Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • ગોમતીપુર કફ સિરપ હત્યાકાંડની તપાસ પર ઊઠતા સવાલો : શું મુખ્ય સૂત્રધાર શોએબ સુધી પહોંચશે પોલીસ?

ગોમતીપુર કફ સિરપ હત્યાકાંડની તપાસ પર ઊઠતા સવાલો : શું મુખ્ય સૂત્રધાર શોએબ સુધી પહોંચશે પોલીસ?

gujaratex@gmail.com July 7, 2026
BABA (48)
  • ગોમતીપુર કફ સિરપ મર્ડર કેસ: બે ઝડપાયા પણ નશાના કારોબારનો મુખ્ય ખેલાડી શોએબ શેખ હજુ પકડથી દૂર કેમ?
  • ગોમતીપુર હત્યાકાંડમાં પોલીસ તપાસ પર ગંભીર સવાલો: મુખ્ય સૂત્રધાર શોએબ અને તેના આકાઓને કોણ છાવરી રહ્યું છે?
  • અમદાવાદ કફ સિરપ નેટવર્ક: મઝહરની હત્યા કેસમાં ભાઈ આસિફ ઝડપાયો, પણ મુખ્ય માસ્ટરમાઇન્ડ શોએબ શેખ સુધી પોલીસના હાથ ટૂંકા પડ્યા!

અભિષેક પાંડેય, અમદાવાદ : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કોરેક્સ કફ સિરપના બાકી નીકળતા પૈસાની લેતી-દેતીમાં 30 વર્ષીય મઝહર અન્સારીની સરાજાહેર થયેલી હત્યાના કેસમાં હવે તપાસની દિશાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.

મઝહર અન્સારી હત્યાકાંડમાં સ્થાનિક પોલીસે અત્યાર સુધીમાં આસિફ શેખ અને સોહેલ અન્સારી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મોહસીન શેખ નામનો અન્ય એક આરોપી હજુ પણ ફરાર હોવાનું કહેવાય છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહેલા જાણકારોના મતે, આ કેસમાં કફ સિરપના ગેરકાયદેસર નેટવર્કના મુખ્ય સૂત્રધાર ગણાતા શોએબ શેખની ભૂમિકા અંગે હજુ સુધી પોલીસના કોઈ સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

આ કાળા કારોબારના મુખ્ય સંચાલક સુધી તપાસની આંચ કેમ નથી પહોંચી રહી, તે મુદ્દો હાલ ગોમતીપુર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Join Our WhatsApp Group

વિવિધ સ્ત્રોતો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસના હાથે ઝડપાયેલો મુખ્ય આરોપી આસિફ શેખ ઇન્ડિયન મેડિકલ સ્ટોર ચલાવતા શોએબ શેખનો સગો ભાઈ છે, જ્યારે ફરાર આરોપી મોહસીન શેખ તેમનો સંબંધી છે અને સોહેલ અન્સારી તેમનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક સૂત્રો અને વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ, ઇન્ડિયન મેડિકલ સ્ટોર પરથી ચાલતા ગેરકાયદેસર કફ સિરપના કારોબારની મુખ્ય કમાન શોએબ શેખના હાથમાં હતી અને તેની દેખરેખ હેઠળ આખું નેટવર્ક સંચાલિત થતું હતું.

જાણકારોનું કહેવું છે કે આસિફ અને મોહસીન માત્ર વ્યવસ્થા સંભાળતા હતા, જ્યારે સમગ્ર નેટવર્કનું સંચાલન કરવું અને સ્થાનિક લોકોના વિરોધ છતાં દાદાગીરીપૂર્વક આ કાળો કારોબાર ચાલુ રાખવાનું મુખ્ય કામ શોએબ શેખ જ કરતો હતો.

વિસ્તારના જાણકારોના જણાવ્યા મુજબ, શોએબ શેખ લાંબા સમયથી આ વિસ્તારમાં નશાકારક દવાઓના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલો છે. અગાઉ તે આ જ વિસ્તારમાં ‘એશિયન મેડિકલ’ નામે મેડિકલ સ્ટોર ચલાવતો હતો, જ્યાં પણ કથિત રીતે આ જ પ્રકારનો કફ સિરપનો ગેરકાયદેસર કારોબાર થતો હતો.

તે સમયે કાયદાકીય તપાસનો દબાણ વધતાં તેણે એશિયન મેડિકલ સ્ટોર બંધ કરી દીધો હતો અને ત્યારબાદ કથિત રીતે કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે તેની બાજુમાં જ ‘ઇન્ડિયન મેડિકલ સ્ટોર’ના નામે ફરી આ કારોબાર શરૂ કર્યો હતો.

આ કેસમાં પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે મેડિકલ સ્ટોરની તપાસ દરમિયાન ત્યાંથી કોઈ વાંધાજનક કે ગેરકાયદેસર દવાઓનો જથ્થો મળ્યો નથી.

પરંતુ કેસ સાથે સંકળાયેલા આંતરિક સ્ત્રોતોનો દાવો છે કે શોએબ શેખ અને તેની ગેંગ કફ સિરપનો મર્યાદિત જથ્થો જ દુકાનમાં રાખતા હતા, જ્યારે મુખ્ય સ્ટોક પોતાની ગાડીઓમાં અથવા બાગબાન રેસિડેન્સી સ્થિત પોતાની અંગત મિલકતમાં રાખવામાં આવતો હતો.

હાલની સ્થિતિમાં આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા શોએબ શેખ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક રહીશોમાં અનેક સવાલો ઊભા થયા છે.

સ્ત્રોતોનું કહેવું છે કે જો ચતુરસિંહ ચાર રસ્તા અને આસપાસના રહીશોની ઊંડાણપૂર્વક તેમજ નિષ્પક્ષ પૂછપરછ કરવામાં આવે, તો આ નશાના કારોબાર સાથે સંકળાયેલા અનેક લોકો તેમજ તેમને કથિત સંરક્ષણ આપતા અકરમ મશીનવાલા, રાજુ દેસાઈ સહિતના ઉચ્ચ લોકો સુધી પણ તપાસનો ગાળિયો પહોંચી શકે છે.

આ પણ વાંચો – ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?
Next: સરદાર પટેલ યુનિવર્સિટીના B.Ed. ટોપરને દર વર્ષે મળશે ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’, વડતાલ સંસ્થાને ₹7.50 લાખનું ભંડોળ અર્પણ

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.