Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ચાંદખેડાની બે માસૂમ મોત : પોલીસનો ડર મોટો કે કાયદો?

ચાંદખેડાની બે માસૂમ મોત : પોલીસનો ડર મોટો કે કાયદો?

gujaratex@gmail.com May 18, 2026
BABA (64)
  • ચાંદખેડા ડબલ ડેથ મિસ્ટ્રી: માસૂમોના મોત પાછળ કયા કારણ જવાબદાર?
  • બે માસૂમ જીવ ગયા અને પોલીસ લાચાર? ચાંદખેડા કેસમાં FIR નોંધવામાં પોલીસને કયો ડર સતાવે છે?
  • “No Opinion” પાછળ છુપાઈ રહી છે તપાસ કે પોલીસ સામાજિક દબાણ સામે ઝૂકી રહી છે?

ચાંદખેડામાં અઢી મહિનાની રાહા અને ચાર વર્ષની મિસ્ટીના મોતને એક મહિનો વીતી ગયો, પરંતુ સવાલ આજે પણ એ જ છે. આ બે માસૂમ જીવ ગયા કેવી રીતે. પોસ્ટમોર્ટમમાં “No Opinion”, FSLમાં કોઈ ઝેર નહીં અને પોલીસની તપાસ હજુ Accidental Death સુધી સીમિત. શું આ જ અંતિમ સત્ય છે. કે સત્ય સુધી પહોંચવાની ઇચ્છા જ ક્યાંક ગાયબ છે.

એપ્રિલ 2026ના રોજ મારુતિ પ્લાઝા સોસાયટીમાં બનેલી આ ઘટના શરૂઆતથી જ અસામાન્ય હતી. એક જ ઘરમાં ખોરાક લીધા બાદ પરિવારના સભ્યો બીમાર પડે અને બે બાળકીઓના મોત થાય. શું આને સામાન્ય અકસ્માત કહીને આગળ વધી શકાય. શરૂઆતમાં ખીરા પર શંકા, પછી ફોરેન્સિકમાં કશું ન મળવું અને હવે કારણ અજ્ઞાત. શું તપાસ એટલી જ છે.

“No Opinion” એટલે અંત નહીં પરંતુ કાયદાકીય રીતે શરૂઆત. Code of Criminal Procedure સ્પષ્ટ કહે છે કે શંકાસ્પદ મૃત્યુમાં પોલીસને માત્ર Accidental Death સુધી સીમિત રહેવાનો અધિકાર નથી. પરિસ્થિતિ શંકા ઊભી કરે તો FIR નોંધાવવી અને સંપૂર્ણ ક્રિમિનલ તપાસ કરવી એ ફરજ છે. તો પછી સવાલ સીધો છે. અહીં FIR કેમ નથી?

Join Our WhatsApp Group

એક જ ઘટનામાં બે માસૂમ બાળકીઓના કરુણમોત. પરિવારના અન્ય સભ્યો બીમાર. કોઈ સ્પષ્ટ મેડિકલ કારણ નહીં. શું આ બધું મળીને પણ સંદેહ ઉભો કરતું નથી. કે પછી પોલીસ માટે સંદેહનો ધોરણ હવે બદલાઈ ગયો છે?

હકીકત એ છે કે આ કેસ માત્ર કાયદાનો નથી. આ કેસ સમાજના દબાણનો છે, મીડિયા ટ્રાયલનો છે, પીડિત પરિવાર છે, માસૂમ બાળકીઓ છે, સહાનુભૂતિનો માહોલ છે. આવી સ્થિતિમાં જો પોલીસ તપાસ પરિવારથી શરૂ કરે તો તરત જ પ્રશ્નો ઊભા થાય. શું પોલીસ આ જ ડરથી પાછળ પડી રહી છે.
સવાલ કડવો છે પરંતુ જરૂરી છે.

શું અમદાવાદ પોલીસને ડર છે કે જો તે આ કેસમાં અગ્રેસિવ તપાસ કરશે તો તેને મીડિયા, રાજકીય અને સામાજિક ટ્રાયલનો સામનો કરવો પડશે?

