય છે, પરંતુ સ્પીકરે જસ્ટિસ આઈઝેક અમિતને બોલાવ્યા નહોતા. તેને ન્યાયતંત્રનું અપમાન ગણાવી વિપક્ષી દળોએ સ્પીકર અને નેતન્યાહૂ સરકારના વિરોધમાં વોકઆઉટ કર્યું હતું.

Join Our WhatsApp Group

પીએમ મોદી માટે પાછા આવ્યા વિપક્ષી નેતાઓ

રસપ્રદ વાત એ છે કે, વિપક્ષી નેતાઓએ પીએમ નેતન્યાહૂના ભાષણનો બહિષ્કાર કર્યો, પરંતુ જેવું પીએમ મોદીના સંબોધનનો સમય થયો, તેઓ સદનમાં પરત ફર્યા હતા. વિપક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે પીએમ મોદી સાથે હાથ મિલાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

લેપિડે મંચ પરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, આજે અહીં જે કંઈ પણ(વોકઆઉટ) થયું, તેને તમારી સાથે કોઈ લેવાદેવા નથી. અમે બધા જ તમારી લીડરશિપના પ્રશંસક છીએ.’

ראש ממשלת הודו מודי, המדינה כולה בישראל מעריכה את המנהיגות שלך, את החברות שלך, שהיית לצידנו בזמנים קשים. תודה שהגעת לכאן 🇮🇳🇮🇱 pic.twitter.com/qMVBYUPHkg

— יאיר לפיד – Yair Lapid (@yairlapid) February 25, 2026

નેતન્યાહૂ સરકાર સામે વિરોધ, પણ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

ઇઝરાયલની સંસદમાં પીએમ મોદીના સંબોધન પૂર્વે સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે વિપક્ષી પાર્ટીઓ ‘યેશ અતિદ’, ‘યિસરાઈલ બેઈતેનુ’ અને ‘દ ડેમોક્રેટ્સ’એ એકસૂરે ભારતીય વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. વિપક્ષી નેતાઓએ પીએમ મોદીને વિશ્વના સૌથી મહત્ત્વના નેતા અને ઇઝરાયલના સાચા મિત્ર ગણાવતા કહ્યું હતું કે, ‘જ્યારે અમારો દેશ સંકટમાં હતો ત્યારે ભારત અમારી સાથે મક્કમતાથી ઊભું રહ્યું હતું, જે બદલ અમે હંમેશા આભારી રહીશું. નેતા લેપિડે ભારત અને ઇઝરાયલ વચ્ચેની મિત્રતાને અતૂટ અને શાશ્વત ગઠબંધન ગણાવી પીએમ મોદીના નેતૃત્વને બિરદાવ્યું હતું, જે દર્શાવે છે કે આંતરિક રાજકીય ખેંચતાણ છતાં પીએમ મોદી અને નેતન્યાહૂના શાસન હેઠળ ભારત-ઇઝરાયલના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

સોશિયલ મીડિયા પર પણ દેખાયો પ્રેમ

સંસદમાં સ્વાગત કર્યા બાદ યાયર લેપિડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પણ પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે, સમગ્ર ઇઝરાયલ દેશ પીએમ મોદીની મિત્રતાની કદર કરે છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, ભારતના વડાપ્રધાનને સાંભળવા માટે આખું સદન આતુર હતું.

આ ઘટનાએ સાબિત કરી દીધું કે ઇઝરાયલના આંતરિક રાજકારણમાં ભલે ગમે તેટલા મતભેદ હોય, પરંતુ ભારત અને પીએમ મોદી પ્રત્યેના સન્માનમાં ત્યાંનો દરેક પક્ષ એકમત છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું નથી જળવાતું માન, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર
Next: મુસલમાનોને ‘ગોળી મારવા’ વાળા હિમંત બિસ્વા સરમાના વીડિયો પર કાયદો શું કહે છે?

Related News

BABA - 2026-06-02T124227.328

ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-02T122633.321

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T175625.124

‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

gujaratex@gmail.com June 2, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.