Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • વડોદરા: પત્નીએ આવેશમાં આવી પતિની કરી હત્યા, નશાખોરીએ વિખેર્યો પરિવાર

વડોદરા: પત્નીએ આવેશમાં આવી પતિની કરી હત્યા, નશાખોરીએ વિખેર્યો પરિવાર

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T171828.645

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારમાં થયેલા ઝઘડાએ ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલી પત્નીએ તેના જ પતિ પર ત્રિકમ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. દારૂના નશા અને ઘરકંકાસે એક જ પળમાં પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.

વહેલી સવારે મામલો બિચક્યો

શહેરના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા અમિત અને મંજુ નામના શ્રમજીવી દંપતી વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે ઝઘડો શરૂ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અમિત દારૂ પીવાની આદત ધરાવતો હતો અને પતિ-પત્ની વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. આજે પણ અમિત નશામાં ધૂત હતો અને ઝઘડો એટલો વધ્યો કે બંને વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ હતી.

Join Our WhatsApp Group

આવેશમાં આવી પત્નીએ ત્રિકમ ઝીંકી દીધું

ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલી મંજુએ ભાન ગુમાવ્યું હતું અને નજીકમાં પડેલું કામ કરવાનું સાધન ‘ત્રિકમ’ ઉપાડી અમિત પર જોરદાર ફટકો મારી દીધો હતો. ત્રિકમ વાગતાની સાથે જ અમિત લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પત્નીની નજર સામે જ તેણે દમ તોડી દીધો હતો.

પતિનું મોત જોઈ પત્ની ભાંગી પડી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, તપાસ બાદ પેરામેડિકલ સ્ટાફે અમિતને મૃત જાહેર કર્યો હતો. આવેશમાં હત્યા કરી બેસેલી પત્ની મંજુ જ્યારે હોશમાં આવી ત્યારે પતિના મૃતદેહને જોઈને હૈયાફાટ રુદન કરવા લાગી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મંજુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ : SBI ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓને બંધક બનાવી ₹50 લાખની લૂંટ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુરતના વરાછામાં ફિલ્મી ઢબે લૂંટ : SBI ની શાખામાં ચાર હથિયારધારી લૂંટારુઓ ત્રાટક્યા, કર્મચારીઓને બંધક બનાવી ₹50 લાખની લૂંટ
Next: રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.