Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • વડોદરા મનપાનો નવો ખેલ : પેવર બ્લોકના ટેન્ડરમાં ૩૧% નીચા ભાવનું રહસ્ય, જ્યારે જૂના કોન્ટ્રાક્ટરોને એક્સટેન્શન સાથે ૨ કરોડની ‘લહાણી’

વડોદરા મનપાનો નવો ખેલ : પેવર બ્લોકના ટેન્ડરમાં ૩૧% નીચા ભાવનું રહસ્ય, જ્યારે જૂના કોન્ટ્રાક્ટરોને એક્સટેન્શન સાથે ૨ કરોડની ‘લહાણી’

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-27T123322.887

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની આગામી સ્થાયી સમિતિની બેઠકમાં ટેન્ડર પ્રક્રિયાને લઈને કેટલાક ચોંકાવનારા અને વિવાદાસ્પદ નિર્ણયો લેવાઈ શકે છે. કોર્પોરેશનની રોડ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની બેવડી નીતિઓ સામે આવી છે. એક તરફ કેટલાક કામોમાં અંદાજિત કિંમત કરતાં ૩૧ ટકા જેટલા નીચા ભાવ રજૂ થયા છે, જે કામની ગુણવત્તા પર શંકા ઉપજાવે છે. તો બીજી તરફ, જૂના કોન્ટ્રાક્ટરોની મુદત પૂરી થતી હોવા છતાં નવા ટેન્ડર બહાર પાડવાને બદલે તેમને જ એક્સટેન્શન આપીને કરોડો રૂપિયાનો વધારો મંજૂર કરાવવાની પેરવી ચાલી રહી છે.

પેવર બ્લોકના કામમાં ૩૧% નો ઘટાડો: ગુણવત્તા સાથે ચેડાં?

પૂર્વ ઝોનમાં ફૂટપાથ અને સર્વિસ ટ્રેક પર પેવર બ્લોક લગાવવા માટે રૂ. ૮ કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાની દરખાસ્ત મુકાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે ટેન્ડરમાં ભાગ લેનારા ત્રણેય કોન્ટ્રાક્ટરોએ અંદાજિત યુનિટ રેટ કરતાં ૩૦% થી વધુ ઓછા ભાવ ભર્યા છે.

Join Our WhatsApp Group

શ્રીજી ડેવલોપર્સ: ૩૧.૩૨% ઓછા ભાવ

જય એન્ટરપ્રાઇઝ: ૩૦.૩૩% ઓછા ભાવ

કૌશલ હરપલાણી: ૨૯.૯૯% ઓછા ભાવ

ટેન્ડર ચકાસણી કમિટીએ સૌથી ઓછા ભાવ ભરનાર ‘શ્રીજી ડેવલોપર્સ’ ને કામ સોંપવાની ભલામણ કરી છે. પરંતુ સવાલ એ છે કે જો કોન્ટ્રાક્ટર ૩૧% ઓછા ભાવે કામ કરે છે, તો શું તે હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને માલસામાન નહીં વાપરે? અને જો ૩૦% ઓછા ભાવે કામ થઈ શકતું હતું, તો કોર્પોરેશનના અધિકારીઓએ ૮ કરોડનો ઊંચો અંદાજ કઈ ગણતરીએ બનાવ્યો હતો?

જૂના ઈજારદારો પર મહેરબાની: એક્સટેન્શન અને ૨ કરોડની લહાણી!

બીજી તરફ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા (આંગણવાડી, અતિથિગૃહ, શાળાઓના સિવિલ કામ) નો વહીવટ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે. પૂર્વ ઝોનમાં ‘જય એન્ટરપ્રાઇઝ’ અને દક્ષિણ ઝોનમાં ‘રેમીન્સ ગ્રુપ’ ના ૮-૮ કરોડના (૧૫.૫૦% ઓછા ભાવના) વાર્ષિક ઇજારા આગામી ૨૨ સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહ્યા છે. તંત્રએ સમયસર નવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન કરતા, હવે આ બંને કોન્ટ્રાક્ટરોને નવો ઇજારો મંજૂર ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવી આપવાની (એક્સટેન્શન) દરખાસ્ત મુકાઈ છે. એટલું જ નહીં, દક્ષિણ ઝોનના કોન્ટ્રાક્ટમાં નાણાકીય મર્યાદા રૂ. ૮ કરોડથી વધારીને તેમાં વધુ રૂ. ૨ કરોડનો વધારો કરવાની પણ દરખાસ્ત છે!

ઉત્તર ઝોનમાં ૧૦ કરોડનો નવો ઇજારો

દરમિયાન, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉત્તર ઝોનમાં સિવિલ કામનો રૂ. ૧૦ કરોડનો વાર્ષિક ઇજારો આપવા રાકેશ કન્સ્ટ્રક્શન (૧૧.૧૦% ઓછા ભાવ) નું નામ મંજૂરી માટે રજૂ થયું છે. પ્રથમ પ્રયાસમાં કોઈએ રસ ન દાખવતા બીજા પ્રયાસમાં આ ટેન્ડર ફાઇનલ થયું છે.

કેટલાક વેધક સવાલો

૧. પેવર બ્લોકના કામમાં ૩૧% ના જંગી ઘટાડા સાથે ભરેલા ટેન્ડર મંજૂર કર્યા પછી રસ્તા પર બે મહિનામાં જ બ્લોક તૂટી જશે તો જવાબદારી કોની રહેશે?

૨. સિવિલ કામોમાં કોન્ટ્રાક્ટની સમયમર્યાદા પૂરી થઈ રહી હોવાની જાણ તંત્રને અગાઉથી હતી, તો નવા ટેન્ડર સમયસર કેમ બહાર ન પડાયા? શું જાણીજોઈને જૂના કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા સિસ્ટમ ઢીલી રખાઈ છે?

આ પણ વાંચો – શિક્ષણના નામે વેપાર: વર્ગખંડો ખાલી છતાં ઓનલાઇન ૫૦% બોગસ હાજરી પકડાતા તંત્રની લાલ આંખ, શાળા કાયમી બંધ થવાની નોબત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: શિક્ષણના નામે વેપાર: વર્ગખંડો ખાલી છતાં ઓનલાઇન ૫૦% બોગસ હાજરી પકડાતા તંત્રની લાલ આંખ, શાળા કાયમી બંધ થવાની નોબત
Next: સામાન્ય માણસને હપ્તા માટે ફાંસો, અબજોપતિઓને જલસા! ૨૨,૦૦૦ કરોડના દેવા સામે સુભાષ ચંદ્રા માત્ર ૬.૫ કરોડ ભરીને છૂટ્યા

Related News

BABA - 2026-09-03T150536.270

પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T124236.512

ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર

gujaratex@gmail.com September 3, 2026
BABA - 2026-09-03T121926.030

અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ

gujaratex@gmail.com September 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.