Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • યુદ્ધની આર્થિક મારથી દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યો નકલી નોટોનો પ્લાન, અમદાવાદમાં ત્રણ ઝડપાયા

યુદ્ધની આર્થિક મારથી દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યો નકલી નોટોનો પ્લાન, અમદાવાદમાં ત્રણ ઝડપાયા

gujaratex@gmail.com April 14, 2026
BABA - 2026-04-14T230217.556

અમદાવાદ: શહેરમાં નકલી નોટોના એક વધુ કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹500ની 133 નકલી નોટો જપ્ત કરી છે. આ ઘટનાએ શહેરમાં ફરી એકવાર ચકચાર મચાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બાપુનગર વિસ્તારમાં નકલી નોટો ફરતી કરવાની તૈયારી ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે વોચ ગોઠવી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખી. યોગ્ય સમયે દરોડો પાડી ત્રણેય આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં મોરબીનો સિરામિક વેપારી અનિલ ઈશ્વર, ભાવેશ મકવાણા અને જીતેન્દ્ર પ્રજાપતિનો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન બહાર આવ્યું છે કે નકલી નોટો લીંબડી ખાતે ઝેરોક્સ મશીન દ્વારા છાપવામાં આવી હતી. અનિલ ઈશ્વરે ભાવેશ મકવાણાને સંપર્ક કરી એક લાખ રૂપિયાની અસલી રકમ સામે ત્રણ લાખની નકલી નોટોની માંગણી કરી હતી, જે કામ આગળ વધારવા ભાવેશે પોતાના મિત્ર રાહુલ કાલિયાને જોડ્યો હતો.

Join Our WhatsApp Group

તપાસમાં ખુલ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની અસર સિરામિક ઉદ્યોગ પર પડી હતી. આ કારણે અનિલ ઈશ્વરને વેપારમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું અને અંદાજે ₹30 લાખનું દેવું થતાં તેણે ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો.

પોલીસના હાથે ઝડપાયેલા જીતેન્દ્ર પ્રજાપતિનો ભૂતકાળ પણ શંકાસ્પદ રહ્યો છે. તે અગાઉ ડ્રગ્સ અને દેહવ્યાપાર જેવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ લીંબડીમાં નોટો છાપ્યા બાદ અમદાવાદમાં એકત્ર થયા હતા, પરંતુ બજારમાં નોટો ફેરવતા પહેલા જ તેઓ પોલીસના જાળમાં ફસાઈ ગયા.

હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ આ નકલી નોટો અગાઉ બજારમાં ફેરવાઈ હતી કે નહીં અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો – અમરેલીના લાઠીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : 57.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 6 આરોપી ઝડપાયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમરેલીના લાઠીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : 57.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 6 આરોપી ઝડપાયા
Next: ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ₹12 લાખના ‘તમાકુ તોડકાંડ’થી હલચલ

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.