Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદમાં હિસ્ટ્રીશીટર કલીમનો પોલીસ પર જીવલેણ હુમલો: JCP શરદ સિંઘલ ઈજાગ્રસ્ત, સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી

અમદાવાદમાં હિસ્ટ્રીશીટર કલીમનો પોલીસ પર જીવલેણ હુમલો: JCP શરદ સિંઘલ ઈજાગ્રસ્ત, સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી

gujaratex@gmail.com July 2, 2026
BABA (41)

અમદાવાદ શહેરના ચંડોલા તળાવ વિસ્તારમાં ગુરુવારે એક નાટકીય ઘટનાક્રમ સર્જાયો હતો. ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયેલા હિસ્ટ્રીશીટર કલીમની પૂછપરછ દરમિયાન તેણે અચાનક પોલીસ અધિકારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્વબચાવમાં JCPએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઈસનપુર વિસ્તારનો રહેવાસી અને 30થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હિસ્ટ્રીશીટર કલીમ ગેરકાયદેસર હથિયારો સાથે હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન કલીમને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ચાર ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.

ધરપકડ બાદ કલીમને વધુ પૂછપરછ માટે લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન JCP શરદ સિંઘલ અને પોલીસ ઈન્સ્પેક્ટર ઘાસુરા તેની પૂછપરછ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન કલીમ અચાનક આક્રમક બની ગયો હતો અને નજીકમાં પડેલો રસોડાનો ચપ્પુ ઉઠાવી અધિકારીઓ પર હુમલો કર્યો હતો.

Join Our WhatsApp Group

આ હુમલામાં JCP શરદ સિંઘલના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા અને પોતાના જીવ પર તાત્કાલિક ખતરો ઊભો થતાં JCPએ સ્વબચાવના ભાગરૂપે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કલીમના પગમાં ગોળી વાગી હતી.

ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને આરોપી બંનેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વિસ્તારનો કબજો સંભાળી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

JCP શરદ સિંઘલે શું કહ્યું?

ઘટના અંગે JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે આરોપીને ખબર નહોતી કે તેઓ JCP ક્રાઈમ છે, કારણ કે તેઓ સાદા કપડામાં હતા. તેમણે મીડિયાને અપીલ કરતાં કહ્યું કે આ ઘટનાને “JCP પર હુમલો કરવાની હિંમત” તરીકે રજૂ ન કરવામાં આવે.

JCPના જણાવ્યા અનુસાર, આરોપીની તલાશી અગાઉ જ લેવામાં આવી હતી. જોકે, તે ડ્રગ્સના નશામાં હોવાનું જણાતું હતું અને તેણે બાજુમાં પડેલો રસોડાનો ચપ્પુ ઉઠાવી તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેમના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ સ્વબચાવમાં તેમણે આરોપીના પગ પર ગોળી ચલાવી હતી.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: રાજ્યના 6 પોલીસ અધિકારીઓને મળ્યું IPS પ્રમોશન

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: રાજ્યના 6 પોલીસ અધિકારીઓને મળ્યું IPS પ્રમોશન
Next: અમદાવાદ કોંગ્રેસમાં વિપક્ષના નેતાને લઈને ઘમાસાણ : નીરવ બક્ષીના નામે વિવાદ, 12 કોર્પોરેટરોના રાજીનામાની ધમકી

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.