Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ‘આરોપીને હેરાન ન કરવા 25 હજાર આપો’: 10 હજારમાં સેટીંગ કરનાર વડોદરાના મહિલા PSI ભરાયા, લાંચ લેતો વહીવટદાર પકડાયો

‘આરોપીને હેરાન ન કરવા 25 હજાર આપો’: 10 હજારમાં સેટીંગ કરનાર વડોદરાના મહિલા PSI ભરાયા, લાંચ લેતો વહીવટદાર પકડાયો

gujaratex@gmail.com June 29, 2026
BABA (26)

વડોદરા: ગુજરાત પોલીસની છબીને ખરડાવતો વધુ એક લાંચનો કિસ્સો વડોદરા શહેરમાંથી સામે આવ્યો છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના એક કેસમાં આરોપીને હેરાન ન કરવા અને જામીનની પ્રક્રિયા ઝડપથી પતાવી દેવા માટે મહિલા પીએસઆઇ (PSI) દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) એ છટકું ગોઠવીને પોલીસ સ્ટેશનના વહીવટદાર એએસઆઇ (ASI) ને રૂ. 10,000 ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ ફરાર થઈ ગયા છે.

શું હતો સમગ્ર મામલો?

લાંચ રુશ્વત વિરોધી બ્યૂરો (ACB) ના જણાવ્યા અનુસાર

Join Our WhatsApp Group

ગત 1 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં અસામાજિક પ્રવૃત્તિ અને મારામારી અંગેનો એક ગુનો નોંધાયો હતો.

આ કેસની તપાસ મહિલા પીએસઆઇ મલ્લિકા ખીમજીભાઇ પરમાર (રહે. કેવલકૃપા સોસાયટી, માંજલપુર) કરી રહ્યા હતાં.

તપાસ દરમિયાન આરોપીને હેરાન ન કરવા અને તે પોલીસ સ્ટેશનમાં હાજર થાય ત્યારે જામીનની કાર્યવાહી ઝડપથી પૂરી કરવા માટે PSI મલ્લિકા પરમારે રૂ. 25,000 ની લાંચ માંગી હતી.

રકઝકના અંતે લાંચની રકમ રૂ. 10,000 નક્કી કરવામાં આવી હતી.

પોલીસ સ્ટેશન બહાર કારમાં સ્વીકારી લાંચ

લાંચની રકમ નક્કી થયા બાદ મહિલા PSI એ આરોપીને આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર અને ASI જયકિશન સામોજી ગામેતી (મૂળ રહે. વિજયનગર, સાબરકાંઠા) ને આપી દેવા જણાવ્યું હતું. પરંતુ, આરોપી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ACB નો સંપર્ક કર્યો હતો.

ફરિયાદના આધારે ACB એ શનિવારે બપોરે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે ASI જયકિશને તેને પોલીસ સ્ટેશનની સામે રોડ પર પાર્ક કરેલી પોતાની ખાનગી કારમાં બેસાડ્યો હતો. ASI એ લાંચની રકમ કારના ડેશબોર્ડ પર મૂકવા જણાવ્યું હતું. જેવી ફરિયાદીએ રકમ મૂકીને બહાર નીકળી ઇશારો કર્યો, કે તરત જ ACB ની ટીમે ત્રાટકીને ASI જયકિશન ગામેતીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

મહિલા PSI ની શોધખોળ શરૂ

આ ટ્રેપ સફળ થતાં જ ACB એ લાંચની રકમ કબજે કરી ASI ની અટકાયત કરી છે. બીજી તરફ, આ કેસના મુખ્ય આરોપી મહિલા પીએસઆઇ મલ્લિકા પરમાર હાલ ફરાર છે. ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મહિલા PSI અને ASI બંને સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી અને ફરાર મહિલા અધિકારીની શોધખોળ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું, સ્પષ્ટ કહ્યું- “લેખિતમાં ખાતરી આપો તો જ વાટાઘાટો કરીશું”

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું, સ્પષ્ટ કહ્યું- “લેખિતમાં ખાતરી આપો તો જ વાટાઘાટો કરીશું”
Next: રાજકોટમાં ખૂન, દારૂ અને NDPS ના 37 થી વધુ ગુના ધરાવતી 4 રીઢા ગુનેગારોની ગેંગ MD ડ્રગ્સ સાથે SOGના સકંજામાં

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.