Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • ઈરાનના હુમલામાં બહેરીનના અલ્યુમિનિયમ પ્લાન્ટમાં બે કર્મચારી ઘાયલ : IRGCએ જવાબદારી સ્વીકારી

ઈરાનના હુમલામાં બહેરીનના અલ્યુમિનિયમ પ્લાન્ટમાં બે કર્મચારી ઘાયલ : IRGCએ જવાબદારી સ્વીકારી

gujaratex@gmail.com March 29, 2026
BABA (49)

મનામા: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને બહેરીનના વિશ્વના સૌથી મોટા એલ્યુમિનિયમ ઉત્પાદકોમાંની એક કંપની ‘અલ્યુમિનિયમ બહેરીન’ (અલ્બા)ના પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ હુમલામાં કંપનીના બે કર્મચારીઓને નાની ઇજાઓ થઈ છે. બહેરીનના સરકારી મીડિયાએ આ જાણકારી આપી છે.

અલ્બા કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “અમારા કર્મચારીઓની સુરક્ષા અને સલામતી અમારી સૌથી મોટી અગ્રિમતા છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે અલ્બાના બે કર્મચારીઓને સામાન્ય ઇજાઓ થઈ છે.” કંપનીએ હુમલાની અસરનું મૂલ્યાંકન કરી રહી છે અને વધુ વિગતો ઉપલબ્ધ થશે ત્યારે અપડેટ આપવાનું જણાવ્યું છે.

ઈરાનની સૈન્ય પાંખ IRGCએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું છે કે આ હુમલો ઈરાનના બે સ્ટીલ પ્લાન્ટ પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. IRGCએ બહેરીનના અલ્બા પ્લાન્ટ સાથે સાથે યુનાઈટેડ આરબ અમીરાતના Emirates Global Aluminium (EGA) પ્લાન્ટને પણ નિશાન બનાવ્યું હતું.

Join Our WhatsApp Group

BREAKING:

🇮🇷🇮🇱🇺🇸 After the US and Israel targeted universities in Tehran, Iran announced that from now on all Israeli and US universities in the region will be targeted as well pic.twitter.com/QJUfridjJK

— Megatron (@Megatron_ron) March 28, 2026

આ હુમલો ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષનો ભાગ છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલ સાથે જોડાયેલા ઉદ્યોગો પર વળતા પ્રહારો કરવાની જાહેરાત કરી છે. બહેરીન સરકાર અને અલ્બા કંપનીએ કર્મચારીઓની સુરક્ષા વધારવા અને કાર્યવાહીને લઈને તપાસ શરૂ કરી છે.

આ ઘટનાથી ગલ્ફ પ્રદેશમાં એલ્યુમિનિયમ ઉદ્યોગ પર અસર પડી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈનને પણ અસર થઈ શકે છે.

આ પણ વાંચો – અમદાવાદમાં એસિડ એટેકનો કેસ 24 કલાકમાં ઉકેલાયો : ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અમદાવાદમાં એસિડ એટેકનો કેસ 24 કલાકમાં ઉકેલાયો : ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો
Next: મધ્ય પૂર્વના તણાવ વચ્ચે તુર્કી, મિસર અને સાઉદીના વિદેશ મંત્રીઓ પાકિસ્તાન પહોંચ્યા

Related News

BABA - 2026-06-03T010352.871

દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T004753.093

વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે

gujaratex@gmail.com June 3, 2026
BABA - 2026-06-03T000642.100

ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ

gujaratex@gmail.com June 3, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • દિલ્હીમાં 6 માળની હોટલમાં ભીષણ આગ, 21 ના મોત; મોટાભાગના મૃતકો વિદેશી
  • વૈશ્વિક ઊર્જા સંકટ: આગામી 2-3 સપ્તાહમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભયંકર વિસ્ફોટની ચેતવણી, કિંમત 160 ડૉલરને પાર થશે
  • ભારત પર વધારાનો ટેરિફ લાદવાની તૈયારીમાં US, બીજી તરફ ટ્રેડ ડીલનો ડોળ
  • પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર: ગુજરાતમાં ગરમીથી મોટી રાહત, આજે 11 જિલ્લાઓમાં વરસાદનું ‘ઓરેન્જ એલર્ટ’
  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.