Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?

ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?

gujaratex@gmail.com April 17, 2026
BABA - 2026-04-17T175048.638

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા સાથે જોડાયેલા નેટવર્કમાં હવે એક નામ ખાસ ચર્ચામાં આવ્યું છે. SG2 ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતો સંદીપ પોતાની કામગીરી અને ભૂમિકાને લઈને ગંભીર સવાલોના ઘેરામાં આવ્યું છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, સંદીપ સરકારી કર્મચારી હોવા છતાં પોતાની નિયમિત ફરજ પર હાજર રહેતો નથી. ચર્ચા છે કે તે દર મહિને અંદાજે ₹25 હજાર ભરણરૂપે ચૂકવે છે, જેથી તેને ફરજ પર હાજરી આપવાની જરૂર ન પડે. આ પ્રકારની ગોઠવણ કેવી રીતે શક્ય બને છે અને તેના પાછળ કોણ છે તે મોટો પ્રશ્ન બની ગયો છે.

આ આક્ષેપો આટલામાં જ અટકી રહ્યાં નથી. માહિતી મુજબ, સંદીપ સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર દેશી દારૂના ધંધા સાથે સીધો જોડાયેલો છે અને ઉઘરાણીની જવાબદારી સંભાળી રહ્યો છે. દારૂના ઠેકાણાઓ પરથી નિયમિત વસૂલાત કરવી અને તે નેટવર્ક સુધી પહોંચાડવી તેની મુખ્ય ભૂમિકા હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Group

તે ઉપરાંત, સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે સંદીપનો ઉપયોગ માત્ર ઉઘરાણી પૂરતો મર્યાદિત નથી. સરદારનગરમાં તૈનાત એક અધિકારી માટે ટિફિન લાવવા અને લઈ જવાની ‘સેવા’ પણ તે જ સંભાળે છે. સરકારી કર્મચારી પાસેથી આવી કામગીરી લેવાઈ રહી હોવાના આક્ષેપો તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.

એક તરફ સરકારી પગાર લેતો કર્મચારી અને બીજી તરફ ગેરકાયદેસર નેટવર્કમાં સક્રિય ભૂમિકા ભજવતો હોવાના આક્ષેપો. આ વિસંગતતા માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ સમગ્ર તંત્ર માટે ચિંતાજનક છે. આ માત્ર શિસ્તભંગનો મુદ્દો નથી, પરંતુ સરકારી વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સીધો પ્રહાર છે.

સવાલ એ પણ ઊભો થાય છે કે એક કર્મચારી ખુલ્લેઆમ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો હોવા છતાં સંબંધિત વિભાગ અજાણ કેવી રીતે રહી શકે. શું આ માત્ર બેદરકારી છે કે ગોઠવણબદ્ધ રીતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?

આ પણ વાંચો – અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
Next: અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.