Skip to content
110

Primary Menu
  • Home
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • ક્રાઇમ
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • સંપાદકીય
  • Home
  • ક્રાઇમ
  • વૈષ્ણોદેવીથી તપોવન સર્કલના કેફે હવે ફક્ત હુક્કા બાર નહીં, સાયબર ગુનેગારોની ‘ઓફિસ’

વૈષ્ણોદેવીથી તપોવન સર્કલના કેફે હવે ફક્ત હુક્કા બાર નહીં, સાયબર ગુનેગારોની ‘ઓફિસ’

gujaratex@gmail.com July 18, 2026
BABA (74)

અભિષેક પાંડેય, અમદાવાદ : અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી તપોવન સર્કલ સુધીના વિસ્તારમાં આવેલા અનેક કેફે હવે માત્ર ગેરકાયદે હુક્કા બાર પૂરતા સીમિત રહ્યા નથી. આ કેફે શહેરમાં સક્રિય આંતરરાજ્ય સાયબર ગુનેગારોના મીટિંગ પોઈન્ટ, ડીલિંગ સેન્ટર અને ‘લીડ સેલિંગ પોઈન્ટ’ તરીકે વિકસી રહ્યા છે. અહીં પ્રતિબંધિત નિકોટિનયુક્ત હુક્કાની સાથે કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના સોદા થતા હોવાની માહિતી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ગંભીર પ્રશ્ન સ્થાનિક પોલીસની કામગીરી પર ઊભો થાય છે. જો સ્થાનિક પોલીસ અસરકારક કાર્યવાહી કરતી હોય, તો વિસ્તારમાં આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ કેવી રીતે ચાલી શકે?

હુક્કો માત્ર બહાનું, અંદર ચાલે છે સાયબર નેટવર્ક

સૂત્રોના જણાવ્યા મુજબ, સાંજથી વહેલી સવાર સુધી ધમધમતા આ કેફેમાં માત્ર હુક્કો પીવા માટે લોકો આવતા નથી. અહીં નિયમિત રીતે સાયબર ગુનેગારોની બેઠકો યોજાય છે, જ્યાં ડેટાની લે-વેચ, નવા શિકાર (લીડ્સ)ની ખરીદી-વેચાણ, ફ્રોડની યોજના અને નાણાકીય સેટલમેન્ટ જેવા કાર્યો થાય છે. નવા ગુનેગારો નવી તકની શોધમાં અહીં આવે છે. ખાસ કરીને USDT (ક્રિપ્ટોકરન્સી) ફ્રોડ સાથે સંકળાયેલા આંતરરાજ્ય નેટવર્કના સભ્યો માટે આ કેફે એક પ્રકારની ‘ઓફિસ’ બની ગયા છે.

Join Our WhatsApp Group

સૂત્રોનું કહેવું છે કે કેફે સંચાલકોને ત્યાં આવનારા લોકોની પ્રવૃત્તિઓ અંગે સંપૂર્ણ જાણકારી અને ભાગીદારી ધરાવે છે. આર્થિક લાભના કારણે તેઓ તેમને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.

પ્રતિબંધિત નિકોટિન હુક્કાની આડમાં ધમધમતો કારોબાર

માહિતી મુજબ, સીબીડી મૉલથી તપોવન સર્કલ સુધીના એસ.પી. રિંગ રોડ પર આવેલા ડઝન જેટલા કેફેમાં ફ્લેવર હુક્કાના નામે પ્રતિબંધિત નિકોટિનયુક્ત હુક્કાનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. હુક્કાની આ જ ભીડ સાયબર ગુનેગારો માટે સૌથી સુરક્ષિત આવરણ બની ગઈ છે. સામાન્ય ગ્રાહકોની જેમ બેઠેલા ગુનેગારો સરળતાથી પોતાની બેઠકો, ડીલિંગ અને સોદાબાજી પૂર્ણ કરી લે છે, જેના કારણે તેમની પ્રવૃત્તિઓ પર કોઈને શંકા જતી નથી.

2016-17ના વસ્ત્રાપુર મોડલથી સંપૂર્ણ અલગ છે 2026ની રણનીતિ

સાયબર ગુનેગારોની કાર્યપ્રણાલીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટો ફેરફાર આવ્યો છે. વર્ષ 2016-17 દરમિયાન પ્રહલાદનગર અને વસ્ત્રાપુરના કોફી અને પાન શોપ સાયબર ગુનેગારોના લીડ સેલિંગ પોઈન્ટ તરીકે જાણીતા હતા. તે સમયે ગુનેગારો અમદાવાદમાં જ પોતાના કોલ સેન્ટર અને ટેકનિકલ ટર્મિનલ ચલાવતા હતા, જેના કારણે પોલીસ માટે તેમને શોધવા સરળ બનતું હતું. પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે.

હવે ગુનેગારો અમદાવાદમાં માત્ર મીટિંગ, ડીલિંગ, લીડ્સનું વેચાણ અને સમગ્ર ઓપરેશનનું આયોજન કરે છે, જ્યારે ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા ટેકનિકલ ટર્મિનલ, કોલ સેન્ટર અને સર્વર ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં સ્થાપિત કરે છે. પરિણામે દેશના અનેક રાજ્યોમાં કાર્યવાહી થવા છતાં સમગ્ર નેટવર્ક યથાવત કાર્યરત રહે છે.