કારણ કે હકીકત એ છે કે કોઈપણ ક્રિમિનલ તપાસ closest circleથી શરૂ થાય છે. અને અહીં એ closest circle એટલે પરિવાર. પરંતુ શું પોલીસ એ દિશામાં જવા માટે તૈયાર છે. કે પછી સંવેદનશીલતાના નામે તપાસને નરમ બનાવવામાં આવી રહી છે?

સમાજમાં આપણે અનેક કડવા ઉદાહરણો જોયા છે. જ્યાં સત્ય બહાર આવ્યું ત્યારે બધું બદલાઈ ગયું. અંધશ્રદ્ધા, કુટુંબ દબાણ, બાળકી પ્રત્યેના ભેદભાવ. આ બધું હકીકત છે. તો પછી શું આ કેસમાં આ તમામ શક્યતાઓને અવગણવી જોઈએ.

પોલીસની ફરજ છે કે તે લાગણીઓ નહીં પરંતુ પુરાવા અને ઘટના પર ચાલે. જો પોલીસ એ જ નક્કી કરશે કે કઈ દિશામાં જવું સેફ છે તો કાયદાનો અર્થ શું રહેશે. કાયદો સહાનુભૂતિથી નહીં, પરંતુ સત્યથી ચાલે છે.

અમદાવાદ પોલીસની ક્ષમતા પર કોઈ સવાલ નથી. વર્ષો જૂના કેસ ઉકેલવાની તેની ક્ષમતા સાબિત છે. તો પછી આ કેસમાં જ આ સંકોચ કેમ? FIR નોંધાવીને સંપૂર્ણ તપાસ શરૂ કરવી એટલી મુશ્કેલ છે.

જો પોલીસ આવા કેસોમાં ડરશે તો આવતીકાલે દરેક સંવેદનશીલ કેસમાં એજ થશે. આજે બે માસૂમ બાળકીઓ છે, કાલે કદાચ કોઈ બીજો કેસ હશે. શું દરેક વખત સમાજના દબાણ સામે કાયદો પાછળ પડશે.

આ સ્થિતિમાં સૌથી મોટો ખતરો એ છે કે Accidental Death એક ઢાલ બની જાય. એક એવો રસ્તો જ્યાં તપાસ આગળ વધે નહીં અને સવાલો ક્યારેય પૂરા ન થાય. શું આ જ ન્યાય છે.

ભારતીય ન્યાય સંહિતા મુજબ જો બેદરકારી કે કોઈ પણ પ્રકારનો ગુનો હોય તો તેની તપાસ ફરજિયાત છે. પરંતુ તપાસ ત્યારે જ શક્ય બને જ્યારે કેસને અપરાધ તરીકે જોવામાં આવે. જો શરૂઆત જ અકસ્મિક તરીકે થશે તો અંત પણ એ જ રહેશે. અંતે સવાલ ખૂબ સીધો છે. પોલીસ શું બનવા માંગે છે. પરિસ્થિતિઓથી ડરતી સંસ્થા કે સત્ય સુધી પહોંચતી સંસ્થા?

ચાંદખેડાની આ ઘટના માત્ર એક કેસ નથી. આ એક પરીક્ષા છે. પોલીસની હિંમતની, કાયદાની પ્રાથમિકતાની અને સામાજિક પ્રેશર સામે ઉભા રહેવાની ક્ષમતાની.

બે માસૂમ જીવ ગયા છે. હવે સવાલ એ નથી કે કેસ સંવેદનશીલ છે કે નહીં. સવાલ એ છે. શું પોલીસમાં સત્ય સુધી પહોંચવાની હિંમત અને દાનત છે?

અભિષેક પાંડેય
સંપાદક, ગુજરાત એક્સક્લૂસિવ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં થયેલ ‘અકસ્મિક મોત’ પાછળ હત્યાની સાજિશ : ક્રાઇમ બ્રાંચ અમદાવાદ
Next: નોર્વેની પત્રકારે પૂછ્યું, ‘તમારા વડાપ્રધાન મુશ્કેલ સવાલોના જવાબ ક્યારે આપશે’, ભારતે આપ્યો જવાબ

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.