Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • રથયાત્રા પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, 200થી વધુ અસામાજિક તત્વોની પૂછપરછ; 9 ગેરકાયદેસર હથિયારો સાથે 5 ઝડપાયા

રથયાત્રા પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં, 200થી વધુ અસામાજિક તત્વોની પૂછપરછ; 9 ગેરકાયદેસર હથિયારો સાથે 5 ઝડપાયા

gujaratex@gmail.com July 6, 2026
BABA (44)

અમદાવાદ: શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વ્યાપક સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચે શરીર સંબંધિત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તેમજ સાંપ્રદાયિક વૈમનસ્ય ધરાવતા 200થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની સઘન પૂછપરછ કરી છે.

આ ઉપરાંત, શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલી ઈમારતોની અગાસીઓ અને સંવેદનશીલ સ્થળો પર ડ્રોન મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.

ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગ વિરુદ્ધ પણ મોટી કાર્યવાહી કરતાં કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 9 ગેરકાયદેસર હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Join Our WhatsApp Group

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરમાં શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-4): માસૂમથી પેડલર! અમદાવાદના બાળકોને કેવી રીતે ગળી રહ્યું છે ડ્રગ્સનું નેટવર્ક

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-4): માસૂમથી પેડલર! અમદાવાદના બાળકોને કેવી રીતે ગળી રહ્યું છે ડ્રગ્સનું નેટવર્ક
Next: ગુજરાત એક્સક્લૂસિવનો મોટો ખુલાસો (ભાગ-5): ગોમતીપુરમાં મઝહરની હત્યાનું પાપ કોના માથે? કફ સિરપ વેચતો શોએબ કે 6 લાખનો હપ્તો લેતી ખાખી?

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.