SMCના દરોડા બાદ ફરી ધમધમ્યા હુક્કા બાર

ગત 30 મે, 2026ના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ચાંદખેડા, થલતેજ, બોડકદેવ સહિત શહેરના વિવિધ સ્થળોએ ગેરકાયદે હુક્કા બાર પર દરોડા પાડ્યા હતા. પરંતુ દરોડાના માત્ર 45 દિવસમાં જ મોટાભાગના હુક્કા બાર ફરી ધમધમતા થઈ ગયા છે અને અગાઉની જેમ જ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ હકીકત પોતે જ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

સ્થાનિક પોલીસ સામે સૌથી મોટા સવાલ

કાયદા મુજબ પોતાના વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવાની પ્રથમ જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે. છતાં આવા કેસોમાં વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અથવા અન્ય ઉચ્ચ સ્તરની એજન્સીઓને કાર્યવાહી કરવી પડે છે. જો દરોડા બાદ માત્ર દોઢ મહિનામાં જ હુક્કા બાર ફરી ધમધમતા થઈ જાય, તો સ્થાનિક સ્તરે પોલીસની કામગીરી કેટલી અસરકારક છે, તે પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. સૂત્રોનો દાવો છે કે વિભાગના જ કેટલાક અધિકારીઓની ભાગીદારી અને સંરક્ષણના કારણે આ કેફે સંચાલકો નિર્ભય બની ગયા છે.

હુક્કા બાર નહીં, સાયબર ગુનાખોરીના સહયોગી તરીકે તપાસ જરૂરી

સાયબર ગુનેગારો માટે બેઠક, નેટવર્કિંગ, ડીલિંગ અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવતા આવા કેફેને માત્ર હુક્કા નિયમોના ઉલ્લંઘન સુધી મર્યાદિત રાખીને જોવાનું પૂરતું નથી. આવા કેફે સંચાલકોને સાયબર ગુનેગારોને આશરો, સુવિધા અને પ્લેટફોર્મ પૂરું પાડનારા તરીકે જોવાની જરૂર છે. તેમને માત્ર હુક્કા બાર સંચાલક નહીં, પરંતુ સંગઠિત સાયબર ગુનાખોરીના સહઆરોપી તરીકે તપાસના દાયરામાં લાવવાની જરૂર છે.

કારણ કે અહીં હુક્કા અને સાયબર ક્રાઇમ બે અલગ-અલગ ગુનાઓ નથી, પરંતુ એકબીજાના પૂરક (Complementary Ecosystem) બની ચૂક્યા છે. આ નેક્સસ તોડવો હોય, તો માત્ર દરોડા પૂરતા નથી, પરંતુ સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી કરીને સમગ્ર નેટવર્ક સામે કાર્યવાહી કરવી અનિવાર્ય બની ગઈ છે.

આ પણ વાંચો – POCSO કેસમાં બાપુનગર પોલીસના શરમજનક હરકત, FIRના બદલે સમાધાનનો પ્રયાસ; પીડિતા સામે આરોપીને બેસાડ્યાનો દાવો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on Pinterest Share on LinkedIn Share on Email

Post navigation

Previous: આતંકી નેટવર્કનો પર્દાફાશ: અગાઉ પકડાયેલા ૮ આતંકીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, વધુ ૫ શખ્સો ATSની ગિરફ્તમાં
Next: ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત એક્સક્લૂસિવ (ભાગ-9) : અમદાવાદના ડ્રગ્સ નેટવર્કનું નવું ‘એપિસેન્ટર’, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા કાળા કારોબારના ભૌગોલિક કેન્દ્રો

Related News

BABA - 2026-08-31T220627.851

નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું

gujaratex@gmail.com August 31, 2026
BABA - 2026-08-27T121000.802

ચાંગોદર પોલીસની ‘ચેકિંગ ડ્રાઈવ’ નો ફિયાસ્કો! LCB એ શ્યામ મેટલના ગોડાઉનમાંથી પકડી પાડ્યો ૯૬ લાખનો દારૂ અને મુદ્દામાલ

gujaratex@gmail.com August 27, 2026
BABA - 2026-08-25T151855.755

સેફ સિટી’ નો ભ્રમ તૂટ્યો! અમદાવાદમાં દર ૪.૮ મિનિટે નોંધાય છે હિંસા અને મારામારીનો એક બનાવ, ૧૧૨ ના ચોંકાવનારા આંકડા

gujaratex@gmail.com August 25, 2026
join gujarat exclusive whatsapp group

Recent Posts

  • ૭.૮% GDP ગ્રોથ: દેશવાસીઓની સામૂહિક તાકાતનું પરિણામ કે પછી માત્ર પ્રચાર? સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને
  • રામોલ દુષ્કર્મ કેસ : ૧૪ વર્ષની સગીરાને ગોંધી રાખનાર મુખ્ય આરોપી અને મદદગાર ૩ સંબંધીઓને ૨૦ વર્ષની સખત કેદ
  • નકલી બ્લડ પ્રેશરની દવાનો ઇન્ટર સ્ટેટ નેટવર્ક ઝડપાયું
  • ચાણસ્માના ભાટસણ અને ઇટોદામાં દેશી દારૂએ લીધો બે લોકોનો જીવ
  • ધૂળમાંથી ધન કમાવવાની કળા! AMC નો નવો ખેલ: વૃક્ષારોપણના નામે ધૂળ અને ઈંટના ભૂકા પાછળ ૬૮ લાખનો ધુમાડો

Categories

  • Uncategorized
  • એક્સક્લુઝીવ રિપોર્ટ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • દેશ-વિદેશ
  • સંપાદકીય
  • Home
  • TERMS AND CONDITIONS
  • About Us
  • Contacts US
Copyright © All rights reserved. | MoreNews by AF themes.