Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું, સ્પષ્ટ કહ્યું- “લેખિતમાં ખાતરી આપો તો જ વાટાઘાટો કરીશું”

જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું, સ્પષ્ટ કહ્યું- “લેખિતમાં ખાતરી આપો તો જ વાટાઘાટો કરીશું”

gujaratex@gmail.com June 29, 2026
BABA (25)
  • ખેડૂતોએ વાટાઘાટોનું આમંત્રણ ફગાવ્યું: કહ્યું- સરકાર 200% વળતરની વાત કરવી હોય તો પણ લેખિતમાં દરખાસ્ત મોકલે

મોરબી: મોરબી જિલ્લાના જેતપર ગામમાં યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વધુ ઉગ્ર બની રહ્યું છે. આંદોલનકારી ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલું વાટાઘાટોનું આમંત્રણ સીધી રીતે ફગાવી દીધું છે. ખેડૂતોએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જ્યાં સુધી તેમની મુખ્ય ૬ માંગણીઓ પર લેખિત ખાતરી નહીં મળે, ત્યાં સુધી તેઓ કોઈ જ ચર્ચા માટે ટેબલ પર આવશે નહીં.

આમંત્રણ પત્રમાં સ્પષ્ટતા ન હોવાથી નારાજગી

સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા માટે બોલાવતો જે પત્ર મોકલવામાં આવ્યો હતો, તેમાં માત્ર એટલો જ ઉલ્લેખ હતો કે ખેડૂતોની રજૂઆતનો ‘અભ્યાસ’ કરવામાં આવ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ સ્વીકારવા બાબતે પત્રમાં કોઈ જ લેખિત સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. આ ગોળગોળ જવાબથી આંદોલનકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે તેમણે આ વાટાઘાટના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

Join Our WhatsApp Group

ખેડૂતોની સરકાર સમક્ષ સ્પષ્ટ શરતો

ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને સરકાર સમક્ષ સ્પષ્ટ વલણ રજૂ કરતા જણાવ્યું છે કે:

જો સરકાર ૬ મુદ્દાની માંગણીઓને ૧૦૦% સ્વીકારવા તૈયાર હોય, તો તે અંગે લેખિતમાં બાંહેધરી આપે.

જો સરકારને આ માંગણીઓમાં કોઈ ફેરફાર કે વધુ સ્પષ્ટતાની આવશ્યકતા જણાતી હોય, તો ગાંધીનગર સ્થિત ઉર્જા વિભાગના સંબંધિત સચિવો અને અધિકારીઓ રજૂઆતનો ટેકનિકલી અભ્યાસ કરે.

આ અભ્યાસના આધારે જો સરકાર કોઈ સુધારેલી દરખાસ્ત રજૂ કરવા માંગતી હોય (ઉદાહરણ તરીકે: કોરિડોરમાં ૨૩૦% ને બદલે ૨૦૦% વળતરની વાત), તો તે નવી દરખાસ્ત પણ લેખિતમાં જ આપવામાં આવે.

લેખિત પ્રતિસાદ વિના ચર્ચા નહીં

ખેડૂતોએ ઉર્જા વિભાગ અથવા ખુદ મુખ્યમંત્રી મારફતે લેખિતમાં યોગ્ય પ્રતિસાદ આપવા માટે ફરીથી સરકારને અપીલ કરી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર જ્યારે લેખિતમાં ખાતરી આપશે, ત્યાર પછી જ તેઓ વાટાઘાટો માટે આગળ આવશે.

નોંધનીય છે કે, વીજ લાઇનના વળતર મુદ્દે મોરબી, જેતપર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. હવે ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે અને માત્ર મૌખિક આશ્વાસનોથી માનવા તૈયાર નથી.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-2): અમદાવાદમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-2): અમદાવાદમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે?
Next: ‘આરોપીને હેરાન ન કરવા 25 હજાર આપો’: 10 હજારમાં સેટીંગ કરનાર વડોદરાના મહિલા PSI ભરાયા, લાંચ લેતો વહીવટદાર પકડાયો

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.