Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?

gujaratex@gmail.com May 7, 2026
BABA (15)
  • અજય ઈન્ફ્રા પાસેથી વસૂલાતની વાતો વચ્ચે AMC ને જ ભોગવવો પડ્યો કરોડોનો ખર્ચ

અમદાવાદ: અમદાવાદના સી.ટી.એમ. જંકશન પર ભ્રષ્ટાચારના પર્યાય સમાન બનેલા હાટકેશ્વર બ્રિજને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બ્રિજને બનાવવા અને ત્યારબાદ નબળી ગુણવત્તાને કારણે તોડવા માટેનો કુલ ₹38 કરોડથી વધુનો ખર્ચ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના માથે જ પડ્યો છે. અગાઉ સત્તાધીશો દ્વારા કરાયેલા દાવાઓ કે ‘તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે’, તે અત્યારે માત્ર પોકળ વાતો સાબિત થઈ રહી છે.

અંદાજ કરતા ઓછા ભાવે કામ આપવું ભારે પડ્યું

હાટકેશ્વર બ્રિજનું નિર્માણ વર્ષ 2015માં અજય એન્જિનિયરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કરવામાં આવ્યું હતું. આઘાતજનક બાબત એ છે કે, આ બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર અંદાજિત કિંમત કરતા 9.17% ઓછા ભાવે આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રોડ કે અન્ય કામોમાં ઓછા ભાવે કામ અપાય તો ગુણવત્તા સાથે સમાધાન થવાની ભીતિ રહે છે, પરંતુ બ્રિજ જેવી અત્યંત મહત્વની કામગીરીમાં તંત્રએ કેવી રીતે મંજૂરી આપી તે મોટો પ્રશ્ન છે.

Join Our WhatsApp Group

તોડવાનો ખર્ચ પણ કોર્પોરેશને ભોગવ્યો

બ્રિજમાં ખામીઓ દેખાતા અંતે તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બ્રિજ તોડવા માટે શ્રી ગણેશ કોર્પોરેશનને ₹3.90 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આમ, બ્રિજ બનાવવા પાછળના ₹34.50 કરોડ અને તોડવા પાછળના ₹3.90 કરોડ મળીને કુલ ₹38.40 કરોડનો આર્થિક બોજ મ્યુનિસિપલ તિજોરી પર પડ્યો છે. તંત્ર હવે આ રકમ વસૂલવા માટે કોર્ટમાં દાવો રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

નિર્ણયકર્તા સામે સવાલ

જ્યારે આ બ્રિજની કામગીરી સોંપવામાં આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રવિણ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ડી. થારા કાર્યરત હતા. ટેન્ડર અંદાજ કરતા ઓછા ભાવે હોવા છતાં તેને લીલી ઝંડી આપનારા જવાબદારો સામે પણ હવે આંગળીઓ ચીંધાઈ રહી છે.

આ પણ વાંચો – રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે
Next: વડતાલધામમાં ભક્તિ અને સન્માનનો ત્રિવેણી સંગમ : સાંસદ દેવુસિંહ ચૌહાણનું આચાર્યશ્રી અને સંતો દ્વારા ભવ્ય અભિવાદન

Related News

BABA - 2026-08-31T221636.309

રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-31T214951.055

ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-29T110559.513

ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

gujaratex@gmail.com August 29, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.