Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?

ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?

gujaratex@gmail.com July 6, 2026
BABA (45)
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-5): જ્યારે શોએબ પર લખાઇ રહ્યો હતો અહેવાલ ત્યારે તે કરી રહ્યો હતો મર્ડર, ગોમતીપુર પોલીસ 6 લાખના હપ્તા લઈને ઊંઘી રહી હતી!
  • ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?
  • ડ્રગ્સ નેટવર્કનો ખૂની ખેલ: ગોમતીપુરમાં કફ સિરપ માફિયા શોએબ શેખે યુવકને રહેંસી નાખ્યો, 6 લાખના હપ્તા લેતી પોલીસ ઊંઘતી રહી!

અભિષેક પાંડેય, અમદાવાદ : અમદાવાદ શહેરમાં ડ્રગ્સ અને નશાના કારોબારનું જાળું કઈ હદે ખૂની ખેલ રમી રહ્યું છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ચૂકી છે, તેનો એક અત્યંત ચોંકાવનારો અને લોહિયાળ કિસ્સો ગઈ રાત્રે સામે આવ્યો છે.

ગુજરાત એક્સક્લૂસિવની ટીમ જ્યારે શહેરના બાળકો અને કિશોરોને બરબાદ કરતા કફ સિરપના ગેરકાયદે કારોબાર અને તેના એક વેપારી શોએબ શેખ અંગેનો અહેવાલ અંતિમ તબક્કે તૈયાર કરી રહી હતી, ત્યારે બરાબર એ જ સમયે ગોમતીપુરમાં શોએબ શેખ એક યુવકની કરપીણ હત્યા કરી રહ્યો હતો.

ગોમતીપુરના ચતુરસિંહ ચાર રસ્તા પાસે આવેલા ઇન્ડિયન મેડિકલ સ્ટોરના માલિક શોએબ શેખે રવિવારે રાત્રે અંદાજે 10થી 11 વાગ્યાના અરસામાં પોતાની દુકાનની સામે જ એક યુવક પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી.

Join Our WhatsApp Group

પ્રાથમિક માહિતી મુજબ આ લોહિયાળ ખેલ કોરેક્સ કફ સિરપના બાકી નીકળતા પૈસાની લેતી-દેતીના વિવાદમાં ખેલાયો હતો, જે દર્શાવે છે કે શહેરમાં પ્રતિબંધિત નશાના આ કાળા કારોબારે હવે લોકોના જીવ લેવા શરૂ કરી દીધા છે.

આ ભયાનક હત્યાકાંડનો ભોગ બનેલો 30 વર્ષીય મઝહર અન્સારી ગોમતીપુરની બકાશાહ ચાલમાં રહેતો હતો અને કપડાંની સિલાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

કમનસીબે, મઝહર આ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા કોરેક્સ કફ સિરપના નશાનો બંધાણી બની ગયો હતો અને તે નિયમિત રીતે ઇન્ડિયન મેડિકલ સ્ટોર પરથી આ સિરપ ખરીદતો હતો.

ગઈ રાત્રે કફ સિરપના બાકી રહેલા પૈસા ચૂકવવાના મુદ્દે મેડિકલ સ્ટોરના માલિક શોએબ શેખ સાથે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. નશાના કાળા કારોબારમાંથી મળતી કમાણીના અહંકારમાં ચૂર શોએબ શેખે કાયદાનો સહેજ પણ ડર રાખ્યા વિના, ચતુરસિંહ ચાર રસ્તા જેવા જાહેર સ્થળે સરાજાહેર ચપ્પુ કાઢીને મઝહર પર હુમલો કર્યો અને તેની હત્યા કરી નાખી.

ગુજરાત એક્સક્લૂસિવે અગાઉના અહેવાલમાં જ ખુલાસો કર્યો હતો કે ઇન્ડિયન મેડિકલ સ્ટોરનો માલિક શોએબ શેખ આસપાસના જાગૃત નાગરિકો અને વિરોધ કરનારા લોકોને ખુલ્લેઆમ ધમકીઓ આપતો હતો. તે જાહેરમાં બડાશ મારતો હતો કે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને દર મહિને 6 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવે છે, તેથી તેનું કોઈ કંઈ બગાડી શકે તેમ નથી.

