Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમરેલીના લાઠીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : 57.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 6 આરોપી ઝડપાયા

અમરેલીના લાઠીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો દરોડો : 57.89 લાખનો વિદેશી દારૂ જપ્ત, 6 આરોપી ઝડપાયા

gujaratex@gmail.com April 14, 2026
BABA - 2026-04-14T225630.985

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગરમાં વિદેશી દારૂના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સહજાનંદ ગુરુકુળ પાસે આવેલા એક ગોડાઉનમાં પોલીસે અચાનક દરોડો પાડીને ૭,૬૮૬ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ માલની કુલ કિંમત આશરે રૂપિયા ૧૬.૯૧ લાખ છે, જ્યારે સમગ્ર મુદ્દામાલની કિંમત રૂપિયા ૫૭.૮૯ લાખની આસપાસ છે.

પી.આઈ. આર.કે. કરમટાની ટીમને બાતમી મળી હતી કે દામનગરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે. દરોડો પાડતાં આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગોવાની બનાવટના વિદેશી દારૂના કાર્ટનો મળી આવ્યા. સ્થળ પરથી પોલીસે ૪ ટ્રક, કાર અને બાઈક (કુલ કિંમત ₹૪૦.૪૦ લાખ), ૭ મોબાઈલ (₹૫૫,૦૦૦) અને રોકડ ₹૩,૨૪૦ પણ જપ્ત કર્યા છે.

દરોડા દરમિયાન પોલીસે ૬ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે

Join Our WhatsApp Group

કૌશિક ઉર્ફે કવો ભરતભાઈ ગોહિલ (દામનગર)
વિષ્ણુપરી હિંમતપરી ગોસ્વામી (દામનગર)
સિકંદર ઉર્ફે ભાભા કલુભાઈ પઠાણ (બોટાદ)
જયેશ જગજીવન જાદવ (બોટાદ)
હરિહર ઉર્ફે હરિ ભટ્ટ (ટ્રક ડ્રાઈવર, અમદાવાદ)
સ્વરૂપ ઉર્ફે ચિન્ટુ ગાવિત (ટ્રક ક્લીનર, મહારાષ્ટ્ર)

આ ઉપરાંત સપ્લાયર અને અન્ય ૬ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દામનગર પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આ દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે કે આટલો મોટો જથ્થો કેવી રીતે તેમની આંખો સામે આવી શક્યો.આ કાર્યવાહીને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ગરમાઈ છે અને દારૂબંધીના કડક અમલને લઈને સરકારની તૈયારીઓનું પણ પરીક્ષણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો – મરઘી ઇકબાલની હત્યા : ડીઝલથી લાશ સળગાવનારા ત્રણ આરોપી પોલીસના હાથે ઝબ્બે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મરઘી ઇકબાલની હત્યા : ડીઝલથી લાશ સળગાવનારા ત્રણ આરોપી પોલીસના હાથે ઝબ્બે
Next: યુદ્ધની આર્થિક મારથી દેવામાં ડૂબેલા વેપારીએ રચ્યો નકલી નોટોનો પ્લાન, અમદાવાદમાં ત્રણ ઝડપાયા

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.