Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: રાજ્યના 6 પોલીસ અધિકારીઓને મળ્યું IPS પ્રમોશન

ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: રાજ્યના 6 પોલીસ અધિકારીઓને મળ્યું IPS પ્રમોશન

gujaratex@gmail.com July 2, 2026
BABA (40)

ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગ માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ સેવાના (SPS) 6 સિનિયર અધિકારીઓને પ્રમોશન આપીને તેમને ભારતીય પોલીસ સેવા (IPS) કેડરમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારના નોટિફિકેશન મુજબ, ‘સિલેક્ટ લિસ્ટ 2025’ અંતર્ગત નીચે મુજબના 6 અધિકારીઓને IPS તરીકે બઢતી આપવામાં આવી છે.

  • રાજદીપસિંહ એન. નકુમ
  • ભરતકુમાર બી. રાઠોડ
  • પ્રફુલ વી. વાણિયા
  • રાજેશકુમાર ટી. પરમાર
  • કલ્પેશકુમાર એમ. ચાવડા
  • રાકેશ ડી. દેસાઈ

હાઇકોર્ટે ઉઠાવ્યા હતા સવાલ અને 7 જ દિવસમાં મળ્યું પ્રમોશન!

Join Our WhatsApp Group

આ પ્રમોશન લિસ્ટમાં સૌથી વધુ ચર્ચા DCP રાજદીપસિંહ નકુમની થઈ રહી છે. તાજેતરમાં જ સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત ડિમોલિશન મામલે હાઇકોર્ટે વહીવટીતંત્રની ભૂમિકા સામે લાલ આંખ કરી હતી. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સીધો અને વેધક સવાલ ઉઠાવ્યો હતો કે આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન DCP નકુમ ત્યાં કેમ હાજર હતા? આ ટિપ્પણીથી સમગ્ર મામલામાં અનેક આશંકાઓ જન્મી હતી.

હવે સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ ઊભો થયો છે કે, જે અધિકારીની હાજરી અને કાર્યવાહી સામે ખુદ ગુજરાત હાઈકોર્ટ પ્રશ્નો પૂછી રહી હોય, તેમને આ ઘટનાના માત્ર 7 જ દિવસમાં સરકાર દ્વારા પ્રમોશન આપીને IPS કેડર ફાળવી દેવામાં આવતા આ નિર્ણય સામે અનેક સવાલો ઉભા થયા છે.

એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે તમામ અધિકારીઓ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, આ તમામ અધિકારીઓની નિમણૂક રાષ્ટ્રપતિની અંતિમ મંજૂરીથી કરવામાં આવી છે. ‘ઇન્ડિયન પોલીસ સર્વિસ (પ્રોબેશન) રૂલ્સ, 1954’ મુજબ આ તમામ નવા પ્રમોટ થયેલા અધિકારીઓ હાલ એક વર્ષ માટે પ્રોબેશન પિરિયડ પર રહેશે અને નિયમોનુસાર તેમની જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ મેળવશે.

આ પણ વાંચો – ભારતીય સશસ્ત્ર દળોમાં મોટી નિમણૂકો: સેનાને મળ્યા બે નવા કમાન્ડર, CISC ના નવા ચીફની પણ કરાઈ નિમણૂક

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ભારતીય સશસ્ત્ર દળોમાં મોટી નિમણૂકો: સેનાને મળ્યા બે નવા કમાન્ડર, CISC ના નવા ચીફની પણ કરાઈ નિમણૂક
Next: અમદાવાદમાં હિસ્ટ્રીશીટર કલીમનો પોલીસ પર જીવલેણ હુમલો: JCP શરદ સિંઘલ ઈજાગ્રસ્ત, સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.