Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ગુજરાત
  • ગ્રામિણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમ અંગે પ્રશ્નો: સોલ્ડી ગામની Cosmos Feed Care ફેક્ટરી પર નિયમન અને પર્યાવરણ મુદ્દે ચર્ચા

ગ્રામિણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમ અંગે પ્રશ્નો: સોલ્ડી ગામની Cosmos Feed Care ફેક્ટરી પર નિયમન અને પર્યાવરણ મુદ્દે ચર્ચા

gujaratex@gmail.com March 16, 2026
1
  • પશુઆહાર માટે ડાઇકેલ્શિયમ ફોસ્ફેટ અને મિનરલ મિશ્રણ બનાવતી કંપની અંગે પ્રમાણપત્ર, જમીન ઉપયોગ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે સ્પષ્ટતા માંગ

મહેસાણા જિલ્લાના સોલ્ડી ગામમાં આવેલી COSMOS FEED CARE નામની ફેક્ટરી અંગે છેલ્લા કેટલાક સમયથી વિવિધ નિયમનકારી અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે. કંપની પશુઆહાર માટે Dicalcium Phosphate અને Mineral Mixturesનું ઉત્પાદન કરે છે અને પોતાને આ ક્ષેત્રમાં ઉત્પાદક, સપ્લાયર અને એક્સપોર્ટર તરીકે રજૂ કરે છે. કંપનીની માહિતી અનુસાર સંસ્થા પાસે લગભગ 500 મેટ્રિક ટન પ્રતિ મહિના ઉત્પાદન ક્ષમતા છે.

કંપનીનું સંચાલન ઘનશ્યામ પટેલ, રસિક પટેલ, બાબુ પ્રજાપતિ અને પંકિત સોની જેવા ભાગીદારોના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યું હોવાનું કંપનીના પ્રોફાઇલમાં દર્શાવવામાં આવે છે. કંપની દાવો કરે છે કે ગુણવત્તા, સમયસર ડિલિવરી અને ગ્રાહક સંતોષને કારણે તેણે આ ક્ષેત્રમાં સ્થાન બનાવ્યું છે.

પરંતુ આ સાથે કેટલાક નિયમનકારી મુદ્દાઓને લઈને પ્રશ્નો પણ ઉભા થયા છે. પશુઆહાર માટેના મિનરલ મિશ્રણ માટે IS 1664:2002 અને ડાઇકેલ્શિયમ ફોસ્ફેટ માટે IS 5470:2002 જેવા ભારતીય માનકો લાગુ પડે છે. સ્થાનિક સ્તરે કેટલાક લોકોનો દાવો છે કે કંપની પાસે સંબંધિત BIS પ્રમાણપત્રો અને ISI માર્ક અંગે જાહેર માહિતી સ્પષ્ટ નથી, જેના કારણે આ સ્ટાન્ડર્ડ્સના પાલન અંગે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.

Join Our WhatsApp Group

જમીન ઉપયોગ સંબંધિત મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. માહિતી અનુસાર ફેક્ટરી સોલ્ડી ગામના સર્વે નંબર 266 વિસ્તારમાં આવેલી હોવાનું કહેવાય છે. સ્થાનિક સ્તરે કેટલાક લોકોનો દાવો છે કે આ જમીન અગાઉ કૃષિ ઉપયોગ માટે નોંધાયેલ હતી. આવા સંજોગોમાં ઉદ્યોગ માટે જરૂરી Non-Agricultural (NA) કન્વર્ઝન મળ્યું છે કે નહીં, તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે.

આ પણ વાંચો – ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ: 23 દર્દીઓમાંથી 10ના મોત, ઓડિશામાં શોકનો માહોલ

ગ્રામિણ રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમ અંગે ચિંતા

વિશેષજ્ઞો જણાવે છે કે રસાયણ આધારિત અથવા ખનિજ આધારિત પશુઆહાર ઉત્પાદનો બનાવતી ફેક્ટરીઓ સામાન્ય રીતે ઔદ્યોગિક ઝોન અથવા GIDC જેવા વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવે છે. કારણ કે ત્યાં પર્યાવરણ નિયંત્રણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાસ વ્યવસ્થા હોય છે. કેમ કે આ વેસ્ટ મેનેજમેન્ટ યોગ્ય નહોય તો મોટા પ્રમાણમાં વસ્તીને ભયંકર સ્વાસ્થ્ય અસરો કરે છે. લોકોને ખ્યાલ પણ આવતો નથી કે, તેમને કેવી રીતે ભયંકર મોત મળી રહ્યું છે.

