Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • જેલમાંથી છૂટીને ફરી મોતનો વેપાર: સુરતની મમતા હોસ્પિટલમાં ચાલતા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ

જેલમાંથી છૂટીને ફરી મોતનો વેપાર: સુરતની મમતા હોસ્પિટલમાં ચાલતા ગર્ભપાત રેકેટનો પર્દાફાશ

gujaratex@gmail.com May 6, 2026
BABA (10)

ડાયમંડ સિટી સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડીને ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ આખા રેકેટનો માસ્ટરમાઇન્ડ કોઈ ડોક્ટર નહીં, પરંતુ જેલની હવા ખાઈ આવેલો એક ફાર્માસિસ્ટ છે.

જામીન પર છૂટીને ફરી શરૂ કર્યો મોતનો વેપાર

આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ છે. રામગોપાલ અગાઉ વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા રંગેહાથ ઝડપાયો હતો. જોકે, જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેણે સુધરવાને બદલે મમતા હોસ્પિટલના નામે ફરી મોતની હાટડી શરૂ કરી દીધી હતી. તે પોતે માત્ર ફાર્માસિસ્ટ હોવા છતાં ગેરકાયદે રીતે મહિલાઓના ઓપરેશનો કરતો હતો.

Join Our WhatsApp Group

આરોગ્ય વિભાગના દરોડા અને અફરાતફરી

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે બાતમીના આધારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે ઓચિંતી રેડ પાડી હતી. તપાસ દરમિયાન ત્યાં ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી, જે ગેરકાયદે ગર્ભપાત માટે આવી હતી. દરોડા દરમિયાન થયેલી દોડધામમાં વ્યારાની એક મહિલા ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

હોસ્પિટલ સીલ, પોલીસ તપાસ તેજ

આરોગ્ય વિભાગે મમતા હોસ્પિટલને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. વરાછા પોલીસે રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ કડીઓ જોડી રહી છે કે આ રેકેટમાં શહેરના અન્ય કયા મોટા ગજાના ડોક્ટરો કે હોસ્પિટલો સંડોવાયેલી છે.

આ પણ વાંચો – અકસ્માત વળતર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : મૃત્યુ પછી ભરેલું ITR પણ ગણાશે માન્ય પુરાવો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: અકસ્માત વળતર પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય : મૃત્યુ પછી ભરેલું ITR પણ ગણાશે માન્ય પુરાવો
Next: બંગાળમાં બંધારણીય જંગ : મમતાએ રાજીનામું આપવાનો કર્યો ઇનકાર, શું કાયદો તેમને પદ પર રહેવા દેશે?

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.