Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • સરદારનગરમાં ‘મુંગડા’નું જુગાર સામ્રાજ્ય: જયપાલની છત્રછાયા હેઠળ બેફામ ધંધો?

સરદારનગરમાં ‘મુંગડા’નું જુગાર સામ્રાજ્ય: જયપાલની છત્રછાયા હેઠળ બેફામ ધંધો?

gujaratex@gmail.com April 29, 2026
BABA (2)

અમદાવાદ : શહેરના સરદારનગર વિસ્તારમાં ગેરકાયદેસર જુગારના ધંધાએ હવે ખુલ્લેઆમ માથું ઊંચક્યું છે. આ સમગ્ર ગોઠવણના કેન્દ્રમાં ‘મુંગડા’ નામનો એક વ્યક્તિ હોવાનું સૂત્રો કહે છે, જે જયપાલ નામના કૉન્સ્ટેબલના સંરક્ષણ હેઠળ જુગારધામ ચલાવી રહ્યો હોવાના સીધા આક્ષેપો થઈ રહ્યા છે.

માહિતી મુજબ, સરદારનગર આજે ગુજરાતના મોટા જુગાર કેન્દ્રોમાંથી એક બની ગયું છે. અહીં અનેક પ્રકારના જુગાર રમાડવામાં આવે છે, જેમાં “દાણાનો જુગાર” મુખ્ય છે. આ રમતમાં રોજ લાખો રૂપિયાની લેવડદેવડ થતી હોવાની ચર્ચા છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જુગારિયાઓ અહીં પહોંચે છે.

આ સમગ્ર પ્રકરણમાં જયપાલ નામના વહિવટદારનું નામ કેન્દ્રમાં છે. જયપાલ શહેરના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, છતાં સરદારનગરમાં વહિવટદાર તરીકે કામ કરી રહ્યો છે. મુંગડાનું આ જુગારધામ જયપાલની મંજૂરી અને સંરક્ષણ હેઠળ ચાલી રહ્યું હોવાના દાવા છે.

Join Our WhatsApp Group

આ સિસ્ટમને સંચાલિત કરવા બદલ મુંગડા દ્વારા દરરોજ અંદાજે ₹2.5 લાખ સુધીની રકમ જયપાલને વહિવટના ભાગરૂપે આપવામાં આવતી હોવાની ચર્ચા છે, જેથી આ જુગારધામ બિનઅડચણ ચાલુ રહી શકે. આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, છતાં સ્થાનિક સ્તરે આ ચર્ચાઓ મજબૂત બની રહી છે.

સ્થાનિકોમાં સીધો સવાલ ઊભો થયો છે કે આટલા મોટા પાયે જુગાર ચાલી રહ્યો છે તો શહેરનું પોલીસ તંત્ર અજાણ કેવી રીતે રહી શકે. કાર્યવાહીનો અભાવ તંત્રની નિષ્ક્રિયતા કે સંભવિત સંડોવણી તરફ ઈશારો કરે છે. પરંતુ સામે આવી રહેલી વિગતો સૂચવે છે કે સરદારનગરમાં ગેરકાયદેસર જુગાર માત્ર ચાલતો નથી, પરંતુ સંરક્ષણ હેઠળ ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો –  34 વર્ષ સુધી કૂવામાં દટાયેલું રહ્યું પાપ: વટવામાં આત્માના ડરે પ્રેમીએ કરેલી હત્યાનું રહસ્ય ખોલ્યું, ક્રાઈમ બ્રાન્ચ પણ સ્તબ્ધ!

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: વાવ-થરાદ પંથકમાં ન્યાયની જીત: બિસ્કિટ લેવા ગયેલી બાળા સાથે હેવાનિયત આચરનાર પ્રકાશ પઢિયારને ૨૦ વર્ષની કેદ
Next: EXIT Poll : તમિલનાડુમાં DMK, આસામમાં ભાજપ અને કેરળમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવા એંધાણ

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.