Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • 27% OBC અનામત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : આવતીકાલે ચુકાદો, ચૂંટણીઓ લંબાશે?

27% OBC અનામત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : આવતીકાલે ચુકાદો, ચૂંટણીઓ લંબાશે?

gujaratex@gmail.com April 9, 2026
BABA - 2026-04-09T195252.832

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર અચાનક કાયદાકીય અવરોધ આવ્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આવતીકાલે, 10 એપ્રિલ 2026ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મહત્ત્વની સુનાવણી થવાની છે.

આ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં અપાયેલી 27% OBC અનામતને પડકારવામાં આવી છે. અરજદારે માંગ કરી છે કે અનામતની આ નીતિ અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા અટકાવવી જોઈએ.

મુખ્ય ત્રણ મુદ્દા જે કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યા છે

Join Our WhatsApp Group

1. ટ્રિપલ ટેસ્ટનું પાલન : સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દેશ મુજબ અનામત આપતા પહેલા ટ્રિપલ ટેસ્ટ (સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાતપણું)નું યોગ્ય પાલન થયું છે કે નહીં?

2. 50% અનામતની મર્યાદા: SC, ST અને OBC અનામત મળીને કુલ 50%ની મર્યાદા વટાવી રહી છે કે નહીં?

3. ઝવેરી કમિશનનો અહેવાલ: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે બેઠકોની ફાળવણી કેટલી તર્કસંગત અને બંધારણીય છે?

ચૂંટણી પર અસર

રાજ્ય ચૂંટણી આયોગે એપ્રિલ 2026ના અંતમાં 15 મહાનગરપાલિકાઓ સહિત અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો સુપ્રીમ કોર્ટ આ મામલે સ્ટે (Stay) આપે છે તો આ ચૂંટણીઓ લાંબા સમય માટે મુલતવી રહી શકે છે.

ખાસ વાત એ છે કે (PESA) વિસ્તારોમાં અનામત હજુ પણ માત્ર 10% જ રાખવામાં આવી છે, જે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

હાલમાં રાજ્યના તમામ રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોની નજર સુપ્રીમ કોર્ટના આવતીકાલના નિર્ણય પર ટકેલી છે. કારણ કે આ ચુકાદો માત્ર અનામતની નીતિને જ નહીં, પરંતુ આગામી સ્થાનિક ચૂંટણીઓનું સમગ્ર ગણિત પણ બદલી શકે છે.

આ પણ વાંચો – COP33ની મેજબાનીમાંથી કેન્દ્ર પાછું હટ્યું; શું પીએમ મોદીની છબી કારણભૂત? કોંગ્રેસનો હુમલો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: COP33ની મેજબાનીમાંથી કેન્દ્ર પાછું હટ્યું; શું પીએમ મોદીની છબી કારણભૂત? કોંગ્રેસનો હુમલો
Next: માત્ર 10 રૂપિયા આપીને બાળકનું અપહરણ : બનાસકાંઠામાં બાળ તસ્કરી ગેંગનો ખુલાસો

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.