જો આવી ફેક્ટરીઓ સીધી ગ્રામિણ અથવા રહેણાંક વિસ્તારોમાં ચાલે તો કેટલીક સંભાવિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવી કંપનીઓ આસપાસના લોકો માટે એક અદ્રશ્ય મોત સમાન બની જાય છે. કંપની માલિક કરોડો રૂપિયા છાપવા માટે વેસ્ટ મેનેજમેન્ટને લઈને અયોગ્ય કામગીરી કરે તો લાંબા ગાળે કંપનીની આસપાસના વિસ્તારો ઉજ્જડ બની જાય છે, સાથે-સાથે ધીમું ઝેર લોકોને ધીમે-ધીમે ખત્મ કરી નાંખે છે. લોકો કંઈ સમજી શકે તે પહેલા જ તેમનું જીવન એક કર્ક રોગના પંજામાં આવી જાય છે.

પાણી પ્રદૂષણનો જોખમ

કેમિકલ અથવા ખનિજ આધારિત ઉત્પાદન પ્રક્રિયામાંથી નીકળતા વેસ્ટ વોટરનો યોગ્ય નિકાલ ન થાય તો આસપાસના ખેતરો અને ભૂગર્ભ જળ પર અસર પડી શકે છે.

હવા પ્રદૂષણ અને ધૂળ 

ફોસ્ફેટ અથવા મિનરલ પાવડર પ્રોસેસિંગ દરમિયાન ધૂળ અને કણો ફેલાવાનો જોખમ રહે છે.

કૃષિ પર અસર

જો ઔદ્યોગિક વેસ્ટ યોગ્ય રીતે ટ્રીટ ન થાય તો આસપાસની જમીનની ઉપજ ક્ષમતા પર અસર થઈ શકે છે.
રહેણાંક વિસ્તારોમાં સ્વાસ્થ્ય ચિંતા: ગ્રામિણ વિસ્તારોમાં રહેનારા લોકો માટે લાંબા ગાળે પાણી અને હવાની ગુણવત્તા મહત્વપૂર્ણ બની જાય છે.

આ કારણે પર્યાવરણ નિષ્ણાતો સામાન્ય રીતે સલાહ આપે છે કે આવા ઉદ્યોગો માટે પર્યાવરણ મંજૂરી, વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરીઓ જરૂરી હોય છે. બને તો આવા પ્લાન્ટ જીઆઈડીસી વિસ્તારમાં હોય તો સૌથી વધારે સારૂં માનવામાં આવે છે.

આ પણ વાંચો – ગુજરાતમાં LPG સિલિન્ડર સંકટ વચ્ચે રાજ્ય પોલીસ વડાનો કડક સંદેશ: ગેસની સંગ્રહખોરી અને કાળાબજારી સામે એક્શન મોડ

પ્રદૂષણ નિયંત્રણ અને પરવાનગીઓ

સ્થાનિક સ્તરે ચર્ચા છે કે ફેક્ટરી પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી જરૂરી Consent to Establish (CTE) અને Consent to Operate (CTO) છે કે નહીં, તેમજ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે.

આ ઉપરાંત કેટલાક લોકો કંપની પાસેથી BIS પ્રમાણપત્રો, પરીક્ષણ રિપોર્ટ્સ, જમીન રૂપાંતર દસ્તાવેજો અને પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે જેથી શંકાઓ દૂર થઈ શકે.

ઉલ્લેખનિય છે કે, COSMOS FEED CARE કંપનીના કારણે આસપાસના ચારથી વધારે ગામલોકોના જીવન ડેન્જરમાં છે, સાથે જ આસપાસની મોટા પ્રમાણમાં જમીન ઉજ્જડ બની શકે છે.

1. ભૂગર્ભ જળ અને પીવાના પાણીમાં દૂષિત થાય તો

ફ્લોરોસિસ (ફ્લોરાઈડનું વધારે પ્રમાણ): દાંત કાળા થવા, હાડકાં નબળાં થવા, સાંધામાં દુખાવો.
આર્સેનિકોઝિસ (આર્સેનિક વધુ હોય તો): ત્વચા પર કાળા ડાઘ, કેન્સરનું જોખમ, લિવર-કિડનીની સમસ્યા.
લીડ પોઈઝનિંગ (લીડ/પારો): બાળકોમાં માનસિક વિકાસમાં અડચણ, વયસ્કોમાં બ્લડ પ્રેશર, કિડની નુકસાન.
ક્રોનિક કિડની ડિસીઝ (હેવી મેટલ્સ અને ફોસ્ફેટથી): લાંબા ગાળે કિડની ફેઈલ થવાનું જોખમ.
પેટના રોગો (જીઆરડી, અલ્સર, ડાયરિયા): એસિડિક અથવા કેમિકલયુક્ત પાણીથી.

