Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • અમદાવાદ: સરખેજ પોલીસની સપાટો, પતંજલિ પ્રોડક્ટ્સની આડમાં છુપાવેલ ₹1.01 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ: સરખેજ પોલીસની સપાટો, પતંજલિ પ્રોડક્ટ્સની આડમાં છુપાવેલ ₹1.01 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

gujaratex@gmail.com May 10, 2026
28
  • સરખેજ PI ચાવડા અને PSI બોળીયાની ટીમે બાતમીના આધારે દારૂ ભરેલો ટ્રક દબોચ્યો

અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ સરખેજ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પંજાબથી પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સ અને લોટના કટ્ટાની આડમાં ટ્રકમાં છુપાવીને લાવવામાં આવતો ₹1,01,61,240 ની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે.

સચોટ બાતમી અને ઓપરેશન

સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એલ. ચાવડાને મળેલી સચોટ બાતમીના આધારે સરખેજ બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા એસ.પી. રિંગ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમી મુજબના અશોક લેલેન્ડ ટ્રક (નં. RJ-39-GA-8078) ને અટકાવી તપાસ કરતા તેમાંથી પતંજલિના બોક્સની પાછળ છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 9624 બોટલ તથા બીયર ટીન મળી આવ્યા હતા.

Join Our WhatsApp Group

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસે ટ્રક ચાલક વગતારામ જગમાલરામ બેનીવાલ (રહે. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી લીધો છે. પકડાયેલ મુદ્દામાલમાં ₹76.56 લાખનો દારૂ, ₹15 લાખની ટ્રક અને ₹10 લાખની કિંમતની પતંજલિ પ્રોડક્ટ્સ મળી કુલ ₹1.01 કરોડથી વધુનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી અગાઉ ભાભર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.

સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ

આ ઓપરેશનમાં સરખેજ પોલીસની ટીમે અત્યંત સજાગતા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઈ) એલ.એલ. ચાવડા અને પો.સ.ઈ. (પીએસઆઈ) એ.આર. બોળીયાના નેતૃત્વમાં નીચે મુજબના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. તે ઉપરાંત તેમની ટીમના અન્ય પોલીસ કર્મચારીઓએ સતત વોચ ગોઠવીને દારૂને ઝડપી પાડવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. જે તમામના નામ નીચે પ્રમાણે છે.

અ.હે.કો. વિક્રમસિંહ જીલુભા અને લાભુભાઇ ગાંડાભાઇ

અ.પો.કો. અભીજીતસિંહ કાકુભા અને અનિરૂધ્ધસિંહ ભરતભાઇ

અ.પો.કો. કનકસિંહ લખધીરવસિંહ અને લલીતકુમાર ઉકાભાઇ

અ.પો.કો. જયરાજસિંહ ગંભીરસિંહ અને નરેન્દ્રસિંહ બળવંતસિંહ

અ.પો.કો. કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ અને રવિરાજસિંહ રણજીતસિંહ

અ.પો.કો. મહેશભાઇ ધરમશીભાઇ અને વુ.પો.કો. સોનુબેન મિતુલકુમાર

અમદાવાદ પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો – સચિવાલય સંકુલમાં સત્તાસંગ્રામ: ‘શક્તિમાન’ અને ‘સર્વશક્તિમાન’ વચ્ચેનું શીતયુદ્ધ ઉગ્ર બનવાની દહેશત

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: સચિવાલય સંકુલમાં સત્તાસંગ્રામ: ‘શક્તિમાન’ અને ‘સર્વશક્તિમાન’ વચ્ચેનું શીતયુદ્ધ ઉગ્ર બનવાની દહેશત
Next: તમિલનાડુમાં ‘દલપતિ’ યુગનો પ્રારંભ: અસલી ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયના નવા દોરની શરૂઆત – વિજય

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.