Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • RTE હેઠળ ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટે 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

RTE હેઠળ ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ માટે 4 એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ

gujaratex@gmail.com March 27, 2026
BABA (38)

ગાંધીનગર: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) ઍક્ટ અંતર્ગત નબળા અને વંચિત વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ-1માં નિઃશુલ્ક પ્રવેશ મેળવવાની પ્રક્રિયા આગામી 4 એપ્રિલ 2026થી શરૂ થશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકે આ અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે. આ પ્રક્રિયા 17 એપ્રિલ 2026 સુધી ચાલશે. ઈચ્છુક વાલીઓએ rte.orpgujarat.com આ સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા પછી તેને ક્યાંય જમા કરાવવાની જરૂર નથી.

RTE ઍક્ટ 2009 અંતર્ગત શું છે?

Join Our WhatsApp Group

RTE ઍક્ટ હેઠળ નબળા અને વંચિત પરિવારોના બાળકોને બિન-અનુદાનિત ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-1માં પ્રવેશ મેળવવાનો અધિકાર છે. આ યોજનાનો હેતુ દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેની ખાતરી કરવાનો છે.

મહત્ત્વની વાતો

ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર-પુરાવા (જેમ કે આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર વગેરે)ની વિગતો વેબસાઈટ પરથી અપલોડ કરી શકાશે. જો તમારા પાસે આવકનું પ્રમાણપત્ર નહોય તો પણ તમે ઓનલાઈન કઢાવી શકો છો.
અરજી સંપૂર્ણપણે ઓનલાઈન છે, તેથી વાલીઓએ ઘરે બેઠા જ ફોર્મ ભરી શકશે.
આ પ્રક્રિયા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે છે.

વાલીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયત સમયમર્યાદામાં (4થી 17 એપ્રિલ) ફોર્મ ભરી લે અને તેમાં આપેલી તમામ માહિતી સાચી અને સંપૂર્ણ હોય તેની ખાતરી કરે. હાલમાં અનેક શાળાઓ વાલીઓ દ્વારા ભરેલા ઈન્કમટેક્સનું ટેડા કઢાવીને ક્રોસ ચેકિંગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો – ગુજરાતમાં દહેજના દૂષણનો ભયાનક ચિતાર : 3 વર્ષમાં 178 મહિલાઓએ આપઘાત કર્યો, 5638 ફરિયાદો નોંધાઈ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ગુજરાતમાં દહેજના દૂષણનો ભયાનક ચિતાર : 3 વર્ષમાં 178 મહિલાઓએ આપઘાત કર્યો, 5638 ફરિયાદો નોંધાઈ
Next: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની કરી હત્યા : 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા પરત ન આપવા માટે ખૂની ખેલ

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.