કફ સિરપના નશાના કારોબારમાંથી લાખોની કમાણી કરનારા આ સ્ટોર માલિકની હિંમત એટલી હદે વધી ગઈ કે આખરે તેણે એક યુવકની જિંદગી છીનવી લીધી.

પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ હત્યા માત્ર શોએબ શેખે જ કરી છે કે પછી જે લોકોએ તેની પાસેથી દર મહિને લાખો રૂપિયાનો હપ્તો લઈને આ જીવલેણ નશાનો કારોબાર ધમધોકાર ચાલવા દીધો તેમની પણ તેમાં નૈતિક અને કાયદાકીય જવાબદારી છે?

જો ગોમતીપુર પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે સમયસર હપ્તાખોરી બંધ કરીને આ ગેરકાયદે મેડિકલ સ્ટોર અને શોએબ શેખ સામે કડક કાર્યવાહી કરી હોત, તો કદાચ આજે એક 30 વર્ષીય યુવકનો જીવ બચી શક્યો હોત.

ગોમતીપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત મેડિકલ પ્રોડક્ટ્સ અને નશાકારક દવાઓ વેચવાની ખુલ્લી પરવાનગી આપતો અકરમ મશીનવાલા આખરે કોણ છે? અને તેના માથા પર હાથ રાખનાર સ્થાનિક વહીવટદાર રાજુ દેસાઈ કોના ઈશારે આ આખું નેટવર્ક ચલાવી રહ્યો છે? તે હવે તપાસનો વિષય છે.

શું ઉચ્ચ અધિકારીઓ આ કથિત હપ્તાખોરીના નેટવર્કને તોડીને અકરમ મશીનવાલા, રાજુ દેસાઈ અને આ કાળા કારોબારને પ્રોત્સાહન આપતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી આ લોહિયાળ ખેલ આમ જ ચાલુ રહેશે?

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-4): માસૂમથી પેડલર! અમદાવાદના બાળકોને કેવી રીતે ગળી રહ્યું છે ડ્રગ્સનું નેટવર્ક

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રથયાત્રા પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, 200થી વધુ અસામાજિક તત્વોની પૂછપરછ; 9 ગેરકાયદેસર હથિયારો સાથે 5 ઝડપાયા
Next: ગોમતીપુર કફ સિરપ હત્યાકાંડની તપાસ પર ઊઠતા સવાલો : શું મુખ્ય સૂત્રધાર શોએબ સુધી પહોંચશે પોલીસ?

Related News

BABA (71)

અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ

gujaratex@gmail.com July 15, 2026
BABA (68)

જેતપર સત્યાગ્રહ પાર્ટ-3: વીજલાઇન વળતરના નવા પરિપત્ર સામે મોરબીમાં મહારૈલી, ૩૬૫ ગામોનો વિરોધ

gujaratex@gmail.com July 15, 2026
BABA (67)

પાલનપુરની સારાહ લેડીકેર હોસ્પિટલ બની મોતનો કૂવો ! ગાયનેક ડોક્ટરની ગંભીર લાપરવાહીથી ૩ માસૂમ જીંદગી હોમાઈ, લોકોમાં ભારે આક્રોશ

gujaratex@gmail.com July 13, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
  • POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો
  • અષાઢી બીજની રથયાત્રા માટે અમદાવાદ સજ્જ : મંદિરમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, સુરક્ષા વ્યવસ્થાને અપાયો આખરી ઓપ
  • ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-8): ડ્રગ્સના ખેલમાં ગરીબો જ પકડાય છે, અસલી આકાઓ બંગલામાં બેઠા છે
  • ઇથેનોલની ફરજિયાત ભેળસેળ: વિકલ્પ વગરનો વિકાસ કે નીતિના નામે બોજ?

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.