Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ: કાલુપુર બેંક ઓફ બરોડામાંથી 8.70 કરોડની મહાચોરી, બેંકનો જ કર્મચારી નીકળ્યો માસ્ટરમાઇન્ડ

અમદાવાદ: કાલુપુર બેંક ઓફ બરોડામાંથી 8.70 કરોડની મહાચોરી, બેંકનો જ કર્મચારી નીકળ્યો માસ્ટરમાઇન્ડ

gujaratex@gmail.com May 24, 2026
BABA (81)
  • RBI કરન્સી ચેસ્ટ કૌભાંડ: 2.20 કરોડની રોકડ સાથે જોઈન્ટ કસ્ટોડિયનની ધરપકડ, જાણો કેવી રીતે આપ્યો ચોરીને અંજામ
  • અમદાવાદમાં 8.70 કરોડની હાઈપ્રોફાઈલ બેંક ચોરી, LCB ઝોન-3 દ્વારા મુખ્ય આરોપી જેલના સળિયા પાછળ
  • ઇ-કુબેર પોર્ટલમાં ગોલમાલ કરી જોઈન્ટ કસ્ટોડિયને જ ઉડાવ્યા 8.70 કરોડ, બેંકની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

અમદાવાદ: શહેરના કાલુપુર-ગાંધીરોડ વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની RBI કરન્સી ચેસ્ટમાં એક મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંદાજિત ₹8 કરોડ 70 લાખની આસપાસની આ ચોરીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-3ની ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ કેસના મુખ્ય સુત્રધારને ₹2.20 કરોડની માતબર રોકડ રકમ સાથે દબોચી લીધો છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઝડપાયેલો આરોપી અન્ય કોઈ નહીં પરંતુ બેંકમાં જ જોઈન્ટ કસ્ટોડિયનની ફરજ બજાવતો કર્મચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હરમસિદ્ધ અર્જુનભાઈ કડીયારા નામના આ જોઈન્ટ કસ્ટોડિયને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આખી ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે 6 જાન્યુઆરી 2026 થી 13 મે 2026 સુધીના સમયગાળામાં ધીમે-ધીમે રોકડની ઉચાપત કરી હતી. પોલીસની સઘન તપાસમાં ખૂલ્યું છે કે, આરોપીએ ‘ઇ-કુબેર કરન્સી ચેસ્ટ’ પોર્ટલ પર બોગસ ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અને ખોટી સ્લિપ અપલોડ કરીને બેંકના હિસાબોમાં મોટી ગેરરીતિ આચરી હતી.

આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઝોન-3 LCB સ્ક્વોડને તપાસ સોંપી હતી. દરમિયાન, ચોક્કસ બાતમીના આધારે પોલીસે 22 મે 2026 ના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા એનએફસી રોડ સ્થિત એવરેસ્ટ એન્ક્લેવ ખાતેથી મુખ્ય આરોપી હરમસિદ્ધની ધરપકડ કરી લીધી હતી.

Join Our WhatsApp Group

પોલીસની કડક પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે ચોરેલી રકમમાંથી મોટો હિસ્સો પોતાની કારમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પંચોને સાથે રાખીને પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ₹2.20 કરોડ રોકડા મળી આવ્યા હતા. આ રોકડ ઉપરાંત એક કાર અને ત્રણ મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ ₹2.26 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

આ ષડયંત્રમાં હરમસિદ્ધ એકલો ન હતો. તેણે બેંકમાં લોડિંગ-અનલોડિંગની કામગીરી કરતા જુલ્ફીકાર અન્સારી અને સુલતાન અન્સારી નામના બે શખ્સોને પણ પોતાની સાથે ભેળવી લીધા હતા. આ ત્રિપુટીએ સ્ટોર રૂમમાંથી 500 રૂપિયાની નોટોના બંડલ કાઢીને અન્ય પેટીઓમાં ગોઠવી દીધા હતા. ત્યારબાદ આ પેટીઓ ટ્રોલી મારફતે બેંકની બહાર કાઢવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ₹500ની નોટો ભરેલી ત્રણ પેટીઓમાંથી બે પેટી મુખ્ય આરોપીએ પોતાના ઘરે સંતાડી હતી અને એક પેટી તેના સાગરિતો પોતાની સાથે લઈ ગયા હતા. આ સમગ્ર કૌભાંડનો આંકડો 8 થી 9 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.

હાલ પોલીસે મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવી ફરાર અન્ય આરોપીઓને પકડવા અને બાકીની રકમ રિકવર કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ બેંકની આંતરિક સુરક્ષા અને મોનિટરિંગ સિસ્ટમ પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે, જે દિશામાં પણ હવે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો – ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ: ટ્રોલી બેગમાં વેક્યુમ-સીલ પેકેટમાં લવાતો ૨૦ કરોડનો ગાંજો અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ: ટ્રોલી બેગમાં વેક્યુમ-સીલ પેકેટમાં લવાતો ૨૦ કરોડનો ગાંજો અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
Next: 10 દિવસમાં ચોથો વધારો: પેટ્રોલ 2.61 અને ડીઝલ 2.71 રૂપિયા મોંઘું, મોંઘવારી વધવાની આશંકા

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.