Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું નથી જળવાતું માન, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર

સાંસદ, મંત્રી અને ધારાસભ્યોનું નથી જળવાતું માન, રાજ્ય સરકારે બહાર પાડ્યો પરિપત્ર

gujaratex@gmail.com February 26, 2026
Nabanna1

Gandhinagar : ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં લોકપ્રતિનિધિઓના સન્માનને લઈને ફરી એકવાર વિવાદ અને ચર્ચા જાગી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા એક અત્યંત મહત્વનો પરિપત્ર બહાર પાડીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, જો સંસદસભ્યો, મંત્રીઓ કે ધારાસભ્યોના માન-સન્માનમાં કોઈ ચૂક થશે, તો તેને ગંભીર ગણીને કડક પગલાં લેવામાં આવશે.

કેમ પડ્યો પરિપત્રનો ફાળો?

સરકારના ધ્યાને આવ્યું કે, અગાઉ વર્ષ 2018 અને 2021માં આ બાબતે અનેક સૂચનાઓ આપવા છતાં, અમુક અધિકારીઓ લોકપ્રતિનિધિઓ સાથે વિવેકપૂર્ણ વ્યવહાર કરતા નથી. જાહેર હિસાબ સમિતિએ પણ આ બાબતે ગંભીર નોંધ લીધી હતી કે સરકારી કાર્યક્રમોમાં લોકપ્રતિનિધિઓની અવગણના કરવામાં આવે છે અથવા તેમને યોગ્ય પ્રોટોકોલ મળતો નથી.

Join Our WhatsApp Group

આ બાબતોનો ખ્યાલ રાખવા આદેશ

મંત્રીઓના જિલ્લા પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેમને ગરિમાપૂર્ણ આવકાર આપવો.

જિલ્લા તંત્ર દ્વારા સરકારી કાર્યક્રમોના આયોજન વખતે જે-તે જિલ્લાના પ્રભારી મંત્રીને સંકલનમાં રાખીને કાર્યક્રમોનું આયોજન કરવું.

જનપ્રતિનિધીઓની જાહેર કાર્યક્રમમાં તેમજ સરકારી કચેરીઓની મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓએ તેમનું માન જળવાય અને વિવેકપૂર્ણ વ્યવહાર થાય તે અંગે ખાસ ધ્યાન રાખવું. તેમને રાહ જોવડાવ્યા વિના તુરત જ આવકારી, તેમની રજૂઆતો સાંભળવી / રજૂઆતો અંગે ચર્ચા કરવી. આ ઉપરાંત, વંચાણે લીધેલ ક્રમાંક-01 થી 04 પરના પરિપત્રોની સૂચનાઓનો આથી ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે. આ સૂચનાઓના ભંગની ફરિયાદ ગંભીર લેખાશે અને તે માટે જવાબદાર સામે નિયમોનુસાર પગલાં લેવામાં આવશે.

શિસ્તભંગના પગલાંની ચીમકી

સામાન્ય વહીવટ વિભાગે આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે, જો ભવિષ્યમાં આ સૂચનાઓના ભંગની કોઈ ફરિયાદ આવશે, તો તેને સેવામાં ગંભીર બેદરકારી ગણવામાં આવશે. જવાબદાર અધિકારી કે કર્મચારી સામે નિયમોનુસાર શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઉનામાં નકલી બીએડ કોલેજ પકડાઈ! NCTEના મંજૂરી પત્ર જ બોગસ
Next: ઇઝરાયલની સંસદમાં વિપક્ષે વોકઆઉટ કર્યું પરંતુ PM મોદી સાથે મિલાવ્યો હાથ

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.