Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સરદારનગરનો ‘અસલી ખેલાડી’ ભગીરથ સિંહ, જયપાલ માત્ર મહોરો

સરદારનગરનો ‘અસલી ખેલાડી’ ભગીરથ સિંહ, જયપાલ માત્ર મહોરો

gujaratex@gmail.com May 9, 2026
26

અમદાવાદ : સરદારનગરમાં ગેરકાયદેસર જુગાર અને દારૂના વ્યાપક નેટવર્ક પાછળ એક નવું નામ સામે આવી રહ્યું છે. અત્યાર સુધી જયપાલને સમગ્ર વહિવટનો મુખ્ય ચહેરો માનવામાં આવતો હતો, પરંતુ સૂત્રો મુજબ આ ગોઠવણનો વાસ્તવિક સંચાલક ભગીરથ સિંહ છે, જ્યારે જયપાલ માત્ર આગળ મૂકાયેલો ચહેરો છે.

માહિતી મુજબ, ભગીરથ પણ એક કૉન્સ્ટેબલ છે અને જયપાલ સાથે તેનો સંબંધ ત્યારે શરૂ થયો હતો જ્યારે જયપાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વહિવટ કરતો હતો. તે સમયથી જયપાલ ભગીરથનો નજીકનો વ્યક્તિ બની ગયો અને આજે તેને ‘મોટા ભાઈ’ અને ‘ગુરુ’ તરીકે ઓળખવામાં આવે છે.

હાલ સરદારનગરનો વાસ્તવિક વહિવટ ભગીરથના હાથમાં હોવાનું કહેવાય છે, પરંતુ બહારની દુનિયા સામે જયપાલને વહિવટદાર તરીકે રજૂ કરવામાં આવે છે. આ ગોઠવણમાં વિસ્તારમાં દેખાતો ચહેરો જયપાલ રહે છે, જ્યારે પાછળથી સમગ્ર સિસ્ટમ ભગીરથ સંચાલિત કરે છે.

Join Our WhatsApp Group

સૂત્રો મુજબ, સરદારનગરમાં મુંગડાનું જુગારધામ અને સાવન દ્વારા ચાલતો અંગ્રેજી દારૂનો ગેરકાયદેસર વેપાર આ નેટવર્કના મુખ્ય સ્ત્રોત છે. મોચીપાડા વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામમાં દિવસે ભાડા આધારિત રમતો ચાલે છે અને રાત્રે કરોડોના ખેલ થાય છે. આમાંથી થતી આવક ગોઠવણબદ્ધ રીતે વહેંચાય છે અને ઉપર સુધી પહોંચે છે.

જયપાલના નીચે સંદીપ, લગધીર અને સ્થાનિક સિદ્ધરાજ જેવા લોકો મેદાનમાં સક્રિય રહી આ નેટવર્ક સંભાળે છે, પરંતુ આખી ગોઠવણમાં પાછળથી ભગીરથ દિશા આપે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર એક કૉન્સ્ટેબલની વ્યક્તિગત પ્રવૃત્તિ નથી, પરંતુ ગોઠવણબદ્ધ આપરાધિક તંત્ર છે.

મૂળ પ્રશ્ન એ છે કે એક-બે કૉન્સ્ટેબલ સ્તરના લોકો આટલા મોટા પાયે ગેરકાયદેસર નેટવર્ક ચલાવે અને શહેરનું તંત્ર કેવી રીતે અજાણ રહી શકે? સ્થાનિક પી.આઈ.થી લઈને પીસીબી સુધી કોઈને ખબર ન હોય? જાણકારો મુજબ આવી પરિસ્થિતિ ઊંચા સ્તરના સહકાર વિના શક્ય નથી.

આ પણ વાંચો – મુંગડાના જુગાર અને સાવનના અંગ્રેજી દારૂના પાયા પર ઊભું જયપાલનું સરદારનગર સામ્રાજ્ય

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: બંગાળમાં સત્તાની નવી સવાર, શપથ ગ્રહણમાં શહીદ કાર્યકરોને યાદ કરવામાં આવશે
Next: સચિવાલય સંકુલમાં સત્તાસંગ્રામ: ‘શક્તિમાન’ અને ‘સર્વશક્તિમાન’ વચ્ચેનું શીતયુદ્ધ ઉગ્ર બનવાની દહેશત

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.