Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે

રાજકોટ : મયુર શિંગાળા હત્યા કેસમાં લાંચ લેનાર નિવૃત્ત PIને 17 વર્ષે સજા, 72 વર્ષની ઉંમરે જેલના સળિયા ગણશે

gujaratex@gmail.com May 7, 2026
BABA (14)

રાજકોટ: રાજકોટના બહુચર્ચિત મોટામવા ગામના સરપંચ મયુર શિંગાળા હત્યા કેસમાં એક મહત્વનો ન્યાયિક ચુકાદો આવ્યો છે. હત્યાના ગુનામાં આરોપીનું નામ ન ખોલવા માટે લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ તાલુકા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ (PI) સી.પી. ગોસાઈને ખાસ અદાલતે બે વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ૭૨ વર્ષની વયે નિવૃત્ત પોલીસ અધિકારીને જેલની સજા થતા પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.

શું હતો સમગ્ર મામલો?

ઘટનાની વિગત મુજબ, 18 નવેમ્બર 2009ના રોજ મોટામવા ગામના સરપંચ મયુર શિંગાળાની કરુણ હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન નામચીન રમેશ રાણા મકવાણાનું નામ ખુલવાની શક્યતા હતી. તત્કાલીન પીઆઈ ચંદુલાલ પુજગર ગોસાઈએ રમેશ રાણાનું નામ આ ગુનામાં ન લાવવા માટે 15 લાખ રૂપિયાની મસમોટી લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ આ સોદો 3.50  લાખ રૂપિયામાં નક્કી થયો હતો.

Join Our WhatsApp Group

ACB ની ટ્રેપ અને ધરપકડ

લાંચના સોદા મુજબ, પીઆઈ ગોસાઈએ ટ્રેપના દિવસે સવારે 2 લાખ રૂપિયા સ્વીકારી લીધા હતા. બાકીના 1.50 લાખ રૂપિયા આપતા પહેલા રમેશ રાણાએ એસીબી (ACB) નો સંપર્ક કર્યો હતો. એસીબીના તત્કાલીન પીઆઈ કે.બી. ઝાલાએ છટકું ગોઠવીને પીઆઈ ગોસાઈને તેમની જ ચેમ્બરમાં 1.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પીઆઈએ લાંચની રકમ સ્વીકારીને પોતાના ટેબલ પર રાખી હતી ત્યારે જ ટીમ તૂટી પડી હતી.

કોર્ટનો ચુકાદો

આ કેસ રાજકોટની ખાસ અદાલતમાં ચાલતા, ન્યાયાધીશ વી.એ. રાણાએ પુરાવા અને સરકારી વકીલ સંજયભાઈ વોરાની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે આરોપી સી.પી. ગોસાઈને ભ્રષ્ટાચારના ગુનામાં તકસીરવાન ઠરાવ્યા હતા. જોકે, આરોપીની 72 વર્ષની વયને ધ્યાનમાં રાખીને અદાલતે બે વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયાના દંડનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી 2013માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થઈ ગયા હતા.

 

આ પણ વાંચો – મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય
Next: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ પાછળ ₹38 કરોડનો ધુમાડો, જવાબદારી કોની?

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.