Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ : SBI ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓને બંધક બનાવી ₹50 લાખની લૂંટ

સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ : SBI ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓને બંધક બનાવી ₹50 લાખની લૂંટ

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T165907.179

સુરત: ડાયમંડ સિટી સુરતના વરાછા વિસ્તારમાં આજે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ધોળા દિવસે અને ધમધમતા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓએ ત્રાટકીને અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. આ ઘટનાને પગલે સુરત પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

ફિલ્મી ઢબે લૂંટની ઘટના

મળતી માહિતી મુજબ, આજે સોમવારે બપોરના સમયે જ્યારે બેંકની કામગીરી ચાલુ હતી, ત્યારે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ અંદર પ્રવેશતાની સાથે જ ફિલ્મી સ્ટાઈલમાં બેંકના કર્મચારીઓ અને હાજર ગ્રાહકોને બંદૂકની અણીએ બંધક બનાવી લીધા હતા. લૂંટારુઓએ હથિયાર બતાવીને બેંક સ્ટાફને ડરાવી-ધમકાવી કેશ કાઉન્ટર અને સ્ટ્રોંગ રૂમમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ કરી હતી.

Join Our WhatsApp Group

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

માત્ર ગણતરીની મિનિટોમાં લૂંટની ઘટનાને અંજામ આપીને ચારેય લૂંટારુઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. લૂંટારુઓ ગયા બાદ તુરંત પોલીસને જાણ કરવામાં આવતા, વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક બેંક પર દોડી આવ્યો હતો. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને લૂંટારુઓ કઈ દિશામાં ભાગ્યા છે તે જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર શહેરમાં નાકાબંધી

પોલીસે આસપાસના રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી છે અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે. ધોળા દિવસે થયેલી આટલી મોટી લૂંટની ઘટનાએ સુરતની જનતામાં ભયનો માહોલ પેદા કર્યો છે, સાથે જ પોલીસ પેટ્રોલિંગ પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. પ્રાથમિક તપાસમાં લૂંટારુઓ રીઢા ગુનેગાર હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચો – નેતાઓ નહીં, પ્રોફેશનલ્સ નક્કી કરે છે રણનીતિ: બંગાળમાં આઈ-પેક (I-PAC) અને આઈટી સેલ (IT Cell) વચ્ચેનો જંગ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: નેતાઓ નહીં, પ્રોફેશનલ્સ નક્કી કરે છે રણનીતિ: બંગાળમાં આઈ-પેક (I-PAC) અને આઈટી સેલ (IT Cell) વચ્ચેનો જંગ
Next: વડોદરા: પત્નીએ આવેશમાં આવી પતિની કરી હત્યા, નશાખોરીએ વિખેર્યો પરિવાર

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.