Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું આકસ્મિક નિધન: ભાઈ અખિલેશ યાદવે વ્યક્ત કરી સંવેદના, જાણો શું કહ્યું ડોક્ટરે?

મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું આકસ્મિક નિધન: ભાઈ અખિલેશ યાદવે વ્યક્ત કરી સંવેદના, જાણો શું કહ્યું ડોક્ટરે?

gujaratex@gmail.com May 13, 2026
8

લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર છવાઈ ગઈ છે. પ્રતીક યાદવ ભાજપના નેતા અને રાજ્ય મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવના પતિ હતા.

હોસ્પિટલ લાવતા પહેલા જ થયું નિધન

પરિવારના નજીકના લોકોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવની તબિયત અચાનક બગડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર દેવેશ ચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, “તેમને સવારે ૫:૫૫ કલાકે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ મૃત અવસ્થામાં હતા. પોલીસને જાણ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે KGMU મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.”

Join Our WhatsApp Group

અખિલેશ યાદવની ભાવુક પ્રતિક્રિયા

પોતાના ભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે, “શ્રી પ્રતીક યાદવના નિધનના સમાચાર હચમચાવી દેનારા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.”

મીડિયા સાથે વાત કરતા અખિલેશ યાદવે જણાવ્યું કે, “હું પ્રતીકને બાળપણથી જાણતો હતો. થોડા દિવસો પહેલા જ અમારી મુલાકાત થઈ હતી, ત્યારે મેં તેને સ્વાસ્થ્ય અને કારોબાર પર ધ્યાન આપવા કહ્યું હતું. ક્યારેક આર્થિક નુકસાન માણસને અંદરથી તોડી નાખતું હોય છે. તે જીવનમાં ઘણું કામ કરવા માંગતો હતો, તેનું જવું અત્યંત દુઃખદ છે.”

રાજકીય મહાનુભાવોએ આપી શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ: તેમણે પ્રતીક યાદવના નિધનને અત્યંત દુઃખદ ગણાવતા શોક સંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય: તેમણે પણ ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

કોણ હતા પ્રતીક યાદવ?

પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા (સાધના ગુપ્તાનું ૨૦૨૨માં નિધન થયું હતું). પ્રતીક યાદવ વ્યવસાયે બિઝનેસમેન હતા અને ફિટનેસના ખૂબ શોખીન હતા. તેમણે ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧માં તેમના લગ્ન અપર્ણા બિષ્ટ (યાદવ) સાથે થયા હતા, જેઓ હાલમાં ભાજપમાં સક્રિય છે.

આ પણ વાંચો – CBI ચીફની પસંદગીમાં ઘમાસાણ: રાહુલ ગાંધીએ પીએમ મોદીને સોંપ્યો ‘અસંમતિ પત્ર’, પ્રક્રિયાને ગણાવી પક્ષપાતી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: CBI ચીફની પસંદગીમાં ઘમાસાણ: રાહુલ ગાંધીએ પીએમ મોદીને સોંપ્યો ‘અસંમતિ પત્ર’, પ્રક્રિયાને ગણાવી પક્ષપાતી
Next: ઇંધણ બચત માટે ગુજરાત પોલીસ સક્રિય, DGPના કડક આદેશ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.