Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.10 કરોડથી વધારે સુપર-ક્વોલિટી નકલી નોટ સાથે 6 ઝડપ્યા, ફોર્ચ્યુનર ગાડી જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2.10 કરોડથી વધારે સુપર-ક્વોલિટી નકલી નોટ સાથે 6 ઝડપ્યા, ફોર્ચ્યુનર ગાડી જપ્ત

gujaratex@gmail.com March 18, 2026
1

એક્સક્લૂઝિવ રિપોર્ટ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી ચલણી નોટોના એક મોટા રેકેટનો પર્દાફાશ કરતાં ₹2.10 કરોડથી વધુના નકલી નોટો સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓ નકલી નોટોની ડિલિવરી આપવા નીકળ્યા હતા, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા.

કાર્યવાહી દરમિયાન પોલીસે નકલી નોટોથી ભરેલી ફૉર્ચ્યુનર કાર પણ જપ્ત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે આ ગાડી પર VIP ટેગ લગાવવામાં આવ્યો હતો અને નંબર પ્લેટ સાથે “શ્રી સત્યમ યુગ ફાઉન્ડેશન”નો બોર્ડ લગાવવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા આ ફાઉન્ડેશન આયુષ મંત્રાલયથી માન્યતા પ્રાપ્ત હોવાનું દાવો કરવામાં આવી રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ઝડપાયેલા તમામ 6 આરોપીઓ સુરતના રહેવાસી છે અને “સત્યમ યુગ ફાઉન્ડેશન” પણ સુરત આધારિત હોવાનું સામે આવ્યું છે. તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આશ્રમના વિસ્તરણ માટે નકલી નોટોના કારોબારનો સહારો લેવામાં આવી રહ્યો હતો.

Join Our WhatsApp Group

આ કેસનો સૌથી ગંભીર પાસો એ છે કે જપ્ત કરાયેલા નકલી નોટોની ગુણવત્તા અત્યંત ઉચ્ચ સ્તરની છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ નોટોને પાણીમાં ભીંજવ્યા બાદ પણ તે અસલી નોટ જેવી જ લાગતી હતી, જે સામાન્ય નકલી નોટોથી બહુ જ અલગ છે.

તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે આ નોટો બનાવવા માટેનો ખાસ કાગળ અને પ્રિન્ટિંગ માટેના ઉપકરણો ચીનમાંથી મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી ભારતમાં ઝડપાયેલા નકલી નોટોના કેસોમાં આ નોટોની પ્રિન્ટિંગ અને ગુણવત્તા સૌથી વધુ અદ્યતન ગણાઈ રહી છે.

ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર નેટવર્કને ઊંડાણથી ખંગાળવાની કાર્યવાહી શરૂ કરી છે અને આ રેકેટ પાછળ વધુ લોકો સંકળાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- રાધનપુર-ભાભરમાં પ્રેમલગ્નનો વિવાદ : ચૌધરી સમાજનું મહાસંમેલન એકાએક હિંસક બની ગયું

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રાધનપુર-ભાભરમાં પ્રેમલગ્નનો વિવાદ : ચૌધરી સમાજનું મહાસંમેલન એકાએક હિંસક બની ગયું
Next: IranWar : ગેસ ફિલ્ડ પર હુમલા પછી કતારના મોટા પેટ્રોલિયમ પ્લાન્ટ પર ઈરાનનો જવાબી હુમલો

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.