Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • શિક્ષણના નામે વેપાર: વર્ગખંડો ખાલી છતાં ઓનલાઇન ૫૦% બોગસ હાજરી પકડાતા તંત્રની લાલ આંખ, શાળા કાયમી બંધ થવાની નોબત

શિક્ષણના નામે વેપાર: વર્ગખંડો ખાલી છતાં ઓનલાઇન ૫૦% બોગસ હાજરી પકડાતા તંત્રની લાલ આંખ, શાળા કાયમી બંધ થવાની નોબત

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-27T122305.667

અમદાવાદ: શિક્ષણના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતું વધુ એક મોટું કૌભાંડ અમદાવાદમાં સામે આવ્યું છે. શહેરમાં ડમી શાળાઓ (Dummy Schools) નું દૂષણ કેટલી હદે વકરી ચૂક્યું છે, તેનો જીવંત પુરાવો ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ સ્કૂલ બની છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસમાં ગંભીર ગેરરીતિઓ પકડાતા શાળાના ૧૧ વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરવાનો ઐતિહાસિક અને આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખોટી હાજરીનો ખેલ અને શિક્ષકો પર દબાણ

શિક્ષણાધિકારીની તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે શાળા સંચાલકો દ્વારા સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને શિક્ષકો પાસે ખોટું કામ કરાવવામાં આવતું હતું. શિક્ષકો પર ભારે દબાણ લાવીને વિદ્યાર્થીઓની ૫૦% જેટલી બોગસ ઓનલાઇન હાજરી પૂરવામાં આવતી હતી. DEO કચેરીના સત્તાવાર ડેટા મુજબ, છેલ્લા એક વર્ષમાં કરાયેલા અનેક સરપ્રાઇઝ ચેકિંગમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી ૫૦% કરતાં પણ ઓછી જોવા મળતી હતી, જ્યારે ઓનલાઇન ચોપડે ખોટી રીતે મોટી સંખ્યા દર્શાવાતી હતી.

Join Our WhatsApp Group

ફાઇલો દબાવી રાખી શિક્ષકોનું આર્થિક શોષણ કરાયું

સંચાલકો માત્ર બોગસ હાજરીથી જ અટક્યા નહોતા. શિક્ષકોના હકદાર સેવાકીય અને આર્થિક લાભો પણ ઈરાદાપૂર્વક દબાવી રાખવામાં આવ્યા હતા. શિક્ષકોના ૫ વર્ષના પૂરા પગારના ઓર્ડર હોય કે પછી ૯ વર્ષનું ઉચ્ચતર પગાર ધોરણ, સમય મર્યાદા વીતી જવા છતાં સંચાલકોએ બહાના બતાવીને ફાઈલો આગળ વધારી નહોતી અને શિક્ષકોનું આર્થિક શોષણ કર્યું હતું.

૧૦૦% ગ્રાન્ટ કપાશે, માન્યતા રદ કરવાની ભલામણ

આ ગેરરીતિઓ બદલ શાળાને અગાઉ ૩ વખત કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં સંચાલકોએ ઉદાસીનતા દાખવીને કોઈ સંતોષકારક ખુલાસો કર્યો નહોતો. અંતે શિક્ષણાધિકારીએ આકરા પાણીએ થઈને શાળાની ૧૦૦% ગ્રાન્ટ કાપી નાખવા અને શાળાની માન્યતા સંપૂર્ણપણે રદ કરવા માટે ઉચ્ચ કચેરીને વિસ્તૃત ફાઇનલ રિપોર્ટ મોકલી આપ્યો છે. હાલમાં શિક્ષકોના તમામ રોકાયેલા લાભો સત્વરે ચૂકવી દેવા આદેશ કરાયો છે. બીજી તરફ, પોતાની સામે કડક કાર્યવાહી થતાં ભીંસમાં મુકાયેલા સંચાલકોએ બચાવ માટે કમિશનર ઑફ સ્કૂલમાં રજૂઆત કરી છે, જેનો આખરી નિર્ણય આવવાનો હજુ બાકી છે.

આ પણ વાંચો – ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ
Next: વડોદરા મનપાનો નવો ખેલ : પેવર બ્લોકના ટેન્ડરમાં ૩૧% નીચા ભાવનું રહસ્ય, જ્યારે જૂના કોન્ટ્રાક્ટરોને એક્સટેન્શન સાથે ૨ કરોડની ‘લહાણી’

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.