Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • CBS સિસ્ટમની ખામીનો લાભ લઈ 210 કરોડનું ફ્રોડ : સાયબર સેન્ટરની મોટી કાર્યવાહી

CBS સિસ્ટમની ખામીનો લાભ લઈ 210 કરોડનું ફ્રોડ : સાયબર સેન્ટરની મોટી કાર્યવાહી

gujaratex@gmail.com April 19, 2026
BABA - 2026-04-19T085506.885
  • 210 કરોડનું સાયબર ફ્રોડ : વડોદરા સ્થિત ગેંગે 15 બેંકોને નિશાન બનાવી, ભાવનગર બેંકમાંથી 7 કરોડ ચોરી

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે એક મોટું અને અત્યંત મહત્ત્વપૂર્ણ ઓપરેશન હાથ ધરીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની એક મોટી ગેંગને પકડી પાડી છે. આ ગેંગે દેશભરની 15થી વધુ બેંકોને નિશાન બનાવીને અંદાજે 210 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચર્યું હતું.

સૌથી મોટો કાંડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનો હતો. ગેંગે ધૂળેટીની એક રાતમાં જ બેંકની સિસ્ટમ હેક કરીને 7 કરોડથી વધુની રકમ ચોરી કરી લીધી હતી. આ ગેંગ વડોદરા સ્થિત હતી અને તેના સભ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા અનેક રાજ્યોમાં સક્રિય હતા.

તપાસમાં સામે આવેલા ચોંકાવનારા આંકડા

Join Our WhatsApp Group

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં 273 સાયબર ગુનાઓ આચર્યા છે અને કુલ 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે. આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો લાભ ઉઠાવ્યો હતો.

કૌભાંડની રીત

ગેંગે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય (dormant) એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા. તે એકાઉન્ટ્સના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા. ત્યારબાદ સિસ્ટમની ખામીનો ઉપયોગ કરીને તેમણે વર્ચ્યુઅલી રકમ જનરેટ કરી. છેલ્લે આ રકમને સગેવગે કરવા માટે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપીને 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સ ભાડે લીધા અને તેમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા.

પોલીસની કાર્યવાહી

આ ઓપરેશન ગુજરાત પોલીસ વડા (CID ક્રાઈમ અને રેલ્વેઝ) ડૉ. કે. લક્ષ્મી નારાયણ રાવ અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ મહાનિરીક્ષક બિપીન આહિરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ પીઆઈ જી.બી. ડોડીયા, એચ.જે. પરમાર અને એચ.વી. દેસાઈની ટીમે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી આખી તપાસ કરી.

પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.

પકડાયેલા આરોપીઓ

અબ્દુલ પઠાણ – બેંક એકાઉન્ટ ઓપન કરીને પૈસા ઉપાડીને આપતો
વિવેક વણઝારા – મિત્રો સાથે એકાઉન્ટ ખોલાવડાવીને કમિશન લેતો
મયંક બૈરવા – બેંક એકાઉન્ટ ઓપરેશનમાં સહયોગી
રોહિત વર્મા – બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને કમિશન મેળવતો
મોહિત રાવલ – મોબાઈલ શોપથી ફ્રોડ નેટવર્ક સાથે જોડાણ
દિપેશ રાજપુરોહિત ઉર્ફે મોન્ટુ – મુખ્ય સંચાલક, 40 જેટલા એકાઉન્ટ્સનો હેન્ડલર

પોલીસે જણાવ્યું છે કે મુખ્ય સૂત્રધારની શોધખોળ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

આ પણ  વાંચો – હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ઝંડા વાળા બે જહાજો પર ગોળીબારી, ભારતે ઈરાનને મોકલ્યો સંદેશ

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના ઝંડા વાળા બે જહાજો પર ગોળીબારી, ભારતે ઈરાનને મોકલ્યો સંદેશ
Next: રાહુલની નાગરિકતા વિવાદ : હાઈકોર્ટે એફઆઈઆરનો આદેશ સ્થગિત કર્યો, 20 એપ્રિલે સુનાવણી

Related News

BABA - 2026-09-02T161733.899

બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-09-02T155648.490

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.9 કરોડ રૂપિયાની કિંમતનો ‘હાઇડ્રોપોનિક ગાંજો’ જપ્ત

gujaratex@gmail.com September 2, 2026
BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • પાલનપુરનું જાણીતું ‘સુર મંદિર સિનેમા’ સીલ : છતના પોપડા પડવાની ઘટનામાં સંચાલકોની બેદરકારી પર કલેક્ટરની લાલ આંખ
  • ગુજરાતના યાત્રાધામોનો થશે કાયાકલ્પ : પ્રવાસન અને ધાર્મિક સ્થળોના વિકાસ માટે રૂ. 133 કરોડના 10 પ્રોજેક્ટ મંજૂર
  • અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત ટ્રાન્સફર માટે હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ
  • જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શનાર્થીઓ માટે ખુશખબર : ગાંધીનગર-દ્વારકા વચ્ચે દોડશે ‘અનારક્ષિત’ સ્પેશિયલ ટ્રેન
  • બેનામી સંપત્તિનો કેસ : આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસની જામીન અરજી ફગાવતી વિશેષ અદાલત

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.