Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની લાંબી વાતચીત: હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવા પર ભાર

મોદી-ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની લાંબી વાતચીત: હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવા પર ભાર

gujaratex@gmail.com April 14, 2026
BABA - 2026-04-14T232450.729

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઈ છે. આ વાતચીત આશરે 40 મિનિટ સુધી ચાલી હતી. બંને નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ તેમજ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર વિસ્તૃત ચર્ચા કરી છે.

આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ વાતચીત બાદ કહ્યું કે, અમે દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. બંને નેતાઓએ મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ પર પણ વિસ્તારથી ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.

વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને વાતચીત દરમિયાન કહ્યું, “ભારતના લોકો તમને પ્રેમ કરે છે.”

Join Our WhatsApp Group

મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ આ વાતચીતની માહિતી આપી છે. તેમણે લખ્યું, “મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ-અલગ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં અમારી વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવા પર પણ ચર્ચા થઈ.”

આ વાતચીત આ વર્ષે બંને નેતાઓ વચ્ચે ત્રીજી વખત થઈ છે અને મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરેએ પણ આ વાતચીતને મહત્ત્વપૂર્ણ ગણાવી છે.

આ વાતચીતમાં બંને નેતાઓ વચ્ચે શાંતિ જાળવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં આખા વિશ્વની નજર આ વાતચીત અને મિડલ ઈસ્ટની સ્થિતિ પર ટકેલી છે.

આ પણ વાંચો – યુદ્ધની આર્થિક મારથી દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યો નકલી નોટોનો પ્લાન, અમદાવાદમાં ત્રણ ઝડપાયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના ‘તમાકુ તોડકાંડ’થી હલચલ
Next: ઝારખંડમાં પોલીસ સ્ટેશનના તમામ 28 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, જાણો શું છે કેસ

Related News

BABA - 2026-06-03T010352.871

દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T004753.093

વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T000642.100

ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ

gujaratex@gmail.com June 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી
  • વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે
  • ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ
  • પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર: ગુજરાતમાં ગરમીથી મોટી રાહત, આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’
  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.