Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • Uncategorized
  • અમદાવાદમાં IPL સટ્ટાબાજી પર પોલીસની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: કરોડોના રેકેટનો પર્દાફાશ, દુબઈ સુધી જોડાયેલા છે તાર!

અમદાવાદમાં IPL સટ્ટાબાજી પર પોલીસની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: કરોડોના રેકેટનો પર્દાફાશ, દુબઈ સુધી જોડાયેલા છે તાર!

gujaratex@gmail.com May 20, 2026
BABA (71)

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ અને SMCનો સપાટો, સટ્ટાના કરોડોના રેકેટનો પર્દાફાશ, દુબઈ સુધી જોડાયેલા છે તાર!

હાલમાં ચાલી રહેલા IPL ફીવર વચ્ચે અમદાવાદમાં સટ્ટાબાજીનું મોટું ભૂત ધૂણ્યું છે. શહેર ક્રાઇમ બ્રાંચ, એલસીબી (LCB) અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સંયુક્ત રીતે શહેરના પોશ વિસ્તારોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચાંદખેડા, સોલા અને સેટેલાઇટમાં એકસાથે દરોડા પાડીને પોલીસે ઓનલાઇન સટ્ટો રમાડતા અનેક મોટા બુકીઓને ઝડપી પાડ્યા છે. આ રેકેટ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી, પરંતુ તેના મૂળિયા દુબઈ સુધી વિસ્તરેલા હોવાની આશંકાએ પોલીસતંત્ર ચોંકી ઊઠ્યું છે.

સોલામાં પકડાયેલું ‘દુબઈ કનેક્શન’

Join Our WhatsApp Group

સૌથી મોટી અને મહત્વની કાર્યવાહી સોલા વિસ્તારમાં જોવા મળી છે. ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર આર.એલ. ઓડેદરાની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે, મંગલદીપ પાર્ટી પ્લોટ પાસે આવેલા ‘બ્લોસમ લક્ઝુરિયા’ ફ્લેટમાં સપાટો બોલાવાયો હતો. અહીંથી અશ્વિન ઠક્કર નામનો બુકી પોતાના જ ઘરમાં બેસીને મોબાઈલ ફોનની જાળ બિછાવીને ગ્રાહકો સાથે ઓનલાઇન સટ્ટાના સોદા કરી રહ્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી ડેટા અને અનેક ફોન મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અશ્વિનનું સીધું કનેક્શન દુબઈના મોટા બુકીઓ સાથે હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, તેણે ઓનલાઈન આઈડી અને પાસવર્ડ આપીને અન્ય કેટલાક લોકોને પણ આ ધંધામાં ઉતાર્યા હતા. જેમાં નિર્ણયનગરનો દિલીપ પંચાલ, સામખ્યારીનો ઘનશ્યામ ઠક્કર, પાલડીનો રોહિત શાહ અને ડીસાનો જીતુ ઠક્કર સામેલ છે. પોલીસે આ ચારેય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમના સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સેટેલાઇટમાં સટ્ટાની સાથે દારૂની મહેફિલ

બીજી તરફ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઇસ્કોન ક્રોસ રોડ નજીક ‘મારૂતિ સેલેડ્રોન ફ્લેટ’માં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસને બમણી સફળતા મળી હતી. ફ્લેટની અંદર સટ્ટાની સાથે દારૂની મહેફિલ પણ ચાલી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રાજકોટના હોટલ માલિક દિવ્યરાજસિંહ ઝાલા, અમદાવાદના ધવલ પંડ્યા અને સુરતના ઘનશ્યામ કાનાણીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 7 મોબાઈલ ફોન, દારૂની 17 અને બિયરની 9 બોટલો જપ્ત કરવામાં આવી છે. આ દર્શાવે છે કે સટ્ટાનું આ નેટવર્ક હાઈ-પ્રોફાઈલ લોકો સાથે પણ સંકળાયેલું છે.

ચાંદખેડામાં જાહેરમાં ચાલતો સટ્ટો

LCB ઝોન-2ની સ્ક્વોડે ચાંદખેડામાં સત્યમેવ હોસ્પિટલ પાસે કબીર પાન પાર્લરની બહાર જ જાહેરમાં મોબાઈલ પર સટ્ટો રમાડતા રૂપેન લાખાણી નામના શખ્સને રંગેહાથ પકડી પાડ્યો હતો. મૂળ દ્વારકાના અને હાલ ઝુંડાલમાં રહેતા રૂપેને કબૂલાત કરી છે કે તે રાકેશ નામના માસ્ટર બુકી પાસેથી આઈડી મેળવીને ગ્રાહકોના સોદા પાર પાડતો હતો. હવે પોલીસ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા આ ‘રાકેશ’ની શોધખોળ કરી રહી છે.

બોપલમાં વિદેશી નાગરિકોનું ગેરકાયદેસર રોકાણ

IPL સટ્ટાની કાર્યવાહીની સાથે જ, બોપલ પોલીસે NDPS ગુનાની તપાસ દરમિયાન એક મોટો ખુલાસો કર્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે શાંતિગ્રામમાં રહેતા બે વિદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા પકડાયા છે.

પકડાયેલા આરોપીઓમાં તાન્ઝાનિયાનો મોહમદ ઉર્ફે રીક અબદી ઓમાર અને કેન્યાની મેરસી ઉર્ફે સાંડ્રાનો સમાવેશ થાય છે. બંને અગાઉ પણ ડ્રગ્સ (NDPS) સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે. વિઝાના નિયમોનો ભંગ કરી અને સ્થાનિક પોલીસ કે FRRO ને જાણ કર્યા વિના છુપાઈને રહેતા આ બંને સામે પોલીસે ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ વિદેશી નાગરિકો અન્ય કોઈ રાષ્ટ્રવિરોધી કે શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ હવે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો – પીએમ મોદીના નોર્વે પ્રવાસનો વિવાદ: અખબારના કાર્ટૂનમાં ‘મદારી’ તરીકે દર્શાવાતા ભડક્યા ભારતીયો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: પીએમ મોદીના નોર્વે પ્રવાસનો વિવાદ: અખબારના કાર્ટૂનમાં ‘મદારી’ તરીકે દર્શાવાતા ભડક્યા ભારતીયો
Next: ‘મેડિકલ ટુરિઝમ’ના દાવા વચ્ચે સરકારી હોસ્પિટલો બીમાર: ૭૦% દર્દીઓ મજબૂરીમાં ખાનગી હોસ્પિટલના શરણે
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અમદાવાદમાં અત્યાર સુધીની મોટી કાર્યવાહી: નરોડામાંથી ₹14.16 કરોડના ‘મેથામ્ફેટામાઈન’ ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ ઝડપાયો
  • ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: ભયંકર આંધી-તોફાનમાં ૨૮ લોકોના મોત, કલાકો સુધી રેલ અને વીજ સેવાઓ ખોરવાઈ
  • સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂક: પીએમ મોદીની ડિગ્રીનો કેસ સાંભળનાર જસ્ટિસ સચદેવા પણ સામેલ
  • ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી: ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ થી 2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
  • ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક ભારત પરત ફરશે, જણાવ્યું 6 જૂને શું-શું કરશે

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.