Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

gujaratex@gmail.com June 2, 2026
Untitled
  • અમદાવાદ નરોડા પોલીસે સાત કિલોથી વધુના હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સના જથ્થા સાથે પેડલરની કરી ધરપકડ

અમદાવાદ, ૨ જૂન : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીને લઈને નરોડા પોલીસને એક બહુ મોટી સફળતા મળી છે. નરોડા પોલીસે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને નાના ચિલોડા વિસ્તારમાંથી અંદાજે ₹૧૪,૧૬,૮૦,૦૦૦ (ચૌદ કરોડ સોળ લાખ એંસી હજાર) ની કિંમતના ગેરકાયદેસર METHAMPHETAMINE (મેથામ્ફેટામાઈન) નામના કિંમતી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ₹૧૪,૧૬,૯૪,૮૨૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોક્કસ બાતમી અને ફિલ્મી ઢબે વોચ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. કોટડીયાને ખાનગી રાહે પાકી બાતમી મળી હતી કે, એક ઇસમ કાળા કલરનો ફૂલોની ડિઝાઇનવાળો શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરીને, હાથમાં વાદળી કલરનો થેલો લઈ નાના ચિલોડા સર્કલ તરફથી ગેટકો પાવર સ્ટેશનના ગરનાળા થઈને નાના ચિલોડા ચાર રસ્તા તરફ પગપાળા જઈ રહ્યો છે અને તેની પાસે નશાકારક પદાર્થ છે.

Join Our WhatsApp Group

આ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી.આર. ચૌધરી તથા તેમની ટીમે પંચોને સાથે રાખી ગેટકો પાવર સ્ટેશનના ગરનાળા પાસે વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં જણાવેલા વર્ણનવાળો શખ્સ ત્યાંથી પસાર થતાં જ પોલીસે તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો.

૭ કિલોથી વધુ ડ્રગ્સ અને મુંબઈ કનેક્શન

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહોમદસાજીદ મહોમદઉસ્માન શેખ (ઉંમર વર્ષ ૪૮, રહે. અંધેરી વેસ્ટ અને જોગેશ્વરી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. તે વ્યવસાચે છૂટક મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે તેની પાસે રહેલી વાદળી કલરની ટ્રાવેલ બેગની અંગઝડતી કરી, ત્યારે તેમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે કિંમત ધરાવતો ૭,૦૮૪.૦ ગ્રામ (૭ કિલો અને ૮૪ ગ્રામ) મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.

નરોડા પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ NDPS એક્ટની કલમ ૮(સી), ૨૨(સી) અને ૨૯ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈનો આ શખ્સ આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાં કોને સપ્લાય કરવા આવ્યો હતો અને આ ડ્રગ્સ રેકેટ પાછળ અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
Next: પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર: ગુજરાતમાં ગરમીથી મોટી રાહત, આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’

Related News

BABA (73)

આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં

gujaratex@gmail.com July 17, 2026
BABA (72)

POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

gujaratex@gmail.com July 16, 2026
BABA (65)

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂડિયાઓનો આતંક: ૧૦ મહિનામાં ‘૧૧૨’ હેલ્પલાઇન પર દારૂ પીને મારામારીના ૯૩,૦૦૦ થી વધુ કોલ્સ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.