2. ખેતરમાં પાણી ઉપયોગ થાય તો (ખેતીના પાક પર અસર)

જમીનની ફળદ્રૌપતા ઘટવી: ફોસ્ફેટ અને ખારાશ વધવાથી જમીન બિનઉપજાઉ બને છે.
પાકમાં હેવી મેટલ્સનું શોષણ: શાકભાજી/અનાજમાં કેડમિયમ, આર્સેનિક, લીડ જેવા તત્વો જાય → લાંબા ગાળે કેન્સર, ન્યુરોલોજિકલ સમસ્યા, બાળકોમાં વિકાસમાં અડચણ.
પશુઓમાં રોગ: જો પશુઓ આવા પાણીથી પીવે તો તેમનામાં પણ કિડની/લિવરની સમસ્યા, પ્રજનનમાં અડચણ, દૂધમાં ઝેરી તત્વો.

3. હવા અને ધૂળ દ્વારા (જો ફેક્ટરીમાંથી ધૂળ ફેલાય તો)

રેસ્પિરેટરી સમસ્યા: ધૂળ અને ફોસ્ફેટ કણો ફેફસામાં જાય → એસ્થમા, બ્રોન્કાઈટિસ, ફેફસાના રોગ.
ત્વચા પર એલર્જી/ચામડીના રોગ: રસાયણો ત્વચા સાથે સંપર્કમાં આવે તો રેશ, ખંજવાળ, ડર્મેટાઈટિસ.

4. સૌથી ગંભીર જોખમો (લાંબા ગાળાના)

કેન્સર (લિવર, કિડની, ત્વચા, ફેફસા) – આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ જેવા તત્વોને કારણે.
બાળકોમાં વિકાસમાં અડચણ (IQ ઘટવું, લર્નિંગ ડિસેબિલિટી) – લીડ અને મર્ક્યુરીની અસર.
પ્રજનન સમસ્યા – હોર્મોનલ ડિસબેલેન્સ, બાંઝપણું.

આ બધું ત્યારે જ થાય જ્યારે વેસ્ટ વોટરનો યોગ્ય ટ્રીટમેન્ટ અને ડિસ્ચાર્જ ન થાય અને તે સીધો ભૂગર્ભ જળ, નદી કે ખેતરમાં જાય. હાલ સુધી આ મુદ્દાઓ અંગે કંપની તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેરમાં ઉપલબ્ધ નથી. જો કંપની તરફથી સ્પષ્ટતા અથવા સંબંધિત દસ્તાવેજો જાહેર કરવામાં આવશે તો તેના આધારે આગળની માહિતી અપડેટ કરવામાં આવશે.

આ પણ વાંચો – Exclusive breaking : ગુજરાત પોલીસમાં મોટા પાયે હલચલ, અંદાજે 850 PIના જિલ્લા ફેરબદલના આદેશ ટૂંક સમયમાં

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સુરત : ચાર વિદ્યાર્થીઓએ કર્યો ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, હાલત ગંભીર
Next: ગાંધીનગરમાં કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સંકુલ ખાલી, બોમ્બ સ્ક્વોડ-ડોગ સ્ક્વોડ સાથે સઘન તપાસ

Related News

BABA - 2026-04-17T095635.084

અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર

gujaratex@gmail.com April 17, 2026
1

અમદાવાદ મનપા ચૂંટણીઃ મતદાન પૂર્વે જ કોંગ્રેસે 6 બેઠકો ગુમાવી, ભાજપને સીધો જ લાભ

gujaratex@gmail.com April 16, 2026
Rain_SKT (1)

ગુજરાતમાં 18 એપ્રિલ સુધી ગરમીમાં કોઈ રાહત નહીં, પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે

gujaratex@gmail.com April 16, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો
  • ફરજ પર ગેરહાજર રહેવા ₹25 હજારનું ભરણ? SG2 ટ્રાફિકનો સંદીપ સરકારી કર્મચારી કે જયપાલ સિન્ડિકેટનો સાથી?
  • પાદરા પોલીસ સ્ટેશનમાં ‘લવ જેહાદ’ના નામે ₹2 લાખની લાંચ: એસીબીએ રંગેહાથ ઝડપ્યા
  • અમદાવાદમાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થાની તૈયારીઓ પર ભાર
  • “ચાણક્ય પણ ચોંકી જાત”: પ્રિયંકા ગાંધીનો ભાજપ પર તંજ, મોદીએ કહ્યું- કોઈની સાથે અન્યાય નહીં

Categories

  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.