Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • મધ્ય પૂર્વના તણાવ વચ્ચે તુર્કી, મિસર અને સાઉદીના વિદેશ મંત્રીઓ પાકિસ્તાન પહોંચ્યા

મધ્ય પૂર્વના તણાવ વચ્ચે તુર્કી, મિસર અને સાઉદીના વિદેશ મંત્રીઓ પાકિસ્તાન પહોંચ્યા

gujaratex@gmail.com March 29, 2026
BABA (50)

ઈસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષ વચ્ચે તુર્કી, મિસર અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, તુર્કીના વિદેશ મંત્રી હાકાન ફિદાન, મિસરના વિદેશ મંત્રી બદર અબ્દેલઅત્તી અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સાઉદ 29 અને 30 માર્ચે ઈસ્લામાબાદમાં હાજરી આપશે.

પાકિસ્તાનના ઉપ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈસ્હાક ડારએ કહ્યું કે, આ ત્રણેય દેશોના વિદેશ મંત્રીઓ વિસ્તારમાં તણાવ ઘટાડવાના પ્રયાસો સહિત અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે.

Join Our WhatsApp Group

પાકિસ્તાનની મધ્યસ્થીની પ્રવૃત્તિ

પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની મધ્યસ્થી કરવાની પણ તૈયારી દર્શાવી છે. આ અઠવાડિયે ઈસ્હાક ડારે કહ્યું હતું કે, “અપ્રત્યક્ષ વાતચીત” પાકિસ્તાન મારફતે સંદેશાઓના આદાન-પ્રદાન દ્વારા ચાલી રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની એક X પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેને ટ્રુથ સોશિયલ પર શેર કર્યો હતો. આ પોસ્ટમાં શરીફે કહ્યું હતું કે, “પાકિસ્તાન વાતચીતની મેજબાની કરવા તૈયાર છે.”

ચર્ચાના મુદ્દા

વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, આ ત્રણેય વિદેશ મંત્રીઓ વિસ્તારમાં તણાવ ઘટાડવા, શાંતિ પ્રયાસો અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે. આ મુલાકાતને મધ્ય પૂર્વના વર્તમાન સંઘર્ષને શાંત કરવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.પાકિસ્તાન હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ મુલાકાત તેનો એક મહત્ત્વનો ભાગ બની શકે છે.

આ પણ વાંચો – ઈરાનના હુમલામાં બહેરીનના અલ્યુમિનિયમ પ્લાન્ટમાં બે કર્મચારી ઘાયલ : IRGCએ જવાબદારી સ્વીકારી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: ઈરાનના હુમલામાં બહેરીનના અલ્યુમિનિયમ પ્લાન્ટમાં બે કર્મચારી ઘાયલ : IRGCએ જવાબદારી સ્વીકારી
Next: ગુજરાતમાં ટ્રાફિક દંડની વસૂલાત : 17 વર્ષમાં 1400 કરોડથી વધુ દંડ ભર્યો, પરંતુ માર્ગ સુરક્ષા નિધિમાં 16%ની ઘટ

Related News

BABA - 2026-06-02T124227.328

ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-02T122633.321

સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ

gujaratex@gmail.com June 2, 2026
BABA - 2026-06-01T175625.124

‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

gujaratex@gmail.com June 2, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.