Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • દેશ-વિદેશ
  • રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ

રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ, કહ્યું- “હું બળાત્કારી નથી”- હુમલાખોરના મેનિફેસ્ટોએ અમેરિકામાં મચાવ્યો ખળભળાટ

gujaratex@gmail.com April 27, 2026
BABA - 2026-04-27T180412.724

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર જાનલેવા હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. 25 એપ્રિલના રોજ વાર્ષિક ‘વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ એસોસિએશન’ (WHCA) ડિનર દરમિયાન આ ઘટના બની હતી. વોશિંગ્ટનની હિલ્ટન હોટલમાં આયોજિત આ કાર્યક્રમમાં ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સહિત અનેક દિગ્ગજ મહેમાનો હાજર હતા, ત્યારે કોલ થોમસ એલન નામના શખ્સે સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કરીને હુમલાખોરને રોક્યો હતો.

રિપોર્ટર પર ભડક્યા ટ્રમ્પ: “હું બળાત્કારી નથી”

તાજેતરમાં ‘સીબીએસ ન્યૂઝ’ની રિપોર્ટર નોરા ઓ’ડોનેલે ટ્રમ્પનો ઈન્ટરવ્યુ લીધો હતો, જેમાં તેણે હુમલાખોર કોલ એલનના મેનિફેસ્ટોના કેટલાક અંશો વાંચી સંભળાવ્યા હતા. મેનિફેસ્ટોમાં હુમલાખોરે ટ્રમ્પને ‘બળાત્કારી અને દેશદ્રોહી’ ગણાવ્યા હતા. આ સાંભળતા જ ટ્રમ્પ લાલચોળ થઈ ગયા હતા અને રિપોર્ટરને ખખડાવતા કહ્યું હતું કે, “હું રેપિસ્ટ નથી, મેં કોઈનું શોષણ કર્યું નથી. તમે એક બીમાર માણસની બકવાસ કેમ વાંચી રહ્યા છો? આ શરમજનક છે.” ટ્રમ્પે આ દરમિયાન ન્યૂઝ ચેનલ પર પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો.

Join Our WhatsApp Group

કોણ છે હુમલાખોર કોલ થોમસ એલન?

31 વર્ષીય હુમલાખોર કોલ થોમસ એલન કેલિફોર્નિયાનો રહેવાસી છે અને વ્યવસાયે એન્જિનિયર તેમજ શિક્ષક હતો. તેણે પ્રખ્યાત સંસ્થા ‘કેલટેક’માંથી અભ્યાસ કર્યો હતો અને 2024માં તેને ‘ટીચર ઓફ ધ મંથ’નો એવોર્ડ પણ મળ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે તે કટ્ટર ટ્રમ્પ-વિરોધી વિચારધારા ધરાવતો હતો અને તેણે ડેમોક્રેટિક પાર્ટીને ચંદો પણ આપ્યો હતો. તેની બહેને પહેલા જ પોલીસને ચેતવણી આપી હતી કે તેનો ભાઈ કટ્ટરપંથી નિવેદનો આપી રહ્યો છે.

શું છે હુમલાખોરનો ‘મેનિફેસ્ટો’?

હુમલાખોરે હુમલા પહેલા એક મેનિફેસ્ટો લખ્યો હતો, જેમાં તેણે પોતાને “ફ્રેન્ડલી ફેડરલ એસેસિન” (મિત્રવત સંઘીય હત્યારો) ગણાવ્યો હતો. તેના મેનિફેસ્ટોની મુખ્ય વાતો નીચે મુજબ છે.

લક્ષ્ય: તેણે લખ્યું હતું કે તેના નિશાના પર વહીવટીતંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ હતા, પરંતુ તેણે ખાસ નોંધ્યું હતું કે FBI ડાયરેક્ટર કાશ પટેલને તે નુકસાન પહોંચાડવા માંગતો નથી.

કારણ: તેણે ટ્રમ્પ પર અનેક આક્ષેપો કરતા લખ્યું કે, “હું અમેરિકાનો નાગરિક છું અને હું નથી ઈચ્છતો કે કોઈ બળાત્કારી કે સરમુખત્યારના ગુનાઓથી મારા હાથ ખરડાય.”

કોઈ પસ્તાવો નહીં: એલને મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે તેને તેના કૃત્ય બદલ કોઈ માફીની અપેક્ષા નથી.

સુરક્ષામાં મોટી ચૂક

આ ઘટનાએ અમેરિકી સિક્રેટ સર્વિસની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે. હુમલાખોર જે હોટલમાં ટ્રમ્પ રોકાવાના હતા, ત્યાં લાંબી બંદૂક સાથે ચેક-ઈન કરવામાં કેવી રીતે સફળ રહ્યો? આ પહેલા પણ ટ્રમ્પ પર બટલર અને ફ્લોરિડામાં હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે.

આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે અમેરિકામાં રાજકીય ધ્રુવીકરણ ચરમસીમાએ છે અને ઘરઆંગણે જ ટ્રમ્પ સામે આક્રોશ વધી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી પકડાયેલા તમામ હુમલાખોરો અમેરિકી નાગરિકો જ નીકળ્યા છે.

આ પણ વાંચો – વડોદરા: પત્નીએ આવેશમાં આવી પતિની કરી હત્યા, નશાખોરીએ વિખેર્યો પરિવાર

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વડોદરા: પત્નીએ આવેશમાં આવી પતિની કરી હત્યા, નશાખોરીએ વિખેર્યો પરિવાર
Next: સુરતમાં ‘દ્રશ્યમ’ સ્ટાઈલ હત્યા : પતિએ પત્નીને પતાવી લાશને પેટીમાં ચણી દીધી, પછી પુત્રના ફોનથી ચિઠ્ઠી મોકલી કબૂલાત કરી

Related News

BABA - 2026-09-01T161527.100

૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને

gujaratex@gmail.com September 1, 2026
BABA - 2026-08-27T114337.875

નેપાળમાં જળપ્રલયથી ભારતમાં ખતરો : ગંડક નદી ગાંડીતૂર, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ‘હાઈ એલર્ટ’, અમિત શાહે સમીક્ષા કરી

gujaratex@gmail.com August 27, 2026
BABA (90)

જંગ જીતીને આવ્યા હોય એવો માહોલ : પેપર લીક વિવાદમાં રાજીનામું આપનાર ધર્મેન્દ્ર પ્રધાનનું બીજેપી સાંસદોએ કર્યું શાનદાર સ્વાગત

gujaratex@gmail.com July 28, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.