Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • માત્ર 10 રૂપિયા આપીને બાળકનું અપહરણ : બનાસકાંઠામાં બાળ તસ્કરી ગેંગનો ખુલાસો

માત્ર 10 રૂપિયા આપીને બાળકનું અપહરણ : બનાસકાંઠામાં બાળ તસ્કરી ગેંગનો ખુલાસો

gujaratex@gmail.com April 9, 2026
Untitled

બનાસકાંઠા જિલ્લામાં બાળ તસ્કરીનું એક ગંભીર આંતરરાજ્ય રેકેટ સામે આવ્યું છે, જેણે આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. વડગામ તાલુકાના ધનાપુરા ગામમાંથી અજાણ્યા તસ્કરોએ માત્ર 10 રૂપિયાની લાલચ આપીને 4 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી લીધું હતું. જોકે, પોલીસની ત્વરિત અને સઘન કાર્યવાહીને કારણે ગણતરીના કલાકોમાં બાળકને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

6 એપ્રિલ, 2026ના રોજ બપોરે ધનાપુરા ગામે રાજસ્થાનના પાલી જિલ્લાના સુઝારામ રાણારામ ભીલ પોતાના પરિવાર સાથે ભિક્ષા માટે આવ્યા હતા. જ્યારે તેઓ ભિક્ષા માટે ગયા ત્યારે તેમના નાના બાળકો એકલા હતા. આ સમયનો લાભ લઈને એક અજાણ્યા વ્યક્તિએ 4 વર્ષના બાળક શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમારને 10 રૂપિયા આપીને ગાડીમાં બેસાડીને અપહરણ કરી લીધું હતું.

ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે તુરંત ઓપરેશન દેવ શરૂ કર્યું. પોલીસની 7 અલગ-अલગ ટીમોએ 50થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી અને માત્ર થોડા કલાકોમાં અપહૃત બાળકને વડગામ તાલુકાના મેપડા ગામેથી છોડાવી લીધો.

Join Our WhatsApp Group

આરોપીઓ અને તેમની કબૂલાત

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે

શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર (રહે. મેપડા, તા. વડગામ)
પાબુ ઉર્ફે બાબુ મુંગળાભાઈ મેતાભાઈ ભગોરા (રહે. ખાપરા, તા. અમીરગઢ)

પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત  

તેઓ અગાઉ એક મહિનાના નવજાત બાળકને 1 લાખ રૂપિયામાં હિન્દી ભાષી વ્યક્તિને વેચી દીધું હતું.
યુવતીઓના સોદા કરીને તેમના લગ્ન કરાવીને પૈસા કમાતા હતા.
આ બાળકને પણ ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં વેચવા માટે અપહરણ કર્યું હતું.

બનાસકાંઠા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ રેકેટમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આ ઘટના બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટ તરફ નિર્દેશ કરે છે અને બાળકોની સુરક્ષા માટે વધુ સતર્કતાની જરૂરિયાત દર્શાવે છે.

આ પણ વાંચો- 27% OBC અનામત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : આવતીકાલે ચુકાદો, ચૂંટણીઓ લંબાશે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: 27% OBC અનામત પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી : આવતીકાલે ચુકાદો, ચૂંટણીઓ લંબાશે?
Next: ‘મારી સાથે આવી રીતે વાત ન કરી શકો’- IAS અધિકારીની CEC જ્ઞાનેશ કુમાર સાથે તકરાર

Related News

BABA - 2026-06-10T170113.756

ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ

gujaratex@gmail.com June 10, 2026
Untitled

અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T173121.037

ગાંધીનગરમાં ACB નો સપાટો: મુખ્ય વિદ્યુત નિરીક્ષક પાસેથી 2.65 કરોડની અપ્રમાણસર મિલકત ઝડપાઈ

gujaratex@gmail.com June 1, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ગુજરાતમાં ‘ઓપન ડોર પૉલિસી’: પોલીસ મથકોમાં સાંજે 4 થી 6 અને ઉચ્ચ કચેરીઓમાં બપોરે 12 થી 2 સુધી ઉકેલાશે પ્રજાના પ્રશ્નો
  • સામાન્ય માણસને મોટી રાહત! ગુજરાત હાઇકોર્ટે કહ્યું- ગુનો સાબિત થયા વિના આખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવું એ અધિકારોનું ઉલ્લંઘન
  • મમતા બેનર્જી સામે ટીએમસીના 19 સાંસદોની બગાવત? શત્રુઘ્ન સિન્હા, યુસુફ પઠાન સહિત મોટા નામોની યાદીથી રાજકીય ખળભળાટ
  • ક્રાઇમ બ્રાન્ચની મહેનત પર પાણી: ‘વહીવટદાર’ જયપાલ રાણાની શહ પર સરદારનગરમાં ફરી મુંગડાનું જુગારધામ શરુ
  • કોંગ્રેસે મોદી સરકાર 3.0 ને ગણાવી ફેલ: ‘વચન Vs વાસ્તવિકતા’ નામે 75 પાનાંનું રિપોર્ટ કાર્ડ કર્યું જાહેર

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.