Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે ભારતના આઠ એલપીજી ટેન્કર : રોયટર્સ

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે ભારતના આઠ એલપીજી ટેન્કર : રોયટર્સ

gujaratex@gmail.com April 6, 2026
BABA - 2026-04-06T224657.551

ભારતીય ઝંડાવાળા બે વધુ એલપીજી ટેન્કર ખાડી વિસ્તારમાંથી નીકળીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે એલએસઈજી અને ક્પલરના ડેટાના હવાલે આ માહિતી આપી છે.

ડેટા અનુસાર, ગ્રીન આશા અને ગ્રીન સાનવી નામના આ ટેન્કર ખાડી વિસ્તાર પાર કરી ચૂક્યા છે અને હાલમાં હોર્મુઝ જળડમરૂમધ્યની પૂર્વ તરફ છે. આ ઉપરાંત, ત્રીજું જહાજ જગ વિક્રમ હજુ હોર્મુઝ જળડમરૂમધ્યની પશ્ચિમ તરફ છે.

રોયટર્સના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં ભારતીય ઝંડાવાળા આઠ એલપીજી ટેન્કર હોર્મુઝ જળડમરૂમધ્ય પાર કરી ચૂક્યા છે. આમાંથી છ ટેન્કર ભારત પહોંચી ગયા છે અને બે હજુ રસ્તામાં છે.

Join Our WhatsApp Group

ભારત હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ અટવાયેલા પોતાના એલપીજી ટેન્કરોને ધીમે ધીમે ત્યાંથી બહાર કાઢી રહ્યું છે. 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને મોટા ભાગે બંધ કરી દીધું છે. ઈરાનનું કહેવું છે કે માત્ર “ગેર-દુશ્મન જહાજો” જ ઈરાની અધિકારીઓની મદદથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી શકે છે.

ભારત અને ચીન સહિત અનેક દેશોના જહાજો હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે, પરંતુ યુદ્ધ પહેલાંની સરખામણીમાં હોર્મુઝમાંથી પસાર થતા જહાજોની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે.

આ પણ વાંચો – કેન્દ્ર સરકારના આદેશથી બ્લોક કરાયેલા એક્સ અકાઉન્ટને બહાલ કરવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: કેન્દ્ર સરકારના આદેશથી બ્લોક કરાયેલા એક્સ અકાઉન્ટને બહાલ કરવાનો દિલ્હી હાઈકોર્ટનો આદેશ
Next: મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ-LPGનો કેટલો પુરવઠો ? સરકારે આપી માહિતી

Related News

BABA - 2026-04-17T180702.021

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો

gujaratex@gmail.com April 17, 2026
Raghav Chadha BJP

શું રાઘવ ચઢ્ઢા AAP છોડીને ભાજપમાં જોડાશે? સાંસદ મનોજ તિવારીએ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું

gujaratex@gmail.com April 16, 2026

સંસદમાં મહિલા અનામત બિલ રજૂ થયા પૂર્વે સીમાંકનનો વિરોધ, તમિલનાડુ CM સ્ટાલિને કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.